Book Title: Jain Mantrio Author(s): Nyayavijay Publisher: Z_Jain_Sahitya_Sambandhi_Lekhono_Sangraha_005198_HR.pdf View full book textPage 4
________________ જનવિભાગ ચુંબી જિન મંદિરે કરાવ્યાં હતાં. તે વખતે ચંદ્રાવતી જેનપુરી તરીકે પણ ઓળખાતી હતી આવી રીતે વિમલમંત્રીએ જેમ પિતાની પૂર્વ જીંદગી અર્થ અને કામમાં વાપરી, રાજાના મંત્રી તરીકે, એક યોદ્ધા તરીકે અને અંતે એક રાજા તરીકે જેમ પિતાની કીર્તિ તેણે મેળવી તેમ એક ધમ પુરુષ, દાનેશ્વરી પુરુષ, અને ગુજરાતને શોભાવનાર તરીકે પણ તેની કીર્તિ અખંડ રહેશે. અંતમાં આપણે તેની કીર્તિનું કવિવર શ્રી લાવણ્યસમયનું બનાવેલું એકાદ કવિત જોઈએ તે તે અસ્થાને નહિ કહેવાય. आम कित्ति किहां लगह, जोइ उत्तर अणु उत्तर, जाम कित्ति किहां लगइ, पुग्वि नही निरति निरंतर, आम कित्ति किहां लगइ, पेक्खि पश्चम समुद्र पर. आम कित्ति किहां लगइ, देषि दक्षण दिगि अंतर, पायालि कित्ति पनंग करइ, उंची इंद्र सभा लगइ. लावण्यसमय कहि विमल तूह, कित्ति त्रिभावनि झगमगइ, જુઓ વિમલ પ્રબંધ પૃષ્ટ ૩૬૨, ૭૮ આ અર્થ સુગમ હેવાથી આપેલ નથી. આવી રીતે વિમલની કીર્તિ ગુર્જરેશના મહામંત્રી તરીકે, એક સેનાધિપતિ તરીકેચંદ્રાવતીશ-રાજા તરીકે, જગપ્રસિદ્ધ છે. પરંતુ એક વ્યાપારી તરીકે વિમલની કીર્તિ નથી પ્રસરી, છતાં પણ એક ગુજરાતી પંચાંગમાં વિમલમંત્રીને મંત્રીશ્વર તરીકે નહિ એાળખાવતાં વેપારી તરીકે ઓળખાવવાની બાળચેષ્ટા થઈ હતી. આ ઉપરથી સુજ્ઞ વાચકે જોઈ શકશે કે વિમલની કીર્તિ મંત્રી તરીકે કેટલી પ્રસરી છે, અને વેપારી તરીકે કેટલી પ્રસરી છે? તે વખતના બધા કવિઓ અને લેખકે જ્યારે વિમલને મંત્રી તરીકે ઓળખાવે છે ત્યારે એક કેઈ વિમલને વેપારી તરીકે ઓળખાવવાને પ્રયત્ન કરી ન્યાય (!) નું દર્શન કરાવી રહ્યા છે તે કેટલું યોગ્ય છે. આ જગપ્રસિદ્ધ આબુ ઉપરનાં મંદિર બંધાવ્યા પછી વિમલને આત્મા આ ભૂલોક છેડી સ્વર્ગે સિધાવ્યો. ૨ મહામંત્રી વસ્તુપાલ. ગુજરાતના મહારાણું વિરધવળના મહામંત્રી શ્રી વસ્તુપાળ અને તેજપાળનાં નામ અને કામથી ગુજરાત અજાણ્યું નથી. તે બંને મંત્રીઓની કીતિને રણકાર હજી સુધી ભેરીની પેઠે મધુર અને આનંદદાયક રીતે વાગી રહેલ છે. ૧ કાળચક્રના ક્રમાનુસાર કોઈ પણ વસ્તુ અમર નથી. અત્યારે કળીયુગના પરિબળે મોટા મેટાં નગરનાં ખંડિએર થઈ ગયાં છે. અરે તેના અસ્તિત્વની નીશાની સરખી પણ હાથ નથી આવતી. તેવી રીતે વિમલની એ રાધાની ચંદ્રાવતી પણ મુસલમાન રાજાઓની કરતાને ભેગા થઈ પડી લાગે છે. અત્યારે ત્યાં પુરાતની નિશાની પણ નથી રહી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11