Page #1
--------------------------------------------------------------------------
________________
જૈન મંત્રીઓ ૬ જૈન મંત્રીઓ (લેખક-આચાર્ય મુનિ ન્યાયવિજયજી)
૧ વિમલ મંત્રી. ભીમ બાણાવળીને મંત્રી વિમલમંત્રી ચુસ્ત જૈન, અને દયાધર્મ પાળનાર શ્રાવક હતે છતાં એક સારા યુદ્ધવિશારદ તરીકે એક સારા મુત્સદી તરીકે એક દાનવીર તરીકે તેની કીર્તિ તેનું નામ અને કામ ગુજરાતના ઇતિહાસમાં જવલંત ભાવે પ્રકાશી રહેલ છે.
વિમલનું જન્મસ્થળ પાટણ હતું. તેના પિતાનું નામ વીર અને માતાનું નામ વીરમતિ હતું. તેના દાદા (વીરના પિતા) ગુજરાતના પ્રથમ રાજા, ગુજરાતના રાજ્યના પ્રથમ સ્થાપક શ્રી વનરાજ ચાવડાના દંડનાયક હતા. “ગુજરાતની રાજય ગાદીના મુળ પુરુષથી માંડી અંતિમ ચક્રના-સારંગદેવ સુધી જેનેએ ઓછાવત્તા પ્રમાણમાં સત્તા ભોગવી છે.” તેવી રીતે વિમલના દાદા લાહીર પણ વનરાજના દંડનાયક હતા. તેઓ બહુ પ્રતાપી અને મુસદી હતા. તેઓ પરવાડ વંશના હતા કે જેના પૂર્વજો ક્ષત્રિય વંશના હતા. તે વખતે ઘણું રજપુત જેનો હતા. એટલે લાહીરના શરીરમાં પોતાના પૂર્વજ ક્ષત્રિયનું લેહી પણ ફરતું હતું. વિમલને પિતા વીર બહુ ધર્મચુસ્ત હતો અને પોતાની જીંદગીને ઘણે ખરે વખત તેણે ધર્મકાર્યમાં જ ગાળે હતો.
વિમલ દિવસે દિવસે બીજના ચંદ્રની જેમ વૃદ્ધિ પામવા લાગ્યો. તેના પિતાએ તેને પાંચ વર્ષની ઉંમરે નિશાળે મુ. વિમલ પિતાની તીક્ષ્ણ બુદ્ધિના બળે બહુ થોડા વખતમાં જ્ઞાન સંપાદન કરી ભણવાનું ૧ છેડી પિતાને ઘેર બેઠે. હવે પુત્રને યોગ્ય વયને જાણું ધર્મ પિતાએ પુત્ર ઉપર ઘરને બધે ભાર મુકી પતે દીક્ષા લઈ ત્યાંથી ચાલી નીકળ્યો.
તેના પિતા દીક્ષા લઈને ગયા પછી તેની માતાને એમ લાગ્યું કે મારે પુત્ર નાની ઉંમરને છે અને તેના દુશ્મને રખેને તેને મારી નાખે એ ભયથી પિતાના પુત્રને લઈને રહેવાને પિયર ગઈ. વિમલ ગામડામાં ગ્રામ્ય અને સાદું જીવન ગાળતા અને ત્યાં તેણે બાણ ફેંકવાની કળામાં સારી પ્રવીણતા મેળવી. તેની આ અદ્ભુત બાણકળા અને બાહુબળની સર્વત્ર પ્રશંસા થવા લાગી. અને આ પ્રશંસા સાંભળી પાટણના નગરશેઠે લાહીર મંત્રીના પૌત્ર વિમલને પિતાની એકની એક કન્યા આપી.
શીલ લગઈ તૂટી અંબિકા, ત્રિણિવર દીધા પિતિઈ થકા. બાણ પ્રમાણ ગાઉ તે પચ, હય લક્ષણના લક્ષ પ્રપંચ -૭૨.
૧. તે ભણી ઉતર્યો ત્યારનું તેનું રસમય વર્ણન કરતાં કવિવર શ્રી લાવણ્યસમય વિમલની વિદ્યારંભની પ્રશંસા બહુ સારી રીતે કરે છે. લંબાણ માટે જુઓ વિમલપ્રબંધ પૃષ્ટ-૧૨૨.
૨. આને માટે કવિ લાણ્યસમય વદે છે કે તેને અંબા માતાની કૃપા હતી. અને માતાએ તેને ત્રણ વરદાન આપ્યાં હતાં. તેને માટે જુઓ વિમલપ્રબંધ પૃષ્ટ ૧૩૧,
Page #2
--------------------------------------------------------------------------
________________
જૈનવિભાગ નવ નવ રૂપ નિરતિ નિર્મલા, ત્રીજી અભુત અક્ષર કલા.
વર દેઈ દેવી સંચરી, વિમલ વધાવિ વિધાધરી–૭૩. વિમલનું મોસાળ બહુ ગરીબ હતું એટલે તેનાથી વિમલને પરણાવવાનું ખર્ચ થઈ શકે તેમ નહોતું વિમલની માતાએ પણ કહ્યું કે પૈસા સિવાય હું વિમલનાં લગ્ન નહિ કરું. કારણ કે તેના દાદા લાહીર મંત્રી હતા માટે તેમના કુટુંબને છાજે તેમ તેનાં લગ્ન થવાં જોઈએ. આમ રકઝક કરતાં એક વખત વિમલને ખેતરમાંથી ખોદતાં પુષ્કળ ધન મળ્યું. અને તે પસાથી તેના કુટુંબને છાજે તેવી સારી રીતે લગ્ન કરવામાં આવ્યાં. વિમલ હવે પાટણ રહેવા આવ્યા અને ત્યાં પિતાની અદ્ભુત બાણકળાને પરિચય એક વખતે ગુર્જરેશ ભીમને કરાવ્યો. ભીમે તેની બાણકળાથી ખુશી થઈ તેને માટે સેનાધિપતિ ની. વિમલ પિતાની ચતુરાઇથી ધીમે ધીમે આગળ વધ્યો અને ઠેઠ ગુર્જરેશને મહામંત્રી પણ થશે.
