Book Title: Jain Dharm Vaishwik Stare
Author(s): Ramanlal C Shah
Publisher: Z_Jintattva_Granth_1_002039.pdf and Jintattva_Granth_2_002040.pdf

View full book text
Previous | Next

Page 3
________________ જૈન ધર્મ વેશ્વિક સ્તરે ૩૦૩ પણ જેનો મોટી સંખ્યામાં વિદેશોમાં ઠેર ઠેર જઈને વસ્યા છે એટલા માટે છે. એટલું સ્પષ્ટ સમજી લેવું જોઈએ કે ધર્માતરની પ્રવૃત્તિ દ્વારા કૃત્રિમ રીતે પોતાની સંખ્યા વધારવામાં જૈન ધર્મ માનતો નથી. આથી જ જૈન ધર્મ દુનિયાનો એક પ્રાચીન ધર્મ હોવા છતાં એનું પાલન કરનારાઓની સંખ્યા દુનિયાની વસતિના અડધા ટકા જેટલી પણ નથી. સો-દોઢસો વર્ષ પહેલાં જૈનો ભારત બહાર જવા લાગ્યા હતા. મુખ્યત્વે દરિયાઈ માર્ગે તેઓ જતા. શેઠ મોતીશાહનાં વહાણો આ બાજુ બહરીન અને ઝાંઝીબાર સુધી અને પૂર્વમાં બ્રહ્મદેશ, મલાયા, સુમાત્રા અને ચીન સધી જતાં. એન્જિનથી ચાલતી સ્ટીમરો આવ્યા પછી એડન, કેન્યા, ટાન્ઝાનિયા, માડાગાસ્કર સુધી હિંદીઓનો વ્યવહાર વધી ગયો અને તેમાં જૈનો પણ ત્યાં જવા અને વસવાટ કરવા લાગ્યા હતા. જૂના વખતમાં પૂર્વ આફ્રિકા કરતાં બર્મા, મલાયા તરફ જૈનો વધુ જતા. ત્યાર પછી યુગાન્ડા, કેનિયા, તાન્ઝાનિયામાં ઘણા જૈનો જઈને રહ્યા. આ પ્રદેશોની આબોહવા લગભગ ભારત જેવી. શિયાળામાં ત્યાં અતિશય ઠંડી નહીં અને બરફ પડે નહીં. એટલે રહેણીકરણી પણ ભારત જેવી રહી હતી. કેટલેક સ્થળે જેનોએ સંઘની સ્થાપના કરી અને મંદિર, ઉપાશ્રય વગેરે ધર્મસ્થાનકોની પણ સ્થાપના કરી હતી. પોતાનાં સંતાનોને ગુજરાતી શીખવા મળે અને ભારતીય સંસ્કાર સચવાઈ રહે એટલા માટે તેઓએ કેટલેક સ્થળે પોતાની અલગ શાળાઓ પણ ચાલુ કરી હતી. દોઢસો-બસો વર્ષ પહેલાં પાશ્ચાત્ય વિદ્વાનોમાં એવી ગેરસમજ હતી કે બૌદ્ધ ધર્મ એ જ જૈન ધર્મ છે. બંનેના અહિંસાના સિદ્ધાન્તને કારણે તથા અન્ય કેટલીક સમાન બાબતોને કારણે આમ બનવું સ્વાભાવિક હતું. પરંતુ જેમ જેમ પાશ્ચાત્ય વિદ્વાનો વધુ અભ્યાસ કરતા ગયા અને હર્મન જેકોબી, ગ્લાસેનાપ, હર્બર્ટ વોરન વગેરેએ જૈન ધર્મ વિશેનાં પુસ્તકો લખ્યાં તે પછી યુરોપમાં જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મ એ બે જુદા સ્વતંત્ર ધર્મો છે એવી ગણના થવા લાગી. જો કે જૈન ધર્મ નામનો એક ધર્મ છે એવી માહિતી ચીન, રશિયા સહિત દુનિયાની પોણા ભાગ કરતાં વધુ વસતિને હજુ પણ નથી. વિદેશમાં વસતા જૈનોનો એક મોટો પ્રશ્ન શાકાહારનો છે. ત્યાં વસતા કોઈક જૈનો શુદ્ધ શાકાહારી નથી રહ્યા એ વાતનો પ્રામાણિકપણે સ્વીકાર કરવો જોઈએ. જૂની પેઢી કરતાં ત્યાં જન્મેલી નવી પેઢીમાં માંસાહારનું પ્રમાણ થોડું વધારે છે એવું પણ સાંભળ્યું છે. માંસાહાર કરતાં પણ મદિરાપાનનું પ્રમાણ વધુ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7