Book Title: Jain Mantrio
Author(s): Nyayavijay
Publisher: Z_Jain_Sahitya_Sambandhi_Lekhono_Sangraha_005198_HR.pdf

View full book text
Previous | Next

Page 1
________________ જૈન મંત્રીઓ ૬ જૈન મંત્રીઓ (લેખક-આચાર્ય મુનિ ન્યાયવિજયજી) ૧ વિમલ મંત્રી. ભીમ બાણાવળીને મંત્રી વિમલમંત્રી ચુસ્ત જૈન, અને દયાધર્મ પાળનાર શ્રાવક હતે છતાં એક સારા યુદ્ધવિશારદ તરીકે એક સારા મુત્સદી તરીકે એક દાનવીર તરીકે તેની કીર્તિ તેનું નામ અને કામ ગુજરાતના ઇતિહાસમાં જવલંત ભાવે પ્રકાશી રહેલ છે. વિમલનું જન્મસ્થળ પાટણ હતું. તેના પિતાનું નામ વીર અને માતાનું નામ વીરમતિ હતું. તેના દાદા (વીરના પિતા) ગુજરાતના પ્રથમ રાજા, ગુજરાતના રાજ્યના પ્રથમ સ્થાપક શ્રી વનરાજ ચાવડાના દંડનાયક હતા. “ગુજરાતની રાજય ગાદીના મુળ પુરુષથી માંડી અંતિમ ચક્રના-સારંગદેવ સુધી જેનેએ ઓછાવત્તા પ્રમાણમાં સત્તા ભોગવી છે.” તેવી રીતે વિમલના દાદા લાહીર પણ વનરાજના દંડનાયક હતા. તેઓ બહુ પ્રતાપી અને મુસદી હતા. તેઓ પરવાડ વંશના હતા કે જેના પૂર્વજો ક્ષત્રિય વંશના હતા. તે વખતે ઘણું રજપુત જેનો હતા. એટલે લાહીરના શરીરમાં પોતાના પૂર્વજ ક્ષત્રિયનું લેહી પણ ફરતું હતું. વિમલને પિતા વીર બહુ ધર્મચુસ્ત હતો અને પોતાની જીંદગીને ઘણે ખરે વખત તેણે ધર્મકાર્યમાં જ ગાળે હતો. વિમલ દિવસે દિવસે બીજના ચંદ્રની જેમ વૃદ્ધિ પામવા લાગ્યો. તેના પિતાએ તેને પાંચ વર્ષની ઉંમરે નિશાળે મુ. વિમલ પિતાની તીક્ષ્ણ બુદ્ધિના બળે બહુ થોડા વખતમાં જ્ઞાન સંપાદન કરી ભણવાનું ૧ છેડી પિતાને ઘેર બેઠે. હવે પુત્રને યોગ્ય વયને જાણું ધર્મ પિતાએ પુત્ર ઉપર ઘરને બધે ભાર મુકી પતે દીક્ષા લઈ ત્યાંથી ચાલી નીકળ્યો. તેના પિતા દીક્ષા લઈને ગયા પછી તેની માતાને એમ લાગ્યું કે મારે પુત્ર નાની ઉંમરને છે અને તેના દુશ્મને રખેને તેને મારી નાખે એ ભયથી પિતાના પુત્રને લઈને રહેવાને પિયર ગઈ. વિમલ ગામડામાં ગ્રામ્ય અને સાદું જીવન ગાળતા અને ત્યાં તેણે બાણ ફેંકવાની કળામાં સારી પ્રવીણતા મેળવી. તેની આ અદ્ભુત બાણકળા અને બાહુબળની સર્વત્ર પ્રશંસા થવા લાગી. અને આ પ્રશંસા સાંભળી પાટણના નગરશેઠે લાહીર મંત્રીના પૌત્ર વિમલને પિતાની એકની એક કન્યા આપી. શીલ લગઈ તૂટી અંબિકા, ત્રિણિવર દીધા પિતિઈ થકા. બાણ પ્રમાણ ગાઉ તે પચ, હય લક્ષણના લક્ષ પ્રપંચ -૭૨. ૧. તે ભણી ઉતર્યો ત્યારનું તેનું રસમય વર્ણન કરતાં કવિવર શ્રી લાવણ્યસમય વિમલની વિદ્યારંભની પ્રશંસા બહુ સારી રીતે કરે છે. લંબાણ માટે જુઓ વિમલપ્રબંધ પૃષ્ટ-૧૨૨. ૨. આને માટે કવિ લાણ્યસમય વદે છે કે તેને અંબા માતાની કૃપા હતી. અને માતાએ તેને ત્રણ વરદાન આપ્યાં હતાં. તેને માટે જુઓ વિમલપ્રબંધ પૃષ્ટ ૧૩૧, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11