Book Title: Jain Dharm Vaishwik Stare Author(s): Ramanlal C Shah Publisher: Z_Jintattva_Granth_1_002039.pdf and Jintattva_Granth_2_002040.pdf View full book textPage 2
________________ ૩૦૨ જિનતત્વ નવી પેઢીનું સંમિશ્રણ છે. આફ્રિકાથી સ્થળાંતર કરીને આવેલી જૂની પેઢીને સ્થિર થવા માટે ભારે પુરુષાર્થ કરવો પડ્યો. ત્યાં જન્મેલી અને ઉછરેલી નવી પેઢી વધુ તેજસ્વી છે. અમેરિકામાં વિદ્યાભ્યાસ માટે ગયેલો વર્ગ સુશિક્ષિત છે. એમનું જીવનધોરણ ઉચ્ચ છે. રહેવાનું દૂર દૂર છે. મોટરકાર વગર પહોંચાય નહીં. નવી પેઢી વધુ તેજસ્વી છે, પણ એને ધર્મ તરફ વાળવા માટે મહેનત લેવી પડે એમ છે. ભારત બહાર વસતા જૈનોની પોતાની સ્થાનિક કેટલીક સમસ્યાઓ છે. વિદેશમાં વસતા માત્ર જૈનો જ નહીં, વિદેશીઓ માટે પણ ધર્મપ્રચારનું સંગીન કાર્ય થઈ રહ્યું છે. અનેક અમેરિકનો શાકાહારી બન્યા છે. ત્યાં જૈનોમાં ધર્મજાગૃતિ હવે ત્યાં ધર્મપ્રચારાર્થે ઘણા બધા મહાનુભાવો ભારતથી જવા લાગ્યા છે. પ્રાચીન કાળમાં જ્યારે બૌદ્ધ ધર્મ ભારત બહાર પોતાના ફેલાવા માટે ૨ાજ્યાશ્રય મેળવીને અને તે વગર પણ જે પ્રચંડ ઝુંબેશ આદરી હતી તેવું કંઈ જૈન ધર્મ કર્યું હોય એમ જાણવામાં નથી. જૈન ધર્મ ભારતમાં જ સીમિત રહ્યો. સમુદ્રની પાર જવાનું એણે વિચાર્યું જ નહીં. એને મુખ્ય ભય એ હતો કે સમુદ્રની પેલે પાર પ્રચાર કરવા જવાથી ધર્મ એના મૂળ સ્વરૂપમાં રહેશે નહીં. કેટલાંયે સમાધાનો કરવાં પડશે. એનો એ ભય સાચો હતો. આ મુદ્દા ઉપર પણ બૌદ્ધ ધર્મમાં મતભેદો ઊભા થયા હતા અને એથી જ મૂળ સ્વરૂપના બૌદ્ધ ધર્મને અનુસરનાર હીનયાન પંથવાળા કહેવાયા અને થોડીઘણી છૂટછાટ સાથે બૌદ્ધ ધર્મનો ભારત બહાર પ્રચાર કરવામાં માનવાવાળા મહાયાન પંથના કહેવાયા. બૌદ્ધ ધર્મમાં માંસાહાર અને મદ્યપાન નહોતાં. પણ એશિયાઈ દેશોમાં ઠેઠ ચીન, કોરિયા અને જાપાન સુધી ત્યાંની માંસાહારી અને મદ્યપાન કરનારી પ્રજામાં બૌદ્ધ ધર્મ ફેલાયો, પરંતુ એ પ્રજાઓ માંસાહાર ને મદ્યપાન કરતી રહી. એટલે બૌદ્ધ ધર્મ ત્યાં એના મૂળ સ્વરૂપમાં રહ્યો નહીં. બૌદ્ધ, ઇસ્લામ અને ખ્રિસ્તી ધર્મે લોકોને સમજાવીને, રાજ્યાશ્રય મેળવીને તે દ્વારા, શાસ્ત્રના જોરે કે ગરીબોને ખોરાક, કપડાં, દવા વગેરે દ્વારા ફોસલાવીને જે રીતે ધર્મપ્રચાર કરીને પોતાના ધર્મના લોકોની સંખ્યા વધારવાનું ધ્યેય રાખ્યું હતું અને હજુ પણ કેટલેક અંશે ૨ખાય છે. એવી રીતે જૈન ધર્મે પોતાની સંખ્યા વધારવાનું ધ્યેય રાખ્યું નથી. જૈન ધર્મ વિશ્વના ઘણાં દેશોમાં હાલ જે ફેલાયો છે તે ત્યાંની સ્થાનિક પ્રજાએ ધર્માતર કરવાથી નહીં, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6 7