Book Title: Jain Mantrio Author(s): Nyayavijay Publisher: Z_Jain_Sahitya_Sambandhi_Lekhono_Sangraha_005198_HR.pdf View full book textPage 6
________________ જેનવિભાગ વસ્તુપાલે મંત્રીપદ લીધા પછી આખો રાજ્યકારભાર પિતાના કબજે કરી તેની બરાબર વ્યવસ્થા કરી. કારણ કે “ પિતાના પગ નીચે બળતું પ્રથમ જેવું એ સજજન પુરુષનું કામ છે. ” તેણે રાજ્યવ્યવસ્થા બરાબર કર્યા પછી પોતાની પ્રજાના ખાનગી સુખ દુઃખ નહાળી તેમનાં દુઃખ દૂર કરવા પ્રયત્ન આદર્યો. તેણે ગુજરાતની પ્રજાને ફરીથી સિદ્ધરાજ અને કુમારપાળ આદિ રાજવીઓની યાદી કરાવી. તેણે સંત પુરુષોને માન અને ખલ પુરુષને દંડ આપી રાજ્ય નિષ્કટેક બનાવ્યું. જુના મંત્રીના વખતના કેટલાએક નકરો પાખંડ અને લાંચીયા થઈ ગયા હતા. તેમની પાસેથી લાંચથી એકઠું કરેલું બધું ધન પાછું કઢાવી તે ધનથી તેણે સૈન્યમાં ભરતી કરી; અને જુના પૂજ્ય પુરુષનું પૂજન કરતા, વૃદ્ધોને તેમની યોગ્યતા પ્રમાણે માન આપી રાજય ગુરુશ્રી સામેશ્વર દેવને પ્રસન્ન રાખતા, ગુણવંત જનને બહુ માન આપતા, ધાર્મિક જનને વધાવતા, પ્રવીણ જનેને અગ્રેસર કરતા અને દુષ્ટ જોને ભય બતાવતા. રાજ હંસની પેઠે રાજાના • માનસ” સરેવરમાં રમતાં યથાયોગ્ય રાજ્યવ્યવહાર કરતા અને દુર્જનેની તપાસ રાખતા. “સુમિત્રા ” ને આનંદ આપનાર લમણુની સાથે જેમ રામચંદ્ર સ્વકાર્યની સિદ્ધિ કરી તેમ પિતાના અનુજ બંધુ તેજપાલની સાથે વસ્તુપાલે પણ સ્વીકાર્ય (મંત્રીપદ) ની સિદ્ધિ કરી. “તેના મનમાં એમ જ હતું કે સજજને સત્કાર કરવો અને દુર્જનને દંડ કર. ધન અને ધર્મની વૃદ્ધિ કરવી અને સર્વે લોકે ઉપર ઉપકાર કરવો એ રાજ્ય શાસનને નિયમ છે.” આ પ્રમાણે બીચારી પ્રજાને પીડનારા દુષ્ટ લક્ષ્મીથી મદોન્મત્ત બનેલા એવા અનેક પુરુષોને મદ ઉતારી તેમને આમ્રવૃક્ષની પેઠે નમ્ર બનાવ્યા. આવી રીતે તે પ્રજાને સંતોષ પમાડવામાં કુશલ હતો તેમ પાકે મુસદી પણ હતું. તેનું જવલંત ઉદાહરણ નીચે પ્રમાણે છે. એક વખતે દીલ્હીના બાદશાહ મોજુદીનની માતા મુદ્દે હજ કરવા પિતાના રાજ્યમાં થઈને ખાનગી રીતે જતી હતી અને તેની ખબર મંત્રીને પડી એટલે તેણે તરતજ પિતાના ચરપુરુષો પાસે લુંટાવી. આમ હેરાન થઈ માટે રાજમાતા ફરીયાદ લઈને વસ્તુપાલ પાસે ગઈ. મંત્રીએ જાણે કાંઈ બન્યું જ નહોય તેમ ઠાવકાઈ રાખી તેની બધી બીના સાંભળી લઈ તેને આશ્વાસન આપી પોતાને ત્યાં ઉતારે કરાવી લુંટનાર મનુષ્યોને પાસે બોલાવી ધધડાવી બધો માલ પાછો અપાવ્યો અને પછી પોતે પણ તેની સાથે ઠેઠ મક્કા યાત્રા કરવા ગયો અને ત્યાં જઈ કીમતી મુક્તાફલનું એક તોરણ ચડાવ્યું. પછી તે રાજયમાતા સાથે જ પાછો આવ્યો અને તેમના આગ્રહથી ઠેઠ દીલ્લી ગયો. પછી જ્યારે રાજયમાતાના મુખથી બધા સમાચાર બાદશાહે સાંભળ્યા ત્યારે તે બહુ ખુશી થયો અને વસ્તુપાલને એક ઉદાર અને પરોપકારી નર જાણી માન આપ્યું અને વસ્તુપાલ સાથે મૈત્રી બાંધી. આવી રીતે એક વીરોધી મુસલમાન બાદશાહ સાથે એક રાજાના મંત્રી તરીકે મૈત્રી બાંધી પોતાના રાજ્યને નિષ્કટેક બનાવ્યું. ટુંકાણમાં એટલું જ કે તેની મંત્રી તરીકેની કારકીર્દિ બહુ ઉત્તમ હતી. હવે આપણે તેનું યોદ્ધા તરીકેનું જીવન જોઈએ. દ્ધા તરીકેનું જીવન તે વખતના સૌરાષ્ટ્રના મન્મત્ત રાજવી સાંગણ અને ચામુંડકે જેઓ વિરધવળના સાળા થતા હતા તે બન્ને જણાએ એક સંપ કરી ગુર્જરેશ્વરની આજ્ઞા સ્વીકારવાની ના પાડી. વીર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11