Book Title: Jain Mantrio Author(s): Nyayavijay Publisher: Z_Jain_Sahitya_Sambandhi_Lekhono_Sangraha_005198_HR.pdf View full book textPage 7
________________ જેને મંત્રીઓ ધવલે સલાહને માટે ઘણાં કહેણ મોકલ્યાં. અંતે પિતાની સ્ત્રી સાંગણની બહેન જયેલતાને પણ તેને સમજાવવા મોકલી. પરંતુ મદોન્મત્ત રાજવીએ તેનું માન્યું નહી અને ગુજરેશ્વરની પત્ની (પિતાની બહેન ) નું અપમાન કર્યું. આને બદલે લેવા વસ્તુપાલ મહારાણા વીરધવલ સહિત ત્યાં ગયો અને બહાદુરીથી લડી તે બન્ને ભાઈને માર્યા અને તેમના પુત્રને ગાદીએ બેસાડી ગુર્જરેશ્વરને ડંકે વગડાવ્યો. આવી રીતે ભદ્રેશ્વર ( કચ્છ ) ના મહારાણું ભીમસિંહ ગુજરેશ્વરની આજ્ઞાનો અનાદર કર્યો હતો. વિરધવલે તેની પાસે ખંડણી માગી પરંતુ તેણે તે આપવાની ના પાડી તેનું મુખ્ય કારણ તો એમ હતું કે માળવાના રાજાને ત્રણ કુંવરે ત્યાંથી રીસાઈને પહેલાં ગુર્જરેશ્વર પાસે ગયા હતા અને ત્યાં નોકરીની માગણી કરી અને પગારમાં એક લાખ ક્રમે ભાગ્યા. ગુર્જરેશ્વરે તેની ના પાડી છે કે ખરી રીતે આ ત્રણે ભાઈઓને રાખી લીધા હેત તો રાજ્ય દષ્ટિએ લાભ હતા, કારણ કે એ ત્રણે ભાઈ બહુ યુદ્ધકુશલ અને બલિષ્ટ હતા. પછી ત્રણે ભાઈ ત્યાંથી નિરાશ થઈ ભદ્રેશ્વરમાં ગયા અને ત્યાંના ભીમસિંહે તેમને રાખી લીધા. એ ત્રણે ભાઇની યુદ્ધકુશલતા અને બહાદુરીના બલથી ભીમસિંહને ગર્વ ચડ્યો અને તેથીજ ગુર્જરેશ્વરની આજ્ઞાને તેણે અનાદર કર્યો હતો. ગુજરેશ્વર પિતે ત્યાં યુદ્ધ કરવા ગયે પરંતુ સૈન્ય થાકેલું હોવાથી પ્રથમ હાર ખાવી પડી. ત્યાં તો વસ્તુપાલ બીજી બાજુથી સૈન્ય લઈ ત્યાં આવી ચડ્યો. વસ્તુપાલના યુદ્ધકૌશલ્યની અત્યારે ખરેખરી કસોટી હતી. ગુજરેશ્વર હતાશ થર્યો હતો. શત્રુ એ ત્રણે ભાઈઓના બલથી બહુ જે માં હતો અને વળી પેલા પણ શત્રુનાજ દેશમાં હતા. વસ્તુપાલે કપટથી સૈન્યને ચારે બાજુ વહેંચી નાંખી થોડા સૈન્ય સાથે યુદ્ધ આ દર્યું. જ્યાં શત્રુ બરાબર મધ્યમાં આવ્યો કે તેની ચારે બાજુથી સૈન્ય મારો ચલાવ્યો આ ચારે બાજુના મારે ભીમસિંહના સન્યમાં ભંગાણ પાડયું. અંતે ભીમસિંહ હાર્યો, મરાયો અને ગુર્જરેશ્વરનો વિજય થયો. તેના છોકરાને ગાદીએ બેસાડી ગુર્જરેશ્વરની આણ પ્રવર્તાવી ત્યાંથી વિજયલક્ષ્મી સહિત પાછો રાધાનીમાં આવ્યો. હજી તો યુદ્ધમાંથી હમણાં જ વસ્તુપાલ આવ્યો ત્યાં તે ખબર સાંભળી કે ગોધરાના રાજ ઘુઘરે ગુર્જરેશ્વરની ધુંસરી ફેકી દઈ સ્વતંત્ર રીતે પ્રજાને ત્રાસ આપવા માંડ્યો છે. ગુર્જરેશ્વરે નીતિ પ્રમાણે દૂતારા ખબર આપી પરંતુ તે મદોન્મત્ત બનેલા રાજવીએ કાંઈ માન્યું નહિ અને સાથે પિતાના દૂતધારા કાજળ કાચળી અને સાડી ગુર્જરેશ્વરને માટે ભેટ મોકલી અને સાથે પત્ર લખી ગુજરેશ્વરનું આખી ગુજરાતનું સુખ અપમાન કર્યું. ગુર્જરેશ્વર આ જોઈ ચકિત થયે. તેની આંખમાંથી અંગારા ઝરવા માંડ્યા. તેણે પોતાની લાલચોળ આંખો સભામાં ફેરવી કે કઈ વીર પુરુષ ઉઠે, પરંતુ તેની સભામાંથી તે મદોન્મત્ત બનેલા રાજવી સામે જવાની કેઇની હીંમત ન ચાલી ઘુઘરની હાક આખા ગુજરાતમાં બહુ સખ્ત હતી. તેણે ફરી વાર સભામાં જોયું પરંતુ કેઈ ને ઉડયું. અંતે તેની નજર મંત્રી પર ઠરી. વસ્તુપાળ સમજી ગયો. તે બીડું ઝડપવા ઉો અને તેણે હાકલ મારી. તેનામાં હજી પણ પિતાના પુર્વજો (ક્ષત્રિઓ) નું લોહી ઉછળી રહ્યું હતું. તેની હાલથી સભા ગાજી ઉઠી. પિતે બીડું સ્વીકારવાની હા પાડી. ત્યાં તો તેના નાનાભાઈ તેજપાલે તે વિ. ૬. ૧૦ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 5 6 7 8 9 10 11