વિમલની મંત્રી તરીકેની કારકીર્દી બહુ પ્રશસ્ય હતી. તે વખતના ગુજરાતના બધા ખંડીઆ રાજાઓ અને મંડલીકે તેનાથી બીતા હતા. તે વખતને ભરૂ ધરાધીશ ભેજને પણ તેણે હરાવ્યો હતો તથા ઠઠ્ઠાને રાજા બમણુ–પંડીઆને પણ તેણે હરાવ્યો હતો. આ સિવાય બીજી મુખ્ય લડાઈ ક્યાંય થઈ નથી લાગતી. પરંતુ વિમલપ્રબંધકાર કહે છે કે પૂર્વના રામનગરના બાર સુલતાનેને તેણે હરાવ્યા હતા. આને માટે અત્યારે તે વિશેષ પુરાવો મળ મુશ્કેલ છે બલકે નથી. છતાં રા. મણીલાલ વ્યાસ આ સંબંધી કાંઈક સમાધાન કરે છે તે આ પ્રમાણે છે. સંવત ૧૦૮૦ માં શહાબુદ્દીન ગોરીએ ગુજરાત ઉપર ચડાઈ કરી અને તેણે ગુજરાત જીત્યું. ગુર્જરેશ હાર્યો નાઠે અને કથકેટના કિલ્લામાં ભરાયો હતો. પછી સુલતાનનું વિજયી સૈન્ય પાછું જતું હતું તે વખતે વિમલે ત્યાં જઈ લાગ સાધી તેના પટાવતે ઉપર જીત મેળવી હોય અને જૈન સાધુઓએ પટાવતેને સુરગાણ નામથી ઓળખાવ્યા હોય તે હકીકત સંભવે છે. (રા. વ્યાસનું આ સમાધાન કંઇક અંશે ઠીક છે પરંતુ હજી વિશેષ માહિતીની જરૂર તો છે જ.) આ સિવાય વિમલે કઈ કઈ લડાઈ કરી તેને કોઈ ખાસ ઉલ્લેખ નથી. પરંતુ જે હકીક્ત મળે છે તે ઉપરથી માલમ પડે છે કે “વિમલ એક બહાદુર યોદ્ધો હતો, પાકે મુત્સદી હતા તે તેણે
૧. કવિ કહે છે કે આ ધન મળ્યું તે પણ માતાના પ્રતાપથી જ.
જુઓ વિમલપ્રબંધ. પૃ. ૧૮૩. ૨. ઈમ કરતાં જુ તુમનિ કેડ, બાણ તણું દેખાડું મોડ
બાલ સુઆરી કરૂ સાથરૂ, પેટી પાન અઠેર ધરઉ–૨૨ કહુ તેમાં વધું મનરંગિ, બાણ ન લાગિ બાલક અંગિ જુ અધિકું ઊછઊં વીંધાઈ, તુ માથું અહ્માફ જાઈ–૨૩ કલા દિષાડું અવર પ્રકારિ, વિલેણ વિલવઈ નારી.
ઝબકઈ વધી જાઈ ઝાલિ, પંપણ પસર ન લાગિ ગાલિ–૨૪ અર્થ સમજાય તેમ છે,
Page #3
--------------------------------------------------------------------------
________________
જૈન મંત્રીઓ પિતાના શમરી (અજમેર) મરસ્થલી (મારવાડ) મેદપાટ (મેવાડ) જ્વાલાપુર વિગેરે સે રાજાને જીતીને મૂurફાતરિત થયો હશે. ગુજરેશે પણ અંતે પિતાની ભૂલ સ્વીકારી. અને તેને મનાવવા ખાતર છત્રચામર ૧ મેકલાવ્યાં. પોતાની ભુલને રાજાએ પશ્ચાતાપ કર્યો અને વિમલે પણ પિતાના રાજાની ભેટ સહર્ષ સ્વીકારી.
વિમલની કીર્તિ હવેથી એક રાજવી તરીકે પ્રસરી અને તે ચંદાર અને ચંદ્રાવતીશ આદિ બીરૂદેથી પ્રસિદ્ધિ પામે.
આવી રીતે વિમલ ચંદ્રાવતીમાં રહી રાજ્ય કરી રહ્યા હતા તેવામાં ત્યાં શ્રી ધર્મઘોષસૂરિ પધાર્યા. તેમણે ચંદ્રાવતીશને ખૂબ ઉપદેશ આપ્યો અને તેના આગ્રહથી તે ત્યાં ચોમાસું રહ્યા. સુરીશ્વરના નિરંતર ઉપદેશથી વિમલને ધર્મ ઉપર અડગ શ્રદ્ધા બેઠી. ગુએ પણ તે શ્રદ્ધાને બરાબર યોગ જોઈ લાભ લીધે અને વિમલને કહ્યું કે અત્યાર સુધીની આખી જીંદગી અર્થ અને કામમાં ગાળી છે માટે હવે કાંઈક ધર્મકાર્ય કરે, પરલોકને માટે કાંઈક ભાથું બાંધે. વિમલને પણ તે ગળે ઉતયું. અંદગીનાં કામે તેને સાંભર્યા. તેણે કહ્યું, ગુરુદેવ આપ કહે તેમ કરવાને તૈયાર છું. ગુએ કહ્યું આબુ ઉપર આપણું એક મંદિર નથી માટે ત્યાં મંદિર બંધાવ. વિમલે તે વાત ખુશીથી સ્વીકારી અને તે દ્વારા પિતાના પાપને ધોઈ નાખી-નિર્મળ થવા પ્રયત્ન આદર્યો.
વિમલે આબુ ઉપર જઈ એગ્ય જગા જોઈ અને તેના પુજારીઓની પાસે જમીનની માગણી કરી, પરંતુ તેમાં કંઈ ફાવ્યો નહિ. પછી તેણે પિતાની સત્તાના બળે જમીન લીધી, પરંતુ પુજારીઓને ખૂબ સમજાવી પુજારીઓના કહેવા પ્રમાણે ન્યાયસર પિતાને જેટલી જમીન જોઈતી હતી તેટલી જમીન સુવર્ણ ટંકાથી પુરી વેચાતી લઇ મંદિર બંધાવવું શરૂ કર્યું. વિમલે તે મંદિરમાં અઢળક દ્રવ્ય વાપરી ઉત્તમ શિલ્પકળાના નમુના રૂપ ભવ્ય, મનેહર, વિશાળ, જિનચૈત્ય બંધાવ્યું. વિમલ ભલે અત્યારે જેતે નથી પરંતુ તેના નિર્મળ આત્મા સમું આ મંદિર તેની કીતિને હજી પણ જવલંત ભાવે પ્રકાશી રહેલ છે. તે મંદિરનાં ગગનચુંબિ શિખર ઉપરની ધ્વજાઓ હજી પણ વિમલના યશપ્રવાહના ઝંકાર ફડફડાટ દ્વારા, જગતને સુણાવી રહેલ છે. અત્યારે વિમલનાં મંદિર જગપ્રસિદ્ધ છે. તેની ઉત્તમ શિલ્પકળાને નમુને ભારતવર્ષમાં બીજે મળો અલભ્ય છે બકે નહિ મળે. તે મંદિરમાં બેસાડવા માટે તેણે અઢાર ભાર પિત્તળની આદિનાથ પ્રભુની (જૈનેના પ્રથમ તિર્થંકર-દેવ) પ્રતિમા કરાવી, અને સં. ૧૦૦૮ માં પોતાના પરમ ગુરુ શ્રી ધર્મશેષ સૂરી પાસે તેની પ્રતિષ્ઠા કરાવી. જ્યારે આબુ ઉપર મંદિર પૂર્ણ થયું અને પ્રભુને પધરાવી પ્રતિષ્ઠા સ્થાપન કરાવી તે વખતે તેણે ભાટ ચારણેને પુષ્કળ દાન આપ્યું હતું. આ દાનનું મનહર વર્ણન કવિ લાવણ્યસમય બહુ લંબાણથી આપે છે. પરંતુ તે જ ભયે એ અહીં નથી આપ્યું.
