Book Title: Jain Mantrio
Author(s): Nyayavijay
Publisher: Z_Jain_Sahitya_Sambandhi_Lekhono_Sangraha_005198_HR.pdf

View full book text
Previous | Next

Page 5
________________ જૈન મંત્રીઓ તેમનું જન્મ સ્થળ, આ બંને ભાઈઓનું જન્મસ્થળ સુંટાલક નગર હતું અને તેમના પિતા પ્રાગવાટ (પિરવાડ) વંશીય નામે અશ્વરાજ મંત્રી અને માતા સાભુરાજ મંત્રીની પુત્રી કુમારદેવી હતું. કુમારદેવીને ત્રણ પુત્રો હતા—નામે મલદેવન, વસ્તુપાળ, તેજપાળ અને ઝહમાં આદિ સાત બહેને હતી. અશ્વરાજ મહારાણું વિરધવલની આજ્ઞાથી સુંટાલક નગરના મંત્રી તરીકે ત્યાં જ રહેતો હતો. તેણે પિતાના પુત્રને સારી રીતે વિધિ અભ્યાસ કરાવી પિતાનું સ્થાન સાચવે તેવી ઉત્તમ કેળવણી આપી હતી. આપણું ચરિત્રનાયક શ્રી વસ્તુપાળનાં સાક્ષાત લક્ષ્મી સરખી લીલાવતી નામે સ્ત્રી સાથે લગ્ન થયાં હતાં અને તેજપાળનાં સાક્ષાત્ સરસ્વતી સરખી અને પમા દેવી સાથે લગ્ન થયાં હતાં. થોડા વખત પછી અશ્વરાજ મંત્રીનું મરણ થયું એટલે માતાના આગ્રહથી ત્યાંથી નીકળી માંડલમાં આવી વાસ કર્યો. ત્યાં તેઓ પિતાના દિવસો આનંદમાં ગાળતા હતા. એક વખતે તેઓ માતાની સાથે યાત્રાએ નીકળ્યા. બધે સ્થાને યાત્રા કરી પાછા વળતાં ધ્વલકપુર (ઘેલકા) માં રાજ્ય પુરોહિત સોમેશ્વર ભટ્ટ સાથે તેમને મંત્રી થઈ અને તેમના આગ્રહથી તેઓ છેલકામાં રહ્યાં. તે વખતે ગુજરાતના રાણું વરધવલને એક સારા મંત્રીની જરૂર હતી. તેને સામાન્ય રીતે તપાસ કરતાં ખબર પડી કે તે પદવીને યોગ્ય વસ્તુપાળ અને તેજપાળ છે (વસ્તુપાળ ચરિત્રકાર કહે છે કે તેમને સ્વપ્નામાં કેદ દેવ આવી કહી ગયો હતો.) બીજે દીવસે ખાનગીમાં રાજાએ પુરોહિતને પુછયું અને તેમાં તેણે ખાસ સમંતિ પૂર્વક કહ્યું કે તેમનાથી આપણા રાજ્યની આબાદી થશે. કારણ કે એ સમયે ગુજરાતના ઘણાખરા રાજાઓના મંત્રીએ વાયા જ હતા. માટે તેમને તે પદવી ખાસ આપવી રાજાએ તે વખતે વસ્તુપાળ તેજપાળને બોલાવી મંત્રીપદ સ્વીકારવા આગ્રહ કર્યો. વસ્તુપાળે એક સરત પૂર્વક મંત્રીપદ સ્વીકાર્યું. વસ્તુપાલ હવે એક સામાન્ય મનુષ્ય મટી ગુજરાતને માહાન મંત્રી થયો. તેનું જીવન (૧) પ્રધાન તરીકે (૨) મહાન યોદ્ધા તરીકે (૩) પરદુઃખભંજન તરીકે (૪) કવિ તરીકે અને વિના આશ્રયદાતા તરીકે અને (૫) ધમાં તરીકે સંપૂર્ણ છે. હવે આપણે ટુંકાણમાં તેના જીવનની કારકીર્દિ જોઈશું. પ્રધાન તરીકે, આપણે પ્રથમ તેની પ્રધાન તરીકેની કારકીર્દિ જોઈએ. વસ્તુપાળચરિત્રકાર ટુંકમાં તેનું બહુ સારું ખ્યાન આપે છે. તેને સાર નીચે પ્રમાણે છે. ૧ મલદેવ વસ્તુપાલને મોટો ભાઈ છે છતાં તેના જીવન સાથે અહીં સંબંધ નહિ હોવાથી માત્ર નામથી જ ઓળખાણ કરાવી છે. ૨ કે જ્યારે કઈ ચાડી પુરુષ આપને અમારી વિરુદ્ધ બેટું ભરમાવી જાય અને આપને કેપ આવે ત્યારે તમારે અમારું અત્યારે જેટલું દ્રવ્ય છે તે અને કુટુંબ સહિત રજા આપવી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11