Book Title: Jain Itihas
Author(s): Hemratnasuri
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 6
________________ સૂરિપ્રેમાષ્ટક બ્રહ્મચર્યનું તેજ વિરાજે જે મૂલ સર્વગુણોનું હો ગુરુવર, મન-વચન-કાયા વિશુદ્ધ જ એ તો, ચિત્ત હરે ભવિજનનું હો...૧ ગુણગાતા મેં કઈ જ ન દીઠા, અહો! મહાબ્રહ્મચારી હો ગુરુવર, આ કાળ દીઠો નહીં એહવો, વિશુદ્ધ વ્રતનો ધારી હો.... ૨ સ્ત્રી-સાધ્વી સન્મુખ નવિ જોયું, વૃદ્ધપણે પણ તે તો હો ગુરુવર, વાત કરે જબ હેતુ નિપજે, દ્રષ્ટિ ભૂમિએ દેતો હો...૩ શિષ્યવૃંદને એહી જ શિખવીયું, દઢ એ વિષયે રહેજો હો મુનિવર, તેહતણા પાલનને કારણ દુઃખ-મરણ નવિ ગણજો હો..૪ સંયમ મહેલ આધાર જ એ તો, દષ્ટિદોષે સવિ મીંડુ હો મુનિવર, કર્મકંટકને આતમઘરમાં પેસવા મોટું છીં હો..૫ બ્રહ્મમાં ઢીલા પદવીધર પણ, જાય નરકમોઝાર હો મુનિવર, શુદ્ધ આલોયણ કરે નહીં તેહથી, દુઃખ સહે તિહાં ભારે હો....૬ વિજાતીયનો સંગ ન કરજો, સાપ તણી પરેડરજો હો મુનિવર, કામ કુટિલનો નાશ કરીને, અવિચળ સુખડા વરજો હો...૭ પ્રેમસૂરીશ્વર ગુણના આકર, ગુણ દેઈ અમ દુઃખ મીટાવો હો ગુરુવર, ધીર પુરુષ તે સહન કર્યું છે, તેહ તણી રીતિ બતાવો હો....૮ – આચાર્ય શ્રી જગશ્ચંદ્રસૂરિકૃત ગુરુગુણ અમૃતવેલીમાંથી સાભાર Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 210