આવી રીતે જે નગરમાં પિતે રહેતો હતો તેમાં પણ તેણે ઘણું ભવ્ય અને ગગન
૧ કથાકેલ અને પ્રબંધસંગ્રહમાં લખ્યું છે કે વિપત્તમાન જીવવામનહિ હા જતિ કૃતઃ વિમઃ જુઓ વિમલપ્રબંધ પૃષ્ટ ૬૭.
Page #4
--------------------------------------------------------------------------
________________
જનવિભાગ ચુંબી જિન મંદિરે કરાવ્યાં હતાં. તે વખતે ચંદ્રાવતી જેનપુરી તરીકે પણ ઓળખાતી હતી આવી રીતે વિમલમંત્રીએ જેમ પિતાની પૂર્વ જીંદગી અર્થ અને કામમાં વાપરી, રાજાના મંત્રી તરીકે, એક યોદ્ધા તરીકે અને અંતે એક રાજા તરીકે જેમ પિતાની કીર્તિ તેણે મેળવી તેમ એક ધમ પુરુષ, દાનેશ્વરી પુરુષ, અને ગુજરાતને શોભાવનાર તરીકે પણ તેની કીર્તિ અખંડ રહેશે. અંતમાં આપણે તેની કીર્તિનું કવિવર શ્રી લાવણ્યસમયનું બનાવેલું એકાદ કવિત જોઈએ તે તે અસ્થાને નહિ કહેવાય.
आम कित्ति किहां लगह, जोइ उत्तर अणु उत्तर, जाम कित्ति किहां लगइ, पुग्वि नही निरति निरंतर, आम कित्ति किहां लगइ, पेक्खि पश्चम समुद्र पर. आम कित्ति किहां लगइ, देषि दक्षण दिगि अंतर, पायालि कित्ति पनंग करइ, उंची इंद्र सभा लगइ. लावण्यसमय कहि विमल तूह, कित्ति त्रिभावनि झगमगइ,
જુઓ વિમલ પ્રબંધ પૃષ્ટ ૩૬૨, ૭૮ આ અર્થ સુગમ હેવાથી આપેલ નથી.
આવી રીતે વિમલની કીર્તિ ગુર્જરેશના મહામંત્રી તરીકે, એક સેનાધિપતિ તરીકેચંદ્રાવતીશ-રાજા તરીકે, જગપ્રસિદ્ધ છે. પરંતુ એક વ્યાપારી તરીકે વિમલની કીર્તિ નથી પ્રસરી, છતાં પણ એક ગુજરાતી પંચાંગમાં વિમલમંત્રીને મંત્રીશ્વર તરીકે નહિ એાળખાવતાં વેપારી તરીકે ઓળખાવવાની બાળચેષ્ટા થઈ હતી. આ ઉપરથી સુજ્ઞ વાચકે જોઈ શકશે કે વિમલની કીર્તિ મંત્રી તરીકે કેટલી પ્રસરી છે, અને વેપારી તરીકે કેટલી પ્રસરી છે? તે વખતના બધા કવિઓ અને લેખકે જ્યારે વિમલને મંત્રી તરીકે ઓળખાવે છે ત્યારે એક કેઈ વિમલને વેપારી તરીકે ઓળખાવવાને પ્રયત્ન કરી ન્યાય (!) નું દર્શન કરાવી રહ્યા છે તે કેટલું યોગ્ય છે.
આ જગપ્રસિદ્ધ આબુ ઉપરનાં મંદિર બંધાવ્યા પછી વિમલને આત્મા આ ભૂલોક છેડી સ્વર્ગે સિધાવ્યો.
૨ મહામંત્રી વસ્તુપાલ. ગુજરાતના મહારાણું વિરધવળના મહામંત્રી શ્રી વસ્તુપાળ અને તેજપાળનાં નામ અને કામથી ગુજરાત અજાણ્યું નથી. તે બંને મંત્રીઓની કીતિને રણકાર હજી સુધી ભેરીની પેઠે મધુર અને આનંદદાયક રીતે વાગી રહેલ છે.
૧ કાળચક્રના ક્રમાનુસાર કોઈ પણ વસ્તુ અમર નથી. અત્યારે કળીયુગના પરિબળે મોટા મેટાં નગરનાં ખંડિએર થઈ ગયાં છે. અરે તેના અસ્તિત્વની નીશાની સરખી પણ હાથ નથી આવતી. તેવી રીતે વિમલની એ રાધાની ચંદ્રાવતી પણ મુસલમાન રાજાઓની કરતાને ભેગા થઈ પડી લાગે છે. અત્યારે ત્યાં પુરાતની નિશાની પણ નથી રહી.
Page #5
--------------------------------------------------------------------------
________________
જૈન મંત્રીઓ
તેમનું જન્મ સ્થળ, આ બંને ભાઈઓનું જન્મસ્થળ સુંટાલક નગર હતું અને તેમના પિતા પ્રાગવાટ (પિરવાડ) વંશીય નામે અશ્વરાજ મંત્રી અને માતા સાભુરાજ મંત્રીની પુત્રી કુમારદેવી હતું. કુમારદેવીને ત્રણ પુત્રો હતા—નામે મલદેવન, વસ્તુપાળ, તેજપાળ અને ઝહમાં આદિ સાત બહેને હતી. અશ્વરાજ મહારાણું વિરધવલની આજ્ઞાથી સુંટાલક નગરના મંત્રી તરીકે ત્યાં જ રહેતો હતો. તેણે પિતાના પુત્રને સારી રીતે વિધિ અભ્યાસ કરાવી પિતાનું સ્થાન સાચવે તેવી ઉત્તમ કેળવણી આપી હતી. આપણું ચરિત્રનાયક શ્રી વસ્તુપાળનાં સાક્ષાત લક્ષ્મી સરખી લીલાવતી નામે સ્ત્રી સાથે લગ્ન થયાં હતાં અને તેજપાળનાં સાક્ષાત્ સરસ્વતી સરખી અને પમા દેવી સાથે લગ્ન થયાં હતાં. થોડા વખત પછી અશ્વરાજ મંત્રીનું મરણ થયું એટલે માતાના આગ્રહથી ત્યાંથી નીકળી માંડલમાં આવી વાસ કર્યો. ત્યાં તેઓ પિતાના દિવસો આનંદમાં ગાળતા હતા. એક વખતે તેઓ માતાની સાથે યાત્રાએ નીકળ્યા. બધે સ્થાને યાત્રા કરી પાછા વળતાં ધ્વલકપુર (ઘેલકા) માં રાજ્ય પુરોહિત સોમેશ્વર ભટ્ટ સાથે તેમને મંત્રી થઈ અને તેમના આગ્રહથી તેઓ છેલકામાં રહ્યાં.
