Book Title: Jain Dharm Vaishwik Stare Author(s): Ramanlal C Shah Publisher: Z_Jintattva_Granth_1_002039.pdf and Jintattva_Granth_2_002040.pdf View full book textPage 7
________________ જૈન ધર્મ વૈશ્વિક સ્તરે 307 જૈન ધર્મ પાળતી હોય અને જૈન ધર્મના આગમગ્રંથો - શાસ્ત્રગ્રંથો નષ્ટ થઈ ગયા હોય એવી એક સ્થિતિ હોય અને બીજી બાજુ દુનિયામાં એક પણ માણસ જૈન ન હોય છતાં એના આગમગ્રંથો- શાસ્ત્રગ્રંથો સચવાયા હોય એવી બીજી સ્થિતિ હોય તો આ બે સ્થિતિમાંથી કઈ સ્થિતિને ઇષ્ટ ગણવી ? મને લાગે છે કે શાસ્ત્રગ્રંથો નહીં હોય તો ત્રીજી ચોથી પેઢીએ જૈનતત્ત્વનો લોપ થવા લાગશે, પરંતુ શાસ્ત્રગ્રંથો બચી ગયા હોય તો મોડો વહેલો ફરી જૈન ધર્મનો ઉદય અવશ્ય થાય. જૈન ધર્મ જાતને ગુમાવીને જગતને મેળવવામાં માનતો નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 5 6 7