Book Title: Jain Samajni Vartaman Paristithi
Author(s): Bechardas Doshi
Publisher: Z_Sangiti_004849.pdf

View full book text
Previous | Next

Page 5
________________ જૈન સમાજની વર્તમાન પરિસ્થિતિ ૦ ૮૭ વરસમાં તો ઘણું જ જાણી-સમજી જાય છે, ત્યારે આપણે એ બાળકની સામે કેવી કેવી ચેષ્ટાઓ કરીએ છીએ અને એનામાં સંસ્કારો કેવા પડે છે એનું કેટલું ધ્યાન રાખીએ છીએ? પછી જ્યારે એ બાળક મોટો થઈ સ્વચ્છંદી બની જાય અને આપણને ભાજીમૂળા સમજવા લાગે ત્યારે આપણે જ કહેવાના કે સાલો, નાલાયક નીકળ્યો. પણ આમાં દોષ તો આપણો જ છે. એને બદલે કોઈ ઈશ્વરની મરજીની વાત કરશે તો કોઈ કર્મની કથની કરશે; પણ બાળકના ઉછેર માટે પોતે તેની બાળવયમાં શું શું કર્યું હતું તેનો વિચાર કોઈ ભાગ્યે જ કરશે. આમ મને લાગે છે કે ગાડી અવળે પાટે ચડી ગઈ છે. એમ ન હોય તો મૂર્તિઓ ઉપર ઘરેણાં, દૂધ વગેરે શી રીતે ચડી શકે ? ગુરુઓ કહે છે કે ભાઈઓ, તીર્થકર થવું હોય તો દેરાં બંધાવો, આંગી કરાવો અને ભગવાનને દૂધે નવરાવો. પણ આ બધી પ્રવૃત્તિનો મૂળ હેતુ ભાગ્યે જ કોઈ સમજે છે. મારા એક સવિશેષ પરિચિત અને અભ્યાસી તથા વ્યાખ્યાનકુશળ એવા એક બહેને ધર્મ-નિમિત્તે ઉત્સવ કર્યો, તેમાં ગ્રહશાંતિ કરી, છપ્પન દિકકુમારીઓને બોલાવી. જ્યારે મેં આ જાણ્યું કે આવા વિચક્ષણ લોકો પણ કેવળ કલ્પનાઓ પાછળ રાચે છે ત્યારે બીજા સાધારણ લોકોની તો શી સ્થિતિ? મેં તે બહેનને લખ્યું કે છે “કઈ દિકુમારીઓ? ગ્રહશાંતિ શું છે? કોઈ ગ્રહ આવીને કાંઈ બોલ્યો ?” એ બહેન મને શું જણાવે? પણ એમણે એટલું તો સૂચવ્યું કે મોટા મોટા જૈનાચાર્યો, આગમવારિધિઓ પણ આમાં રસ ધરાવે છે, ત્યારે અમે શું કરીએ ? હોડી દ્વારા નદી કે સમુદ્રને પાર કરવાનું પ્રધાન પ્રયોજન છે, પણ હોડીની પૂજા કરવાની કે તેને દૂધ નવરાવવાની જરૂર ખરી? હા, એટલું ખરું કે હોડી બરાબર સાચવવી અને સંભાળવી જરૂરી છે. સાવરણી ઓરડાને કે ઘરને સાફ કરવા માટે છે. સાવરણીની ઉપર માળા ચડાવવાની કે તેને દૂધ નવરાવવાની જરૂર ખરી ? સાવરણીને સાચવવી એ તો જરૂરી છે. જેથી જયારે ઓરડો સાફ કરવો હોય ત્યારે તેનાથી કામ લઈ શકાય. તેમ જ મૂર્તિનું આલેખન તેને પૂજવા માટે કે શણગારવા માટે નથી, પણ તેનો ટેકો લઈને પૂજક વિચારશક્તિને કેળવે અને પોતાના જે દોષો સમાજને, કુટુંબને–અરે પોતાને પણ-હાનિકારક છે તેમાં ધીરે ધીરે ઘટાડો કરે અને આગળ વધે તે માટે છે, કુટુંબ માટે પોતાના સુખનો ત્યાગ કરે, માતાપિતા માટે પોતાની સ્વાર્થિક વાસનાઓનો ત્યાગ કરતા શીખે અને શાંતિમય કુટુંબ-જીવન માટે સામાજિક જીવન જીવે, અને આમ આસ્તે-આસ્તે વિશ્વમાનવ બનવાની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8