તે વખતે ગુજરાતના રાણું વરધવલને એક સારા મંત્રીની જરૂર હતી. તેને સામાન્ય રીતે તપાસ કરતાં ખબર પડી કે તે પદવીને યોગ્ય વસ્તુપાળ અને તેજપાળ છે (વસ્તુપાળ ચરિત્રકાર કહે છે કે તેમને સ્વપ્નામાં કેદ દેવ આવી કહી ગયો હતો.) બીજે દીવસે ખાનગીમાં રાજાએ પુરોહિતને પુછયું અને તેમાં તેણે ખાસ સમંતિ પૂર્વક કહ્યું કે તેમનાથી આપણા રાજ્યની આબાદી થશે. કારણ કે એ સમયે ગુજરાતના ઘણાખરા રાજાઓના મંત્રીએ વાયા જ હતા. માટે તેમને તે પદવી ખાસ આપવી રાજાએ તે વખતે વસ્તુપાળ તેજપાળને બોલાવી મંત્રીપદ સ્વીકારવા આગ્રહ કર્યો. વસ્તુપાળે એક સરત પૂર્વક મંત્રીપદ સ્વીકાર્યું.
વસ્તુપાલ હવે એક સામાન્ય મનુષ્ય મટી ગુજરાતને માહાન મંત્રી થયો. તેનું જીવન (૧) પ્રધાન તરીકે (૨) મહાન યોદ્ધા તરીકે (૩) પરદુઃખભંજન તરીકે (૪) કવિ તરીકે અને વિના આશ્રયદાતા તરીકે અને (૫) ધમાં તરીકે સંપૂર્ણ છે. હવે આપણે ટુંકાણમાં તેના જીવનની કારકીર્દિ જોઈશું.
પ્રધાન તરીકે, આપણે પ્રથમ તેની પ્રધાન તરીકેની કારકીર્દિ જોઈએ. વસ્તુપાળચરિત્રકાર ટુંકમાં તેનું બહુ સારું ખ્યાન આપે છે. તેને સાર નીચે પ્રમાણે છે.
૧ મલદેવ વસ્તુપાલને મોટો ભાઈ છે છતાં તેના જીવન સાથે અહીં સંબંધ નહિ હોવાથી માત્ર નામથી જ ઓળખાણ કરાવી છે.
૨ કે જ્યારે કઈ ચાડી પુરુષ આપને અમારી વિરુદ્ધ બેટું ભરમાવી જાય અને આપને કેપ આવે ત્યારે તમારે અમારું અત્યારે જેટલું દ્રવ્ય છે તે અને કુટુંબ સહિત રજા આપવી.
Page #6
--------------------------------------------------------------------------
________________
જેનવિભાગ
વસ્તુપાલે મંત્રીપદ લીધા પછી આખો રાજ્યકારભાર પિતાના કબજે કરી તેની બરાબર વ્યવસ્થા કરી. કારણ કે “ પિતાના પગ નીચે બળતું પ્રથમ જેવું એ સજજન પુરુષનું કામ છે. ” તેણે રાજ્યવ્યવસ્થા બરાબર કર્યા પછી પોતાની પ્રજાના ખાનગી સુખ દુઃખ નહાળી તેમનાં દુઃખ દૂર કરવા પ્રયત્ન આદર્યો. તેણે ગુજરાતની પ્રજાને ફરીથી સિદ્ધરાજ અને કુમારપાળ આદિ રાજવીઓની યાદી કરાવી. તેણે સંત પુરુષોને માન અને ખલ પુરુષને દંડ આપી રાજ્ય નિષ્કટેક બનાવ્યું. જુના મંત્રીના વખતના કેટલાએક નકરો પાખંડ અને લાંચીયા થઈ ગયા હતા. તેમની પાસેથી લાંચથી એકઠું કરેલું બધું ધન પાછું કઢાવી તે ધનથી તેણે સૈન્યમાં ભરતી કરી; અને જુના પૂજ્ય પુરુષનું પૂજન કરતા, વૃદ્ધોને તેમની યોગ્યતા પ્રમાણે માન આપી રાજય ગુરુશ્રી સામેશ્વર દેવને પ્રસન્ન રાખતા, ગુણવંત જનને બહુ માન આપતા, ધાર્મિક જનને વધાવતા, પ્રવીણ જનેને અગ્રેસર કરતા અને દુષ્ટ જોને ભય બતાવતા. રાજ હંસની પેઠે રાજાના • માનસ” સરેવરમાં રમતાં યથાયોગ્ય રાજ્યવ્યવહાર કરતા અને દુર્જનેની તપાસ રાખતા. “સુમિત્રા ” ને આનંદ આપનાર લમણુની સાથે જેમ રામચંદ્ર સ્વકાર્યની સિદ્ધિ કરી તેમ પિતાના અનુજ બંધુ તેજપાલની સાથે વસ્તુપાલે પણ સ્વીકાર્ય (મંત્રીપદ) ની સિદ્ધિ કરી. “તેના મનમાં એમ જ હતું કે સજજને સત્કાર કરવો અને દુર્જનને દંડ કર. ધન અને ધર્મની વૃદ્ધિ કરવી અને સર્વે લોકે ઉપર ઉપકાર કરવો એ રાજ્ય શાસનને નિયમ છે.” આ પ્રમાણે બીચારી પ્રજાને પીડનારા દુષ્ટ લક્ષ્મીથી મદોન્મત્ત બનેલા એવા અનેક પુરુષોને મદ ઉતારી તેમને આમ્રવૃક્ષની પેઠે નમ્ર બનાવ્યા. આવી રીતે તે પ્રજાને સંતોષ પમાડવામાં કુશલ હતો તેમ પાકે મુસદી પણ હતું. તેનું જવલંત ઉદાહરણ નીચે પ્રમાણે છે.
એક વખતે દીલ્હીના બાદશાહ મોજુદીનની માતા મુદ્દે હજ કરવા પિતાના રાજ્યમાં થઈને ખાનગી રીતે જતી હતી અને તેની ખબર મંત્રીને પડી એટલે તેણે તરતજ પિતાના ચરપુરુષો પાસે લુંટાવી. આમ હેરાન થઈ માટે રાજમાતા ફરીયાદ લઈને વસ્તુપાલ પાસે ગઈ. મંત્રીએ જાણે કાંઈ બન્યું જ નહોય તેમ ઠાવકાઈ રાખી તેની બધી બીના સાંભળી લઈ તેને આશ્વાસન આપી પોતાને ત્યાં ઉતારે કરાવી લુંટનાર મનુષ્યોને પાસે બોલાવી ધધડાવી બધો માલ પાછો અપાવ્યો અને પછી પોતે પણ તેની સાથે ઠેઠ મક્કા યાત્રા કરવા ગયો અને ત્યાં જઈ કીમતી મુક્તાફલનું એક તોરણ ચડાવ્યું. પછી તે રાજયમાતા સાથે જ પાછો આવ્યો અને તેમના આગ્રહથી ઠેઠ દીલ્લી ગયો. પછી જ્યારે રાજયમાતાના મુખથી બધા સમાચાર બાદશાહે સાંભળ્યા ત્યારે તે બહુ ખુશી થયો અને વસ્તુપાલને એક ઉદાર અને પરોપકારી નર જાણી માન આપ્યું અને વસ્તુપાલ સાથે મૈત્રી બાંધી. આવી રીતે એક વીરોધી મુસલમાન બાદશાહ સાથે એક રાજાના મંત્રી તરીકે મૈત્રી બાંધી પોતાના રાજ્યને નિષ્કટેક બનાવ્યું. ટુંકાણમાં એટલું જ કે તેની મંત્રી તરીકેની કારકીર્દિ બહુ ઉત્તમ હતી. હવે આપણે તેનું યોદ્ધા તરીકેનું જીવન જોઈએ.
