Book Title: Jain Dharm Vaishwik Stare Author(s): Ramanlal C Shah Publisher: Z_Jintattva_Granth_1_002039.pdf and Jintattva_Granth_2_002040.pdf View full book textPage 4
________________ ३०४ છે અને મદિરાપાન કરતાં કાંદા, બટાટા, લસણ વગેરે અનંતકાય-અભક્ષ્યનું પ્રમાણ વધુ છે. એવા બધા લોકો પ્રત્યે એકદમ તિરસ્કારની લાગણી ધરાવવી યોગ્ય નથી. સહાનુભૂતિપૂર્વક એમની પરિસ્થિતિનો અભ્યાસ થવો જોઈએ. કેટલીક જાગૃતિ આવી છે તેની અનુમોદના કરવી જોઈએ. કોઈપણ ધર્મની પ્રજા વ્યવસાયાર્થે જ્યારે સ્થળાંતર કરે છે ત્યારે સ્થાનિક વાતાવરણનો એના પર પ્રભાવ પડ્યા વગર રહેતો નથી. ભગવાન બુદ્ધે માંસાહાર અને મંદિરાપાન ન કરવાની ભલામણ કરી હતી, પરંતુ એ ધર્મનો પ્રચાર ધણો બધો થયો હોવા છતાં સમગ્ર એશિયામાં બૌદ્ધધર્મી પ્રજા ઘણું ખરું માંસાહારી અને મંદિરાપાન કરનારી રહી છે. એમની સરખામણીમાં જૈનોની સ્થિતિ ઘણી જ સારી છે અને છેલ્લા બે દાયકામાં શાકાહાર માટે સભાનતા વધી છે. વિદેશમાં વસતા કેટલાયે જૈનો શુદ્ધ શાકાહારી છે, મંદિરાપાન કરતા નથી, એટલું જ નહીં ચોવિહાર કરે છે, ઉપવાસ આયંબિલ કરે છે, પર્યુષણમાં ઉપવાસ, અઠ્ઠમ, અઠ્ઠાઈ વગેરે તપશ્ચર્યા કરે છે. પૂજા, સામાયિક, પ્રતિક્રમણ પણ કરે છે. ધાર્મિક શિક્ષણના ત્યાં વર્ગો પણ ચાલે છે અને ધ્યાનની શિબિરો પણ યોજાય છે. જિનતત્ત્વ પર્યાવરણ એક એવી બાબત છે કે જેની સાચવણીમાં જૈન ધર્મનું યોગદાન ઠેઠ પ્રાચીન સમયથી વર્તમાન સમય સુધી સૌથી વિશેષ રહ્યું છે. ઓછામાં ઓછું પાણી વાપરવું, અનાજનો બગાડ ન થવા દેવો, વૃક્ષો કાપવાં નહીં, વાહનનો મર્યાદિત ઉપયોગ કરવો, નાનાં જીવજંતુઓની પણ હિંસા ન થવા દેવી, રહેણીકરણીમાં અપરિગ્રહ કે અલ્પ પરિગ્રહના વ્રતને લીધે સંયમમાં રહેવું, કુદરતી શક્તિઓનો વિનાશ ન કરવો વગેરે દ્વારા જૈન ધર્મ પ્રાકૃતિક નૈસર્ગિક વાતાવરણમાં ઓછામાં ઓછો હસ્તક્ષેપ કરે છે. જૈન સાધુઓ અને તેમાં પણ દિગંબર મુનિઓ તો પર્યાવરણની જાળવણીમાં આદર્શરૂપ ગણાય. જૈન સાધુ જેવું જીવન દુનિયામાં અન્ય કોઈ ધર્મમાં નથી. જૈન ધર્મ વિશેના ગ્રંથોની વિદેશોમાં આરંભમાં જેટલી મુશ્કેલી હતી તેટલી હવે રહી નથી. ત્યાં માધ્યમ મુખ્યત્વે અંગ્રેજી ભાષાનું રહ્યું છે. ત્યાં વસેલા જૂની પેઢીના માણસો અંગ્રેજી ઉપરાંત ગુજરાતી, હિંદી વગેરે ભાષામાં લખાયેલા ગ્રંથો વાંચી શકે છે. પરંતુ નવી પેઢીને તો અંગ્રેજીમાં જ સાહિત્ય જોઈએ. છેલ્લા ચાર-પાંચ દાયકામાં ભારતમાં અને વિદેશોમાં અંગ્રેજી ભાષામાં જૈન ધર્મ વિશે વિવિધ દૃષ્ટિબિંદુથી લખાયેલા નાના મોટા ગ્રંથોની સંખ્યા વધતી ગઈ છે. ત્યાં કેટલાંક સેન્ટરોમાં જૈન ગ્રંથાલયો પણ થયાં છે. અને હવે તો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org.Page Navigation
1 2 3 4 5 6 7