Book Title: Jain Samajni Vartaman Paristithi
Author(s): Bechardas Doshi
Publisher: Z_Sangiti_004849.pdf

View full book text
Previous | Next

Page 2
________________ ૮૪ સંગીતિ આધારે તે બીજી બીજી અનેક કલ્પનાઓ કરી તત્ત્વજ્ઞાનનો વિસ્તાર કરે છે. જૈન તત્ત્વજ્ઞાન વિશે હું તો ઘણા ઘણા વિચારો કરી ચિંતનમનન કરતો રહું છું, એટલે મને તો તે અનેક રીતે વિચારણીય દેખાય છે. દાખલા તરીકે ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય એ તત્ત્વોનું નિર્માણ. પ્રથમ મુક્ત આત્માની ઊર્ધ્વગતિ કલ્પી, હવે તે ક્યાં સુધી ઊંચે જવાનો ? આકાશ તો પાર વગરનું છે. અંતે એમ ને એમ ઊંચે ને ઊંચે ચાલ્યો જાય તો તે ઊર્ધ્વગતિની કલ્પના કરનારને ઠીક ન લાગ્યું, એટલે એને જરૂર ક્યાંક અટકાવી રાખવો જોઈએ. તેથી ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય નામના બે તત્ત્વો કલ્પી કાઢ્યાં અને સિદ્ધનો જીવ જ્યાં સુધી ધર્માસ્તિકાય હોય ત્યાં સુધી જ જઈ શકે, પણ પછી આગળ ન જઈ શકે. હકીક્તની વિશેષ પુષ્ટિ માટે એક મોટી સિદ્ધશિલાની કલ્પનાની પણ જરૂર ઊભી થઈ; એટલું જ નહિ, એ મુક્ત જીવનો અમુક આકાર પણ કલ્પાયો. જ્યાં એક સિદ્ધ સાથે એક જ પ્રદેશ ઉપર અનંત સિદ્ધો રહે છે એવું માનવામાં આવ્યું, ત્યાં આકારની કલ્પના કેમ બંધ બેસે? અને એક મોટી વજય સિદ્ધશિલાની કલ્પના પણ ભારે રસિક છે. આ ધર્માસ્તિકાયાદિ બાબતે આચાર્ય સિદ્ધસેન દિવાકરે પોતાની બત્રીશીઓમાં ખાસ કરીને તર્કશૈલીથી વિશેષ વિચાર કરેલ છે. પણ એ વિશે આજ સુધી કોઈએ કશી ચર્ચા જ કરી નથી. ભગવતીસૂત્રમાં એક સ્થળે ધર્માસ્તિકાયના પર્યાયશબ્દો બતાવતા પ્રાણાતિપાતવિરમણ, વિવેક વગેરે સદ્ગણોને ધર્માસ્તિકાયના પર્યાયો રૂપે જણાવેલા છે અને અધર્માસ્તિકાયના પર્યાયશબ્દો બતાવતાં પ્રાણાતિપાત, મૃષાવાદ, અવિવેક, અસંયમ વગેરે વિભાવરૂપ ભાવોને અધર્માસ્તિકાયના પર્યાયો રૂપે જણાવેલા છે. આ બાબતે ઘણાં વરસો પહેલાં જૈન-સાહિત્ય-સંશોધકમાં મેં ચર્ચા કરેલી. પણ આપણો વિચારક વર્ગ એ વિશે આજ સુધી કોઈ વિશેષ ચર્ચા-વિચારણા કરી શક્યો નથી. મરણોત્તર શું થાય છે તે વિશેષ અકળ છે. તે બાબત ભગવાન બુદ્ધે તો સ્પષ્ટ કહી દીધું જ કે નિર્વાણ પછીની અવસ્થાના પ્રશ્નો અતિપ્રશ્નો છે, અને તેનું સ્પષ્ટીકરણ કરી શકાય નહિ. પણ આપણા વિચારકોએ એમ માની લીધેલું છે કે આપણા તીર્થકર સર્વજ્ઞ પુરુષ છે, એટલે તે બધી જાતના પ્રશ્નો વિશે પ્રકાશ પાડી શકે છે. આવી એક ભક્તિપ્રધાન ધારણા દ્વારા તેમના નામે પછીના વિચારકોએ આવી આવી અનેક કલ્પનાઓ આપણને આપેલ છે, જેનો વર્તમાન જીવન માટે કશો જ ખપ છે કે કેમ એ મને વિચારણીય લાગે છે. હમણાં મેં જૈનમાં જાહેર ખબર વાંચી કે મહેસાણામાં આશરે વીસ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8