દ્ધા તરીકેનું જીવન તે વખતના સૌરાષ્ટ્રના મન્મત્ત રાજવી સાંગણ અને ચામુંડકે જેઓ વિરધવળના સાળા થતા હતા તે બન્ને જણાએ એક સંપ કરી ગુર્જરેશ્વરની આજ્ઞા સ્વીકારવાની ના પાડી. વીર
Page #7
--------------------------------------------------------------------------
________________
જેને મંત્રીઓ
ધવલે સલાહને માટે ઘણાં કહેણ મોકલ્યાં. અંતે પિતાની સ્ત્રી સાંગણની બહેન જયેલતાને પણ તેને સમજાવવા મોકલી. પરંતુ મદોન્મત્ત રાજવીએ તેનું માન્યું નહી અને ગુજરેશ્વરની પત્ની (પિતાની બહેન ) નું અપમાન કર્યું. આને બદલે લેવા વસ્તુપાલ મહારાણા વીરધવલ સહિત ત્યાં ગયો અને બહાદુરીથી લડી તે બન્ને ભાઈને માર્યા અને તેમના પુત્રને ગાદીએ બેસાડી ગુર્જરેશ્વરને ડંકે વગડાવ્યો. આવી રીતે ભદ્રેશ્વર ( કચ્છ ) ના મહારાણું ભીમસિંહ ગુજરેશ્વરની આજ્ઞાનો અનાદર કર્યો હતો. વિરધવલે તેની પાસે ખંડણી માગી પરંતુ તેણે તે આપવાની ના પાડી તેનું મુખ્ય કારણ તો એમ હતું કે માળવાના રાજાને ત્રણ કુંવરે ત્યાંથી રીસાઈને પહેલાં ગુર્જરેશ્વર પાસે ગયા હતા અને ત્યાં નોકરીની માગણી કરી અને પગારમાં એક લાખ ક્રમે ભાગ્યા. ગુર્જરેશ્વરે તેની ના પાડી છે કે ખરી રીતે આ ત્રણે ભાઈઓને રાખી લીધા હેત તો રાજ્ય દષ્ટિએ લાભ હતા, કારણ કે એ ત્રણે ભાઈ બહુ યુદ્ધકુશલ અને બલિષ્ટ હતા.
પછી ત્રણે ભાઈ ત્યાંથી નિરાશ થઈ ભદ્રેશ્વરમાં ગયા અને ત્યાંના ભીમસિંહે તેમને રાખી લીધા. એ ત્રણે ભાઇની યુદ્ધકુશલતા અને બહાદુરીના બલથી ભીમસિંહને ગર્વ ચડ્યો અને તેથીજ ગુર્જરેશ્વરની આજ્ઞાને તેણે અનાદર કર્યો હતો. ગુજરેશ્વર પિતે ત્યાં યુદ્ધ કરવા ગયે પરંતુ સૈન્ય થાકેલું હોવાથી પ્રથમ હાર ખાવી પડી. ત્યાં તો વસ્તુપાલ બીજી બાજુથી સૈન્ય લઈ ત્યાં આવી ચડ્યો. વસ્તુપાલના યુદ્ધકૌશલ્યની અત્યારે ખરેખરી કસોટી હતી. ગુજરેશ્વર હતાશ થર્યો હતો. શત્રુ એ ત્રણે ભાઈઓના બલથી બહુ જે માં હતો અને વળી પેલા પણ શત્રુનાજ દેશમાં હતા. વસ્તુપાલે કપટથી સૈન્યને ચારે બાજુ વહેંચી નાંખી થોડા સૈન્ય સાથે યુદ્ધ આ દર્યું. જ્યાં શત્રુ બરાબર મધ્યમાં આવ્યો કે તેની ચારે બાજુથી સૈન્ય મારો ચલાવ્યો આ ચારે બાજુના મારે ભીમસિંહના સન્યમાં ભંગાણ પાડયું. અંતે ભીમસિંહ હાર્યો, મરાયો અને ગુર્જરેશ્વરનો વિજય થયો. તેના છોકરાને ગાદીએ બેસાડી ગુર્જરેશ્વરની આણ પ્રવર્તાવી ત્યાંથી વિજયલક્ષ્મી સહિત પાછો રાધાનીમાં આવ્યો.
હજી તો યુદ્ધમાંથી હમણાં જ વસ્તુપાલ આવ્યો ત્યાં તે ખબર સાંભળી કે ગોધરાના રાજ ઘુઘરે ગુર્જરેશ્વરની ધુંસરી ફેકી દઈ સ્વતંત્ર રીતે પ્રજાને ત્રાસ આપવા માંડ્યો છે. ગુર્જરેશ્વરે નીતિ પ્રમાણે દૂતારા ખબર આપી પરંતુ તે મદોન્મત્ત બનેલા રાજવીએ કાંઈ માન્યું નહિ અને સાથે પિતાના દૂતધારા કાજળ કાચળી અને સાડી ગુર્જરેશ્વરને માટે ભેટ મોકલી અને સાથે પત્ર લખી ગુજરેશ્વરનું આખી ગુજરાતનું સુખ અપમાન કર્યું. ગુર્જરેશ્વર આ જોઈ ચકિત થયે. તેની આંખમાંથી અંગારા ઝરવા માંડ્યા. તેણે પોતાની લાલચોળ આંખો સભામાં ફેરવી કે કઈ વીર પુરુષ ઉઠે, પરંતુ તેની સભામાંથી તે મદોન્મત્ત બનેલા રાજવી સામે જવાની કેઇની હીંમત ન ચાલી ઘુઘરની હાક આખા ગુજરાતમાં બહુ સખ્ત હતી. તેણે ફરી વાર સભામાં જોયું પરંતુ કેઈ ને ઉડયું. અંતે તેની નજર મંત્રી પર ઠરી. વસ્તુપાળ સમજી ગયો. તે બીડું ઝડપવા ઉો અને તેણે હાકલ મારી. તેનામાં હજી પણ પિતાના પુર્વજો (ક્ષત્રિઓ) નું લોહી ઉછળી રહ્યું હતું. તેની હાલથી સભા ગાજી ઉઠી. પિતે બીડું સ્વીકારવાની હા પાડી. ત્યાં તો તેના નાનાભાઈ તેજપાલે તે વિ. ૬. ૧૦
Page #8
--------------------------------------------------------------------------
________________
૭૦
