Book Title: Jain Mantrio
Author(s): Nyayavijay
Publisher: Z_Jain_Sahitya_Sambandhi_Lekhono_Sangraha_005198_HR.pdf

View full book text
Previous | Next

Page 8
________________ ૭૦ જૈનવિભાગ બીડું પિતાના ભાઈ પાસેથી ઝુંટવી લઈ પિતે તેને સ્વીકાર કર્યો. આખી સભાએ, ખુદ ગુજરેશ્વરે તેને ધન્યવાદ આપે. બીજે દિવસે સવારે તે નવું સત્ય લઈ ઘુઘર સામે ગયા. ઘુઘર તેનું સ્વાગત કરવા પહેલેથી જ તૈયાર હતો. જો કે લડાઈના બહાનાની જરૂર નહોતી છતાં તેજપાળે જતાં વેંત જ તેનું અમૂલ્ય એવું ગૌધનનું હરણ કર્યું. તેજપાળે સાપને ફરી છે. ડશે. લડાઈ શરૂ થઈ. ઘુઘર બળવાન હતા. સૈન્ય સામગ્રી પણ તેની પાસે જબરી હતી. યુદ્ધના પહેલા ઉફાળામાં શત્રુ મદેન્મત્ત હોવાથી કંઈક જીતતો જણાય, પરંતુ ઉફાળો તે ઉફાળે જ. તેજપાળે પેલા ઉફાળામાંજ શત્રનું બળ માપી લીધું અને તેને નિર્બળ બનાવ્યો. બીજે દિવસે તેજપાળે સૈન્ય ગોઠવી વ્યુહ રચ્યો. ઘુઘર તેમાં સપડાયો અને અંતે જીવતો પકડાયો. તેજપાળે કાજલ કાંચળી અને સાડી યાદ કરાવી તેને કાષ્ઠના પીંજરમાં પુર્યો. આવી રીતે ગુજરેશ્વરની આજ્ઞા પ્રવર્તાવી તેજપાળ તેને અખૂટ ધનભંડાર લુંટી ડઈ થઈ શત્રુ સહિત રાજધાનીમાં આવ્યું. ગુર્જરેશ્વરે તેને બહુ સન્માનપૂર્વક પુરપ્રવેશ કરાવ્યો અને સભામાં પણ પુષ્કળ માન આપ્યું અને ઘુઘરને ગુર્જરેશ્વર માટે મોકલેલી કાજળ કાંચળી અને સાડી ભર સભા વચ્ચે તેને પરાણે પહેરાવી. ભાની ઘુઘરને આ અપમાન અસહ્ય લાગ્યું અને જીભ કરડી સભા વચ્ચે આપઘાત કરી મુ. બીજાં છુટક યુદ્ધ પણ તેણે કર્યા હતાં પરંતુ તે એટલાં બધાં પ્રસિદ્ધ નથી. સામંત પાળ આદિના યુદ્ધ સામાન્ય છે એટલે તેનું વર્ણન હું નહી આપે. આવી રીતે સારા યુદ્ધવિશારદ તરીકે પણ તેની કીર્તિ બહુ સારી છે. તે ચુસ્ત જૈન ધર્મ હતો (કે જેના દાખલા આગળ આવશે) છતાં તે કાયર કે નિર્બળ નહતા. અત્યારના કેટલાએક વાણીઓની દુર્બળતા જોઈ કઈ કઈ લેખક મહાશય એમ ઠસાવવા માગે છે કે જૈનેએ હિંદુસ્તાનને અહિંસાને ઉપદેશ આપી બાયલ કરી નાખ્યો છે. પરંતુ તે લેખક મહાશયો દીઘ. દૃષ્ટિથી જોશે તે માલમ પડશે કે તેમના તે આક્ષેપમાં કેટલું સત્ય છે. વસ્તુપાળ, તેજપાળ તથા આગળ થયેલા સંપ્રતિ, આમ, કુમારપાળ, આદિ રાજાઓ તથા અભયકુમાર, વિમલ, ઉદે, મુંજાલ, આદિ મંત્રીઓનાં જ્વલંત ઉદાહરણ મેજુદ છે. ઘણા ચુસ્ત વાણુઆઓએ પિતાના દેશ માટે પિતાના રાજા માટે અને સ્વરક્ષણ માટે કલમની પેઠે તીલણ પાણદાર તરવાર પણ ઉપાડી છે. માટે તે આક્ષેપ કરનાર લેખક મહાશયને મારી નમ્ર પ્રાર્થના છે કે તેમણે આક્ષેપ કરતાં પહેલાં દીર્ધદષ્ટિથી વિચાર કરવો. આ જરા વિષયાંતર થયું. હવે મુળ બાબત ઉપર આવીને આપણે પરદુઃખભંજન તરીકેની તેની કારકીર્દિ જોઈએ. પરદુઃખભંજન તરીકે. આપણે પ્રથમ જોઈ ગયા છીએ કે તેણે શઠ પુરુષને શિક્ષા કરી સંત પુરુષોને સુખી કર્યા હતા. બીજી રીતે પણ ઘણાં મનુષ્યોને ગુપ્ત દાન આપી કાળના ગ્રાસમાંથી બચાવી લીધા હતા તથા વાવ કુવા સરવર તથા પરબ આદિ મંડાવીને પણ પોતાની પરદુઃખભંજકતા દેખાડી છે. એક વખત ખંભાતમાં આકાશના સૂર્ય સમાન અભિમાનનું પુતળું અને સત્તાના અવતાર સરખા અને લક્ષ્મીના મદથી મદોન્મત બનેલા અને રણાંગણમાં વીરરન સરખા દીક નામના વેપારીએ ખંભાતની પ્રજાને બહુ પીડા કરવા માંડી. તેની બીકથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11