________________
૭૧
જૈન મંત્રીઓ પ્રજા ત્રાસી રહી હતી. ત્યાં તો તેણે એક કરપીણુ કામ કરી પ્રજાને દુઃખનો એક વધારે પ્રસંગ ઉભો કર્યો. તેણે ત્યાંના એક પ્રખ્યાત સમૃદ્ધિવાન અને પિતાના ભાગીદાર નગરશેઠને એક શુદ્ધ ગુના માટે તેનાં ઘરબાર લુંટી લઈ તેનું ખાનગી રીતે ખુન પણ કરાવ્યું. પ્રજા આ સાંભળી ત્રાસી ગઈ આ દુઃખદાયક બીને જણાવવાને તેને પુત્ર રાધાનીમાં ગયો અને ત્યાં જઈ મંત્રીને અથ થી ઇતિ સુધી બધી બીના કહી સંભળાવી. મંત્રીને આ સાંભળી ઘણે ખેદ થશે. તેને વિચાર થયો કે રાજ્યના એક પ્રતિષ્ઠિત અને ધનવાન ગ્રહસ્થને એકદમ હેરાન કરે તેની લાજ લેવી તે ઉચિત નહી. તેથી તેણે તેને ખાનગી રીતે સમજાવવા પ્રયત્ન કર્યો, પિતે જાતે ત્યાં ગયો તેને સમજાવ્યો, પરંતુ ધનથી મદન્મત બનેલા સદીકે મંત્રીને યુદ્ધનું આવાહન આપ્યું. સદીકને સંખરાજાએ સૈન્યની મદદ આપી. યુદ્ધ શરૂ થયું. સંખરાજા પોતે પણ આવ્યો પરંતુ તે ટકી શકે નહિ. વસ્તુપાળે એક કાંકરે બે ઘા માર્યો. એક રાજ્યકારી શત્રુને માર્યો અને બીજા સદીકને પણ માર્યો. તેનું બધું ધન લુંટી લઈ. રાધાનીમાં પહોંચતું કર્યું. ગુર્જરેશ્વર આથી બહુ પ્રસન્ન થયો અને વસ્તુપાળને સભામાં ત્રણ બીરૂદ આપ્યાં (૧) સદીકુલસંહારી (૨) સંખમાનમર્દન (૩) અને રાજેસ્થાપનાચાર્ય. આવી રીતે પરદુઃખભંજક તરીકે તેની કારકીર્દિ પુરી કરી કવિ તરીકેની તેની કારકીર્દિ તરફ વળીએ.
કવિ તરીકે.
કવિ તરીકેની વસ્તુપાળની ખ્યાતિ ઘણે સ્થળે મળી આવે છે. પિતે જ પિતાના કાવ્યમાં પિતાને સરસ્વતી પુત્ર તરીકે ઓળખાવે છે. ગિરનારના એક મંદિરની એક પ્રશસ્તિમાં પણ તેને કાવ્ય દેવીના પુત્ર તરીકે વર્ણવ્યો છે, તથા કવિચક્રવતી આદિ ઘણાં બીરૂદથી તે મહાકવિ વિભૂષિત હતો. સોમેશ્વર દેવ જેવા ચુસ્ત હીંદુઓ પણ તેને એક સારા કવિ તરીકે વર્ણવે છે અને તેણે વસ્તુપાળને આબુની પ્રશસ્તિમાં પણ શ્રેષ્ઠ કવિ તરીકે વર્ણવ્યો છે. આવી જ રીતે અલંકારમહોદધિના કર્તા જણાવે છે કે કાવ્યશાસ્ત્રની સુંદર રચના માટે વસ્તુપાળને પણ માન ઘટે છે. તેની કૃતિઓમાં નરનારા યણનંદ મહાકાવ્ય કે જે સોળ સર્ગનું છે અને તેમાં કૃષ્ણ અને અર્જુનની મૈત્રી, તેમને ગિરનાર ઉપર આનંદવિહાર, સુભદ્રાહરણ આદિ સુંદર રચના કરી છે. તે અને તેવાં બીજા વણને જેવાં કે સૂર્યોદય, ચંદ્રોદય, શહેર, રેયત, રાજા, પુષ્પાવચય, આદિવર્ણન બહુ સારી રીતે કર્યો છે. આ ઉપરાંત તેની બનાવેલી સુસ્તીઓ પણ બહુ વખણાય છે. તેની સુખનીઓ છુટક છુટક ઘણું કાવ્યમાં આવે છે. આદિનાથ સ્તોત્ર પણ તેણે રચ્યું છે. આ મહાકવિની બીજી પણ કૃતિઓ હોય તો ના ન કહેવાય. વસ્તુપાળમાં એક વિદ્વાન તટસ્થ ટીકાકાર તરીકે તથા કાવ્યોના ગુણદોષ પરિક્ષક તરીકે
૧ તેની સંખ્યા આ પ્રમાણે છે. પાંચ હજાર સુવર્ણની ઈટ, ચૌદસો ઘડી અને રત્નમાણેક અને ખેતીના થાળ ભરી ભરી ધન હતું.
૨ સયાજીરાવ સીરીજમાં નરનારાયણનંદ મહાકાવ્ય છપાયું છે અને તેમાં તેની સુક્તીઓ આદિનાથ સ્તોત્ર તથા વસ્તુપાળકીર્તિ પ્રબંધને પણ સાર કહેલો છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org