Book Title: Jain Samajni Vartaman Paristithi Author(s): Bechardas Doshi Publisher: Z_Sangiti_004849.pdf View full book textPage 6
________________ ૮૮ • સંગીતિ તૈયારી તરફ પગલાં માંડતો થાય. આનું જ નામ અહિંસા, સત્ય અને ઔદાર્ય વગેરે છે. આ તો કહે છે કે કુટુંબજીવન મોહ છે, માતા-પિતા અનંતવાર મળ્યાં, એટલે એ તો વિશેષ બંધનકારક છે. એટલે જે વિશેષ વિચાર કરી શકતો નથી અને સ્વર્ગનો અભિલાષી છે, તે તરત માતા-પિતાને તથા કુટુંબને પડતું મૂકી આલિશાન મહાલય જેવા અપાસરામાં આવી જાય છે અને લગભગ પોતાની તમામ જરૂરિયાતો સમાજ ઉપર નાંખીને પોતે કહેવા લાગે છે કે “ભાઈ ! સંસાર અસાર છે, માયાજાળ છે, માટે તેમાંથી છૂટો અને મોક્ષના મારગમાં આવો.” આ તો નર્યું ઈન્દ્રજાળ જેવું વિશેષ વિસંગત છે. જેઓ એમ કહે છે કે માતાપિતા અનંતવાર મળ્યાં તેમને એમ પણ કોઈ કહી શકે કે તમારા જેવા ગુરુઓ પણ અનંતીવાર નથી મળ્યા શું ? શાસ્ત્ર તો પોકાર પાડીને કહે છે કે મેરુપર્વત જેટલો ઢગલો થાય તેટલાં ઓઘા, રજોહરણો અને મુહપત્તિીઓ વાપરી છે; તોય આરો આવ્યો નથી અને કપાળે જે ચંદનનાં તિલક કરીએ છીએ તેનો પણ મેરુપર્વત જેટલો ઢગલો થાય તેટલા ચંદનનાં તિલક કરેલા છે અને હજુ પણ તિલકો કર્યા જ કરીએ છીએ. આમાં કઈ ચીજ ખૂટે છે એ જ વિશેષ વિચારવાનું રહે છે. એને બદલે આપણે તો રોજ “મેરુશિખર નવરાવે હો સુરપતિ’ એમ જ ગાતા રહીએ છીએ. આ અંગે કશો જ વિચાર કોઈ ભાગ્યે જ કરતું હશે. જે ગૃહસ્થાશ્રમ તમામ આશ્રમોનો આધાર છે તેને વગોવવાનું ચાલે છે અને જેમ એકડો ઘૂંટ્યા વિના જ વિદ્યાર્થી પાંચમી ચોપડીમાં બેસી જાય એવી સ્થિતિ છે. તમને હું કેટલુંક કહું, ભાઈ ! જયારે સંસાર અસાર છે, ત્યારે ધર્મને લીધે મળનાર સ્વર્ગ શું સંસાર નથી? જેથી કલ્પિત નલિની ગુલ્મ નામના વિમાનને મેળવવા માણસ દીક્ષિત થાય છે. “ધર્મરત્નપ્રકરણ'માં આચાર્ય શાંતિસૂરિએ સ્પષ્ટ કહેલ છે કે ભય અને લાલચને લીધે માણસને ગુણવંત બનાવી શકાય એવી કલ્પનાથી નરકોનાં ભયસૂત્રો ઊભાં થયાં અને સ્વર્ગોનાં લોભક સૂત્રો ઊભાં થયાં. એ બન્નેની હકીકત એક જાહેર-ખબર જેવી છે, છતાં એ સ્થિતિ લોકો કે લોકના ગુરુ સમજયા નહીં અને જાહેરખબરની પાછળ જ લોકોને દોડાવવા લાગ્યા અને પોતાની જરૂરિયાતો સમાજ પૂરી પાડે એ બાબત વિશેષ ચીવટ રાખવા લાગ્યા. કર્મની વર્ગણા, દેહ અને આત્માનો ભેદભાવ એટલે દેહ દેહનું કામ કરે ને આત્મા આત્માનું કામ કરે અર્થાત્ કેમ જાણે દેહ અને આત્માને શો જ મેળ ન હોય, સંબંધ ન હોય વગેરે અનેકાનેક એવી કલ્પનાઓ છે જે અંગે વિચારકોએ વિશેષ મનન-ચિંતન કરવું ઘટે અને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 4 5 6 7 8