જૈનવિભાગ બીડું પિતાના ભાઈ પાસેથી ઝુંટવી લઈ પિતે તેને સ્વીકાર કર્યો. આખી સભાએ, ખુદ ગુજરેશ્વરે તેને ધન્યવાદ આપે. બીજે દિવસે સવારે તે નવું સત્ય લઈ ઘુઘર સામે ગયા. ઘુઘર તેનું સ્વાગત કરવા પહેલેથી જ તૈયાર હતો. જો કે લડાઈના બહાનાની જરૂર નહોતી છતાં તેજપાળે જતાં વેંત જ તેનું અમૂલ્ય એવું ગૌધનનું હરણ કર્યું. તેજપાળે સાપને ફરી છે. ડશે. લડાઈ શરૂ થઈ. ઘુઘર બળવાન હતા. સૈન્ય સામગ્રી પણ તેની પાસે જબરી હતી. યુદ્ધના પહેલા ઉફાળામાં શત્રુ મદેન્મત્ત હોવાથી કંઈક જીતતો જણાય, પરંતુ ઉફાળો તે ઉફાળે જ. તેજપાળે પેલા ઉફાળામાંજ શત્રનું બળ માપી લીધું અને તેને નિર્બળ બનાવ્યો. બીજે દિવસે તેજપાળે સૈન્ય ગોઠવી વ્યુહ રચ્યો. ઘુઘર તેમાં સપડાયો અને અંતે જીવતો પકડાયો. તેજપાળે કાજલ કાંચળી અને સાડી યાદ કરાવી તેને કાષ્ઠના પીંજરમાં પુર્યો. આવી રીતે ગુજરેશ્વરની આજ્ઞા પ્રવર્તાવી તેજપાળ તેને અખૂટ ધનભંડાર લુંટી ડઈ થઈ શત્રુ સહિત રાજધાનીમાં આવ્યું. ગુર્જરેશ્વરે તેને બહુ સન્માનપૂર્વક પુરપ્રવેશ કરાવ્યો અને સભામાં પણ પુષ્કળ માન આપ્યું અને ઘુઘરને ગુર્જરેશ્વર માટે મોકલેલી કાજળ કાંચળી અને સાડી ભર સભા વચ્ચે તેને પરાણે પહેરાવી. ભાની ઘુઘરને આ અપમાન અસહ્ય લાગ્યું અને જીભ કરડી સભા વચ્ચે આપઘાત કરી મુ. બીજાં છુટક યુદ્ધ પણ તેણે કર્યા હતાં પરંતુ તે એટલાં બધાં પ્રસિદ્ધ નથી. સામંત પાળ આદિના યુદ્ધ સામાન્ય છે એટલે તેનું વર્ણન હું નહી આપે. આવી રીતે સારા યુદ્ધવિશારદ તરીકે પણ તેની કીર્તિ બહુ સારી છે. તે ચુસ્ત જૈન ધર્મ હતો (કે જેના દાખલા આગળ આવશે) છતાં તે કાયર કે નિર્બળ નહતા. અત્યારના કેટલાએક વાણીઓની દુર્બળતા જોઈ કઈ કઈ લેખક મહાશય એમ ઠસાવવા માગે છે કે જૈનેએ હિંદુસ્તાનને અહિંસાને ઉપદેશ આપી બાયલ કરી નાખ્યો છે. પરંતુ તે લેખક મહાશયો દીઘ. દૃષ્ટિથી જોશે તે માલમ પડશે કે તેમના તે આક્ષેપમાં કેટલું સત્ય છે. વસ્તુપાળ, તેજપાળ તથા આગળ થયેલા સંપ્રતિ, આમ, કુમારપાળ, આદિ રાજાઓ તથા અભયકુમાર, વિમલ, ઉદે, મુંજાલ, આદિ મંત્રીઓનાં જ્વલંત ઉદાહરણ મેજુદ છે. ઘણા ચુસ્ત વાણુઆઓએ પિતાના દેશ માટે પિતાના રાજા માટે અને સ્વરક્ષણ માટે કલમની પેઠે તીલણ પાણદાર તરવાર પણ ઉપાડી છે. માટે તે આક્ષેપ કરનાર લેખક મહાશયને મારી નમ્ર પ્રાર્થના છે કે તેમણે આક્ષેપ કરતાં પહેલાં દીર્ધદષ્ટિથી વિચાર કરવો. આ જરા વિષયાંતર થયું. હવે મુળ બાબત ઉપર આવીને આપણે પરદુઃખભંજન તરીકેની તેની કારકીર્દિ જોઈએ.
પરદુઃખભંજન તરીકે. આપણે પ્રથમ જોઈ ગયા છીએ કે તેણે શઠ પુરુષને શિક્ષા કરી સંત પુરુષોને સુખી કર્યા હતા. બીજી રીતે પણ ઘણાં મનુષ્યોને ગુપ્ત દાન આપી કાળના ગ્રાસમાંથી બચાવી લીધા હતા તથા વાવ કુવા સરવર તથા પરબ આદિ મંડાવીને પણ પોતાની પરદુઃખભંજકતા દેખાડી છે.
એક વખત ખંભાતમાં આકાશના સૂર્ય સમાન અભિમાનનું પુતળું અને સત્તાના અવતાર સરખા અને લક્ષ્મીના મદથી મદોન્મત બનેલા અને રણાંગણમાં વીરરન સરખા દીક નામના વેપારીએ ખંભાતની પ્રજાને બહુ પીડા કરવા માંડી. તેની બીકથી
Page #9
--------------------------------------------------------------------------
________________
૭૧
જૈન મંત્રીઓ પ્રજા ત્રાસી રહી હતી. ત્યાં તો તેણે એક કરપીણુ કામ કરી પ્રજાને દુઃખનો એક વધારે પ્રસંગ ઉભો કર્યો. તેણે ત્યાંના એક પ્રખ્યાત સમૃદ્ધિવાન અને પિતાના ભાગીદાર નગરશેઠને એક શુદ્ધ ગુના માટે તેનાં ઘરબાર લુંટી લઈ તેનું ખાનગી રીતે ખુન પણ કરાવ્યું. પ્રજા આ સાંભળી ત્રાસી ગઈ આ દુઃખદાયક બીને જણાવવાને તેને પુત્ર રાધાનીમાં ગયો અને ત્યાં જઈ મંત્રીને અથ થી ઇતિ સુધી બધી બીના કહી સંભળાવી. મંત્રીને આ સાંભળી ઘણે ખેદ થશે. તેને વિચાર થયો કે રાજ્યના એક પ્રતિષ્ઠિત અને ધનવાન ગ્રહસ્થને એકદમ હેરાન કરે તેની લાજ લેવી તે ઉચિત નહી. તેથી તેણે તેને ખાનગી રીતે સમજાવવા પ્રયત્ન કર્યો, પિતે જાતે ત્યાં ગયો તેને સમજાવ્યો, પરંતુ ધનથી મદન્મત બનેલા સદીકે મંત્રીને યુદ્ધનું આવાહન આપ્યું. સદીકને સંખરાજાએ સૈન્યની મદદ આપી. યુદ્ધ શરૂ થયું. સંખરાજા પોતે પણ આવ્યો પરંતુ તે ટકી શકે નહિ. વસ્તુપાળે એક કાંકરે બે ઘા માર્યો. એક રાજ્યકારી શત્રુને માર્યો અને બીજા સદીકને પણ માર્યો. તેનું બધું ધન લુંટી લઈ. રાધાનીમાં પહોંચતું કર્યું. ગુર્જરેશ્વર આથી બહુ પ્રસન્ન થયો અને વસ્તુપાળને સભામાં ત્રણ બીરૂદ આપ્યાં (૧) સદીકુલસંહારી (૨) સંખમાનમર્દન (૩) અને રાજેસ્થાપનાચાર્ય. આવી રીતે પરદુઃખભંજક તરીકે તેની કારકીર્દિ પુરી કરી કવિ તરીકેની તેની કારકીર્દિ તરફ વળીએ.
