Book Title: Jain Samajni Vartaman Paristithi
Author(s): Bechardas Doshi
Publisher: Z_Sangiti_004849.pdf

View full book text
Previous | Next

Page 1
________________ ૯. જૈન સમાજની વર્તમાન પરિસ્થિતિ (શ્રી પરમાનંદભાઈના સ્મૃતિ-અંક માટે પંડિત બેચરદાસજીએ એક લાંબો લેખ લખી મોકલ્યો હતો. સ્મૃતિ-અંકમાં એટલો લાંબો લેખ છાપવો શક્ય ન હોવાથી શ્રદ્ધાંજલિ ગણાય એવો થોડો ભાગ છાપ્યો હતો. તે લેખમાં પરમાનંદભાઈ સાથે તેમની છેલ્લી મુલાકાત પ્રસંગે જૈન સમાજની વર્તમાન પરિસ્થિતિ વિશે તેમની સાથે જે વાર્તાલાપ થયો હતો, તે વિગતથી આપ્યો છે. જૈન સમાજમાં અજ્ઞાન અને અંધશ્રદ્ધા પ્રવર્તે છે તે સંબંધે પંડિતજીએ વ્યથિત હૃદયે પોતાની વેદના પ્રકટ કરી છે. આ લખાણ કોઈ નાસ્તિક કે અજ્ઞાનીનું છે એમ કોઈ નહિ કહી શકે; આખી જિંદગી તેમણે શાસ્ત્રાધ્યયનમાં ગાળી છે. અલબત્ત, તેમાં જણાવેલ વિચારો સમાજને તેની નિદ્રામાંથી જાગ્રત કરે તેવા છે. પંડિતજીએ આ લેખ પ્રગટ કરવા આગ્રહથી મને લખ્યું છે અને જણાવ્યું છે કે સમાજને આંચકા આપ્યા વિના છૂટકો નથી. તેમનો આ લેખ થોડો ટૂંકાવીને નીચે આપ્યો છે. તંત્રી), પ્રબુદ્ધ જીવનમાં તત્ત્વજ્ઞાનની ચર્ચા ચાલી. પણ આવી ચર્ચાનો તો અંત જ આવી શકે નહિ. જે વસ્તુ અકળ છે તેને શબ્દો વડે શી રીતે ચર્ચા શકાય ? આચાર્ય હરિભદ્રસૂરિજીએ કહેલ છે કે : “માત્ર બુદ્ધિવાદ દ્વારા જો પદાર્થોના સ્વરૂપનો નિર્ણય થઈ શકતો હોત, તો નિર્ણય કયારનો થઈ ગયો હોત. ઈશ્વર, સર્વજ્ઞ, આત્મા, જગત, સિદ્ધ, કર્મ વગેરે પદાર્થો વિશે આજ હજારો વર્ષથી અનેક વિદ્વાનોએ પોતપોતાની કલ્પનાઓ ચલાવી સેંકડો ગ્રંથો લખી નાખ્યાં છે અને હજુ પણ એવા ગ્રંથો લખાતા જાય છે. છતાં કોઈ નિર્ણય આવેલ નથી.” આમ પરિસ્થિતિ છે એટલે તત્ત્વજ્ઞાનના લેખો કે ચર્ચા વિશેષ ઉપયોગી નથી. ઊલટું, કોઈ વાર તો જુદી જુદી અને પરસ્પર ઊલટસૂલટી કલ્પનાઓ આવવાથી સાધારણ વાંચનાર તો ભ્રમમાં જ પડી જાય. આમ શરૂ કરી મેં કહ્યું કે જૈન તત્ત્વજ્ઞાન પણ બીજા તત્ત્વજ્ઞાનોની પેઠે અપૂર્ણ જેવું છે. તત્ત્વજ્ઞાનના શોધકને પ્રથમ કલ્પનાની ફુરણા થાય છે, અને તે કલ્પનાને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8