________________
પ્રકાશકીય યદ્યપિ જેન પરંપરાનો ઇતિહાસ વગેરે અનેક અતીત-પ્રદ્યોતક ગ્રંથો વિદ્યમાન હોવા છતાં પણ, જેમ સહસ્ત્રકિરણ સૂર્ય વિદ્યમાન છતાં પણ ભૂગર્ભમાં તો દીપ જ પ્રકાશ પાથરે છે તેમ, સંક્ષિપ્ત રૂચિ જન માટે આ સંક્ષિપ્ત જૈન ઇતિહાસ એ અતીતની કેડીએ સંચરવા માટે દીપની ગરજ સારે છે.
અનેક પ્રકરણમાં વિભક્ત પ્રસ્તુત ગ્રંથરત્નનું માહાભ્ય પૂર્વાવૃત્તિની પ્રસ્તાવનામાંથી જાણી શકાશે તથા અનુક્રમણિકાના દિગ્દર્શન દ્વારા અહીં “ગાગરમાં સાગરની પ્રતીતિ થયા વિના નહીં રહે.
આજથી ૯૭ વર્ષ પૂર્વે જૈન ધર્મ વિદ્યા પ્રસારક વર્ગ તરફથી શેઠ વસનજી ત્રિકમજી જે. પી. ગ્રંથમાળાના ૩જા મણકારૂપે પ્રકાશિત ને હાલ અલભ્ય એવા આ ગ્રંથરત્નના પુનઃ સંપાદનનું કાર્ય વૈરાગ્યદેશનાદક્ષ આ. શ્રી. વિજય હેમચંદ્રસૂરિશ્વરજી મહારાજાના શિષ્ય પંન્યાસપ્રવર શ્રી કલ્યાણબોધિ વિજયજી ગણિવર્યએ કર્યું છે. શ્રી પૂજયોની પ્રેરણાથી જ શ્રુતરક્ષાનું કાર્ય અમે આરંભ્ય તદન્વયે ૩૦૦ થી પણ અધિક ગ્રંથોને નવજીન અર્પ ભારતભરના સઘળા સંઘોમાં વિનામૂલ્ય ભેટ ધરવામાં અમે સફળ બન્યા છીએ. હજી પણ આ કાર્યમાં મૃતદેવી ભગવતી અમને સહાયતા બક્ષે એ જ..
શ્રી જિનશાસન આરાધના ટ્રસ્ટ વતી, લલિતભાઈ કોઠારી પુંડરીકભાઈ શાહ
ચંદ્રકુમાર જરીવાલા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org