કવિ તરીકે.
કવિ તરીકેની વસ્તુપાળની ખ્યાતિ ઘણે સ્થળે મળી આવે છે. પિતે જ પિતાના કાવ્યમાં પિતાને સરસ્વતી પુત્ર તરીકે ઓળખાવે છે. ગિરનારના એક મંદિરની એક પ્રશસ્તિમાં પણ તેને કાવ્ય દેવીના પુત્ર તરીકે વર્ણવ્યો છે, તથા કવિચક્રવતી આદિ ઘણાં બીરૂદથી તે મહાકવિ વિભૂષિત હતો. સોમેશ્વર દેવ જેવા ચુસ્ત હીંદુઓ પણ તેને એક સારા કવિ તરીકે વર્ણવે છે અને તેણે વસ્તુપાળને આબુની પ્રશસ્તિમાં પણ શ્રેષ્ઠ કવિ તરીકે વર્ણવ્યો છે. આવી જ રીતે અલંકારમહોદધિના કર્તા જણાવે છે કે કાવ્યશાસ્ત્રની સુંદર રચના માટે વસ્તુપાળને પણ માન ઘટે છે. તેની કૃતિઓમાં નરનારા યણનંદ મહાકાવ્ય કે જે સોળ સર્ગનું છે અને તેમાં કૃષ્ણ અને અર્જુનની મૈત્રી, તેમને ગિરનાર ઉપર આનંદવિહાર, સુભદ્રાહરણ આદિ સુંદર રચના કરી છે. તે અને તેવાં બીજા વણને જેવાં કે સૂર્યોદય, ચંદ્રોદય, શહેર, રેયત, રાજા, પુષ્પાવચય, આદિવર્ણન બહુ સારી રીતે કર્યો છે. આ ઉપરાંત તેની બનાવેલી સુસ્તીઓ પણ બહુ વખણાય છે. તેની સુખનીઓ છુટક છુટક ઘણું કાવ્યમાં આવે છે. આદિનાથ સ્તોત્ર પણ તેણે રચ્યું છે. આ મહાકવિની બીજી પણ કૃતિઓ હોય તો ના ન કહેવાય. વસ્તુપાળમાં એક વિદ્વાન તટસ્થ ટીકાકાર તરીકે તથા કાવ્યોના ગુણદોષ પરિક્ષક તરીકે
૧ તેની સંખ્યા આ પ્રમાણે છે. પાંચ હજાર સુવર્ણની ઈટ, ચૌદસો ઘડી અને રત્નમાણેક અને ખેતીના થાળ ભરી ભરી ધન હતું.
૨ સયાજીરાવ સીરીજમાં નરનારાયણનંદ મહાકાવ્ય છપાયું છે અને તેમાં તેની સુક્તીઓ આદિનાથ સ્તોત્ર તથા વસ્તુપાળકીર્તિ પ્રબંધને પણ સાર કહેલો છે.
Page #10
--------------------------------------------------------------------------
________________
૭૨
જેનવિભાગ અસાધારણ શક્તિ હતી. તે કાવ્યકળાને બહુ પ્રશંસક હતા. તેને કવિઓ ઉપર બહુ માન હતું. પિતે કવિઓની કદર પણ સારી રીતે કરી જાણતે. રાજ્ય કવિ હરિહરની ઈર્ષા સોમેશ્વર ઉપર ઝઝુમતી હોવા છતાં જે સેમેશ્વર દરબારમાં સ્થાન પામ્યો હોય તે તે કવિપૂજક વસ્તુપાળના જ રૂડા પ્રતાપ હતા.
તેની કવિઓ તરફની દાનવીરતા એટલી બધી પ્રસિદ્ધ હતી કે તે “લધુ ભેજરાજા” નું બીરૂદ પામ્યો હતો. તેનું બીજું નામ વસંતપાળ હતું કે જે નામ સેમેશ્વર અને હરિહરે આપ્યું હતું અને તેથી જ બાલચંદ્ર કવિએ તેની પ્રશંસારૂપે સુંદર કાવ્ય રચ્યું હતું. આવી રીતે જેમ તે કવિ તરીકે પ્રસિદ્ધ હતા તેમ કવિઓના આશ્રયદાતા તરીકે પણ તે પ્રસિદ્ધ હતો. હરિહર, સેમેશ્વર, દામોદર, નાનક, જયદેવ, મદન, વિકળ, અને કૃષ્ણસીંહ આદિ કવિઓનો તે આશ્રયદાતા હતે. આ સિવાય ઘણું કવિઓ અને ભાટ ચારણનો પણ તે આશ્રયદાતા હતા. તેણે તેમાંના ઘણાને ધનવાન બનાવ્યા હતા. તેની આ દાનવીરતાને લીધે જ એક કે બીજે કઈ પ્રસંગ આવી પિતાને આશ્રયદાતાનું નામ અમર રાખતો તેની પ્રશંસારૂપે ઘણાં કાવ્ય રચાયાં છે જેવાં કે સોમેશ્વરની કીર્તિકૌમુદી વગેરે. બીજે છુટા કાવ્યોમાં તથા અરિસિંહનાં સુકૃતસંકીર્તનમાં તેની દાનવીરતા તથા અસાધારણ પ્રરક્રમનું વન આપ્યું છે. એવી જ રીતે હમીરમદમર્દન તથા ઉદયપભકૃત ધર્મા ભુદય આદિ કાવ્યમાં તેના આશ્રિતોએ કાવ્યો રચી પિતાનું ઋણ પતાવવા કાંઇક પ્રયત્ન કર્યો છે આવી રીતે કવિ તરીકે અને તટસ્થ ટીકાકાર તરીકે તથા કવિઓના આશ્રયદાતા તરીકે તેને કીર્તિ કલશ બહુ સારી રીતે શોભી રહ્યા છે. એક રાજ્યમંત્રી તરીકે અહી નિશ કાર્યમાં ગુ થાઈ રહ્યા છતાં તે એક મહા કવિ તરીકે પ્રશંસા મેળવે અને તેમાંય વળી તેના વિરોધીઓ સુદ્ધાંત તેની મહાકવિ તરીકે પ્રશંસા કરે એ એક આશ્ચર્ય તો છે જ. મને તો એમજ લાગે છે કે વસ્તુપાળ અદ્ભુત પ્રતિભાસંપન્ન પુરુષ હોવો જોઈએ. નહિતર દરેક કાર્યોમાં આટલી બધી પ્રશંસા મેળવવી એ અલભ્ય નહી તે મુશ્કેલ તો છેજ હવે આપણે તેની ધર્મી તરીકેની કારકીર્દિ જોઈએ.
