Book Title: Jain Dharm Vaishwik Stare
Author(s): Ramanlal C Shah
Publisher: Z_Jintattva_Granth_1_002039.pdf and Jintattva_Granth_2_002040.pdf

View full book text
Previous | Next

Page 6
________________ ૩૦૭ જિનતત્ત્વ માર્ગદર્શનના અભાવે અન્ય ધર્મ તરફ વળી જવાનું મન થાય. વિદેશોમાં ધર્મપ્રચારની આ એક મોટી મર્યાદા છે. ગૃહસ્થ પંડિતો અને વ્યાખ્યાતાઓનો સાધુ-સાધ્વી જેટલો પ્રભાવ ન જ પડે એ દેખીતું છે. વિદેશોમાં ભૌતિક પ્રલોભનો એટલાં બધાં હોય છે કે સાધુ-સાધ્વી હોય તો તેમની પણ કસોટી થાય. હવે સાધુ અને ગૃહસ્થ વચ્ચે શ્રમણ-શ્રમણીનો વર્ગ તૈયાર થયો છે અને તેમના દ્વારા સારું કાર્ય થઈ રહ્યું છે. પણ હજુ વિશેષ પ્રયાસની આવશ્યકતા છે. દરેક ધર્મમાં એના તત્ત્વસિદ્ધાન્તો અને આચાર-નિયમો સામાન્ય રીતે પરસ્પર સંલગ્ન હોય છે. સિદ્ધાન્તોના આધારે આચારના નિયમો ઘડાતા હોય છે. એમાં કેટલાક નિયમો મોટા અને પ્રાણવાન હોય છે અને કેટલાક દેશકાળાનુસાર પરિવર્તનશીલ હોય છે. જૈન ધર્મમાં એના તત્ત્વસિદ્ધાન્તની સાથે આચારધર્મના નિયમો ઘણી ગાઢ રીતે સંકળાયેલાં છે. આથી જ ધર્મપ્રચાર કરવા જતાં આચારનો સદંતર લોપ થાય તે ઇષ્ટ મનાયું નથી. વિદેશોમાં જ્યાં જેનો વસ્યા છે ત્યાં ભોગસામગ્રીની વિપુલતા છે તથા વિવિધ પ્રકારનાં સાધનસગવડ છે. ઇન્દ્રિયાર્થ પદાર્થો એટલા બધા ત્યાં છે કે ભોગવવા મન લલચાય એ કુદરતી છે. એવા વાતાવરણમાં સરેરાશ મનુષ્યોમાં ધર્મનો રંગ અમુક હદ સુધી જ જીવનમાં ઊતરે એ સ્વાભાવિક છે. ધર્મના નીતિનિયમો ત્યાં સચવાય, પણ આત્મતત્ત્વની ઊંડી સાધના બહુ જૂજ લોકો. કરી શકે. જેમણે એવી આધ્યાત્મિક સાધના કરવી છે તે તો દુનિયાના કોઈપણ ખૂણામાં રહીને કરી શકે છે. એકાંત અને અસંગપણું ભારે પુરુષાર્થ માગી લે છે. જૈન ધર્મ આત્મલક્ષી ધર્મ છે. આત્મજ્ઞાન, આત્મસાક્ષાત્કાર, સમ્યગ્દર્શન દ્વારા પોતાના જ આત્માને મોક્ષગતિમાં પહોંચાડવા માટેનો ધર્મ છે. લોકોનાં ભૌતિક સુખસગવડ વધે એ એનું મુખ્ય ધ્યેય જ નથી. ત્યાગ, વૈરાગ્ય, સંયમ, જ્ઞાન-ધ્યાન, કષાયમુક્તિ ઇત્યાદિમાં માનવાવાળો જૈન ધર્મ હોવાથી, ધર્મપ્રચાર કરી સંખ્યા વધારવાનું લક્ષ એણે રાખ્યું નથી. આથી જ જૈન ધર્મના આચારપાલનમાં કેટલાંક પરિવર્તનો વખતોવખત આવ્યાં તેમ છતાં એણે પોતાનું મૂળ તાત્વિક સ્વરૂપ સાચવી રાખ્યું છે. જૈન ધર્મના વૈશ્વિક સ્તર વિશેના કેટલાક મુદ્દાઓની અહીં સાધારણ છણાવટ કરવામાં આવી છે. સમગ્ર વિષયનો અભ્યાસ તો વિવિધ દૃષ્ટિકોણથી આંકડાઓ સાથે થઈ શકે. - એક અવાસ્તવિક તર્ક કરવામાં આવે છે કે ધારો કે દુનિયાની તમામ પ્રજા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 4 5 6 7