Book Title: Jain Dharm Vaishwik Stare
Author(s): Ramanlal C Shah
Publisher: Z_Jintattva_Granth_1_002039.pdf and Jintattva_Granth_2_002040.pdf

View full book text
Previous | Next

Page 5
________________ જૈન ધર્મ વૈશ્વિક સ્તરે ઇન્ટરનેટ પર ઘણી બધી માહિતી સાંપડે છે. વિદેશોમાં ઘણાં સેન્ટરો ખાસ કરીને પર્યુષણ પર્વ દરમિયાન ભારતથી વ્યાખ્યાતાઓને નિમંત્રણ આપે છે અને તેમના જ્ઞાનનો લાભ મેળવે છે. જૂની પેઢીના માણસો પોતાનાં સંતાનો માટે વેળાસર જાગૃત થયા એથી આફ્રિકા, જાપન ઉપરાંત ઇંગ્લેન્ડ, અમેરિકા, બેલ્જિયમ, સિંગાપોર, મલેશિયા, દુબઈ, હોંગકોંગ વગેરે ઘણે સ્થળે જૈનત્વની હવા સારા પ્રમાણમાં પ્રસરેલી છે. જૈન સંઘો, જૈન સેન્ટરો, જૈન એસોસિએશનો, જૈન સ્ટડી સર્કલો, જૈન સમાજ, જૈન વર્લ્ડ, યંગ જૈન્સ વગેરે જુદા જુદા નામથી ઘણી સંસ્થાઓ અને એનાં ફેડરેશનો સક્રિયપણે કાર્ય કરવા લાગ્યાં છે અને કેટલાંકનાં તો વર્ષે બે વર્ષે મોટા પાયા પર અધિવેશનો પણ યોજાવા લાગ્યાં છે. મંદિરોમાં પ્રતિષ્ઠાના પ્રસંગો, સાલગીરી વગેરે પણ યોજાય છે. આવા કોઈ પ્રસંગે ત્યાં ઉપસ્થિત હોઈએ તો ત્યાં કેવું વાતાવરણ જામે છે એનો પ્રત્યક્ષ અનુભવ થાય. ધર્મના પ્રચારમાં મહત્ત્વની વાતને બે વિભાગમાં વહેંચી શકાય. એક તો એના તત્ત્વજ્ઞાનના અને નીતિધર્મના સિદ્ધાન્તો અને બીજું એનો આચારધર્મ. તત્ત્વજ્ઞાન અને નીતિધર્મના સિદ્ધાન્તો પોતાના ક્ષેત્રની બહાર પણ સાચવી શકાય છે, જો એના પુરસ્કર્તાઓ સમર્થ જ્ઞાની મહાત્માઓ હોય તો. આચારધર્મના પાલનમાં પ્રાદેશિક આબોહવા તથા ઉપલબ્ધ સામગ્રી અનુસાર ફેરફાર કરવાની આવશ્યકતા ઊભી થાય છે. ભારતની આબોહવા એકંદરે એવી છે કે વધુમાં વધુ ઠંડી અને વધુમાં વધુ ગરમીમાં, બહાર ખુલ્લામાં ઉઘાડા પગે અને નગ્ન શરીરે દિગંબર મુનિ મહાત્માઓ વિહાર કરી શકે છે. પરંતુ તેઓને માટે આ રીતે ઇંગ્લૅન્ડ, યુરોપ, અમેરિકા, કેનેડા, જાપાનમાં વિચરવું અશક્ય છે. એટલે તેઓ જાય નહીં, અને જાય તો આચારધર્મમાં છૂટછાટ લેવી પડે. શ્વેતામ્બર સાધુઓ માટે પણ આ વાત એટલી જ સાચી છે. ભારતમાં ગ્રામ, નગર, આવાસ એટલાં નજીક છે કે એક સ્થળેથી બીજે સ્થળે પાદવિહાર કરી શકાય. યુરોપ, અમેરિકામાં વાહનનો ઉપયોગ કર્યા વગર છૂટકો નથી. ગોચરીઆહારના નિયમો ત્યાં ન જ સચવાઈ શકે. એટલે મહાવ્રતધારી જૈન સાધુસાધ્વીઓ વિદેશમાં ન જાય એ જ ઉચિત છે, જે જાય તેનામાં શિથિલાચાર આવ્યા વગર રહે નહીં. જ્યાં સાધુ – સાધ્વીનો યોગ ન હોય એવા પ્રદેશોમાં, વિદેશોમાં તેમજ ભારતમાં, લોકોના ધર્મપાલનમાં શિથિલતા કે પ્રમાદ આવે અને પ્રત્યક્ષ Jain Education International ૩૦૫ For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7