- ધમી તરીકે ધમી તરીકે તે ચુસ્ત શ્રાવક હતા. તે શ્રાવકનાં બાર વ્રત તથા દરરોજ પ્રતિક્રમણ દેવપૂજા ગુરુપૂજા આદિ કાર્યો નિયમિત કરતો. તે સિવાય તે વખતના પ્રખર ધુરંધર આચાર્યો પાસે પણ તે દરરોજ જતો અને ઉપદેશ સાંભળતો. તેના કુલક્રમાગત ગુરુ શ્રી જયસેનસૂરી તથા તે વખતના સમકાલીન આચાર્યો શ્રી દેવપભસૂરી, શ્રી નરચંદ્રસૂરી આચાર્ય શ્રી દેવેંદ્રસૂરી તથા નાગંજૂરી આદિ આચાર્યો પાસે ઘણી વખત ઉપદેશ સાંભળવા જતો અને તેમના ઉપદેશથી તેણે ઘણું મંદિરના જીર્ણોદ્ધાર કરાયો હતો તથા આબુનાં જગપ્રસિદ્ધ મંદિરોમાં પણ અઢળક દ્રવ્ય વાપર્યું હતું. બીજા પણ ઘણાં નવાં મંદિરો કરાવ્યાં હતાં. તેણે સાડા બાર વાર મોટા સંઘ કાઢી સંધપતિની પદવીયુક્ત યાત્રાઓ કરી હતી. તપસ્યામાં પંચમી તપ, ચતુર્દશી આ તપસ્યા
૧ છલી તેરમી યાત્રા કરવા જતાં રસ્તામાં તે કાળગ્રસ્ત થયો હતો એટલે બાર આખી અને તેરમી અધી એમ થઈ સાડાબાર યાત્રા તેણે કરી હતી.
Page #11
--------------------------------------------------------------------------
________________ જેન મંત્રીઓ 73 કરી તેનું ઉજમણું પણ બહુ સારી રીતે કરતે. તેણે ઉદયપ્રભસૂરિની આચાર્ય પદવીને સમારંભ ઉપર પણ બહુ સારું દ્રવ્ય ખરચ્યું હતું અને તે વખતથી દર વરસે એક કરોડ ક્રમ્સ શ્રાવકોને આપવાને તેણે નિયમ કર્યો હતે. તે ધર્મી હતું છતાં ધમધ નહોતું. તેણે કોઈ પણ ધર્મ ઉપર અન્યાય થતો જોઈ યોગ્ય ઈન્સાફ આપ્યો છે તો પછી પોતે તે અન્યાય કરે જ શાને ? તેણે અન્ય ધમી એનાં મંદિરો પણ ઘણાં બંધાવ્યાં છે તેણે 32000 બીજા ધર્મવાળાનાં દેવગ્રહ કરાવ્યાં હતાં અને સવા લાખ શિવલિંગ કરાવ્યાં હતાં, તથા 750 બ્રહ્મશાળાઓ કરાવી હતી. આવી રીતે જેણે અપૂર્વ પરાક્રમ કરી રાજ્ય કારભાર ચાણક્યબુદ્ધિથી વહી ગુજરાતના રાણા વીરધવલના રાજયને મજબુત બનાવ્યું હતું તેની વિદ્વત્તા તેની સત્તા અને શકિત કેવાં હતાં તેને ખ્યાલ તેનાં અપૂર્વ પરોપકારી સાર્વજનિક કાર્યોથી અને આબુ ઉપર બંધાવેલાં જગવિખ્યાત મંદિરે જેવાથી આવે છે. તે દરેક સંપ્રદાયના પક્ષમાં સહાનુભૂતિ દર્શાવતા અને પ્રજાનું હદય આકર્ષવાને માટે તે કેટલો આતુર હતો તેને ખ્યાલ તેણે મુસલમાનોને માટે બંધાવેલી મસીદ નીહાળતાં આપણને આવે છે. તેના કીર્તિલેખે, પરોપકારી કૃત્યો, અને સાર્વજનિક કાર્યો તથા અનેકવિધ પ્રશસ્તિઓ બસોથી અઢીસે શિલાલેખો ચતુર્વિશતિ પ્રબંધ, પ્રબંધ ચિંતામણી, કૌતિકૌમુદી, સુકૃતસંકીર્તન વગેરેમાંનાં તેનાં કીર્તિ સ્તવનેએ તેને અમર કર્યો છે. વસ્તુપાળના અવસાન પછી વસ્તુપાલના પુત્રની અભિલાષાના અંગે બાલચંદ્ર મહાકવિએ વસંતવિલાસ રચી તેની કીતિ અમર કરી છે. તેમજ મુનિ જિનહર્ષરચિત વસ્તુપાળચરિત્ર આદિ સાહિત્ય જેવાથી તેના જીવનમાં કેઇક અનેક ઓજસ જળહળી ઉઠે છે. હવે હું ટુંકાણમાં તેણે કરેલાં કાર્યોની નોંધ લઈ વિરમીશ. તેણે 1313 જિન ચૈત્ય નવાં કરાવ્યાં તથા 3300 જિનમંદિરોનો ઉદ્ધાર કરાવ્યો હતો. સવાલાખ પ્રતિમા, એક લાખ શિવલિંગ, 3200 અન્ય ધર્મવાળાંનાં મંદિર, 750 બ્રહ્મશાલાઓ, 701 તપસ્વીઓને રહેવાના મઠ, 700 દાનશાલાઓ, 984 ઉપાશ્રયે તથા 84 સુંદર સરોવર, 464 વાગે, 100 પુસ્તકાલયો તથા 100 તપસ્વીઓને માટે વરસાશન બાંધી આપ્યું હતું; 30 નવા કીલા બંધાવ્યા હતા અને 63 યુદ્ધ કર્યા હતાં, આવી રીતે ટુંકાણમાં તેના કાર્યોની નોંધ મેં લીધી છે. જો કે આથી વધારે નોંધ વસ્તુપાળચરિત્રમાં મળે છે, પરંતુ લંબાણના ભયથી મેં નથી ટાંકયું. વસ્તુપાલનું જીવન સુયોગ્ય મંત્રી તરીકે મહાન યુદ્ધવિશારદ તરીકે પરદુઃખભંજન તરીકે કવિ તરીકે અને સારા ધર્મ તરીકે સંપૂર્ણ છે. આવા સુનિપુણ મનુચિત જીવન પરિપૂર્ણ કરી પિતાની કીર્તિ રૂપી ગંગાને ત્રિલોકમાં ભમાવાને જ્યારે પિતે છેલ્લીવાર યાત્રા કરવા સંધ સહિત નીકળે ત્યાં રસ્તામાં જ તેને વ્યાધિ થયે. અંતે તે વ્યાધિ પ્રાણઘાતક નીકળ્યો અને ત્યાં તે સંવત 1298 માં સ્વર્ગે ગયો. ભલે તેને નાશવંત દેહ નાશ પામ્યો હોય પરંતુ તેના નિર્મળ આત્મોદ્ગાર તો નિર્મળ નભોમંડલના ચમકતા તારાની પેઠે જવલંત ભાવે પ્રકાશી રહેલ છે અને તેની કીતિ અમરશ્રીના શુભ્ર પ્રવાહની જેમ” ચે તરફ ફેલાઈ અમરસ્થાન ભોગવી રહેલ છે–રહેશે. 1 તેણે પિતાને ઘેર ખાનગી ત્રણ જબરજસ્ત પુસ્તકાલય કરાવ્યાં હતાં.