Book Title: Jain Samajni Vartaman Paristithi
Author(s): Bechardas Doshi
Publisher: Z_Sangiti_004849.pdf

View full book text
Previous | Next

Page 3
________________ જૈન સમાજની વર્તમાન પરિસ્થિતિ ૦ ૮૫ લાખ રૂપિયા ખર્ચીને સીમંધરસ્વામીનું એક વિશાળ મંદિર બંધાય છે. તે માટે એ જાહેરખબરમાં નાણાં મેળવવા સમાજને અપીલ હતી. મેં પરમાનંદભાઈને કહ્યું કે જાહેરખબરમાં જણાવેલું કે સીમંધરસ્વામીની વિચિત્ર કલ્પનાથી કેટલાક મહાનુભાવો તો એમ પણ કહેવા લાગ્યા છે કે અમારો તેમની સાથે સંદેશા-વ્યવહાર પણ ચાલી રહ્યો છે. અમારી અને શ્રી સીમંધર ભગવાનની વચ્ચે એક પ્રાચીન આચાર્ય સંકલન રાખવાનું કામ કરે છે. અમે એ પ્રાચીન આચાર્યને ફોન કરીએ છીએ અને તે પછી શ્રી સીમંધરસ્વામીને અમારા ફોનની જાણ કરે છે; એમ અમારો વ્યવહાર ચાલી રહ્યો છે. વર્તમાનમાં વૈજ્ઞાનિકોએ ચંદ્ર સુધી પહોંચવાનું સાહસ કર્યું અને ત્યાંથી માટી પણ અહીં લઈ આવ્યા. આ બધી પ્રત્યક્ષ વાતો છે, કોઈ કલ્પનાની વાત નથી. જેમને સંદેહ હોય તે તાલીમ લઈને ત્યાં સુધી જરૂર પહોંચી શકે અને ખાતરી કરી શકે. જંબૂદ્વીપ-નિર્માણની યોજના કરનારા એક જાણીતા મુનિ મારે ઘરે આવેલા અને મને તેમણે આ બાબત પૂછી, તેના ઉત્તરમાં મેં એમને નમ્ર ભાવે જણાવેલું કે તમે પોતે તાલીમ લઈને ત્યાં સુધી એક વાર જઈ આવો અને આ વૈજ્ઞાનિકોનું જે કાંઈ તમને પોકળ લાગતું હોય તે જરૂર ખુલ્લું કરો. તમને તો ત્યાં સુધી કહું છું કે હવે એવાં વિમાનો થયાં છે કે જે એક મિનિટમાં જ હજારો ગાઉ જઈ શકે છે. એવા એક વિમાનને ભાડે લઈને જરૂર તમે મહાવિદેહ ક્ષેત્રની યાત્રા કરી શકો છો અને શ્રી સીમંધરસ્વામીજી સાથે સાક્ષાત્ વાર્તાલાપ પણ કરી શકો છો, શ્રી સીમંધરસ્વામી મહાવિદેહ ક્ષેત્રમાં વિચરી રહ્યા છે વગેરે વગેરે. પણ મહાવિદેહ ક્યાં ? શ્રી સીમંધરસ્વામી ક્યાં ? વર્તમાનમાં વૈજ્ઞાનિકોએ તથા ભૂગોળના શોધકોએ પૃથ્વીના પરિમાણ વગેરે વિશે ચોક્કસ નિર્ણય કરેલ છે. અને કેટલાક શોધકો તો આખી પૃથ્વીની પ્રદક્ષિણા પણ એક વાર નહિ અનેક વાર કરી ચૂક્યા છે. છતાં આ કલ્પના-પ્રસુત હકીકત માટે આપણે ત્યાં આ શું ચાલી રહ્યું છે ? જોકે કલ્પના પણ ઉપયોગી ચીજ છે પણ તેનો સદુપયોગ કરવાની દષ્ટિ હોવી જોઈએ. એકલવ્ય નામના ભીલપુત્રે માટીની દ્રોણની મૂર્તિ બનાવી અને તે મૂર્તિને સાક્ષાત્ દ્રોણ કલ્પી તેના સાંનિધ્યમાં ધનુર્વિદ્યા શીખવા એવો પ્રબળ પુરુષાર્થ કર્યો કે જેથી તે અર્જુનથી પણ ચડી ગયો. આમ કલ્પના શ્રેયની સાધના માટે પુરુષાર્થપ્રેરક હોવી જોઈએ; તો જ એ કલ્પનાઓ ઉપયોગી છે. નહીં તો નરી રસિક કલ્પનાઓ તો આપણી શક્તિનો હ્રાસ કરનારી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8