Book Title: Jain Dharm Prakash 1937 Pustak 053 Ank 02
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 21
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ન્યુપેપરનું વાંચન વિકથાની પુષ્ટિ કરનાર છે હાલમાં દિનપરદિન ન્યુપેપરનું વાંચન ઘણું વધી પડ્યું છે. શ્રાવકા સવારના પહેારમાં પ્રથમ પરમાત્માના નામસ્મરણને બદલે ન્યુપેપરને સભારે છે. દિલગીરી એ છે કે સાધુએમાં પણ અમુકને તેવી જાતને ચેપ લાગ્યા છે. તેના નિવારણ માટે કહેવા જતાં કલેશ થાય છે અને ખાટું લગાડે છૅ. શ્રાવકનુ આમું વ્રત અનર્થ વિરમણુ નામનુ છે. અનથદડના ચાર પ્રકાર છે: ૧ અપધ્યાન, ૨ પ્રમાદાચરિત, ૩ હિંસપ્રદાન અને ૪ પાપાપદેશ. આમાં ખીજા ભેદ પ્રમાદાચરિતમાં વિકથાએને સમાવેશ થાય છે. ન્યુ`પરામાં પ્રાયે રાજકથા ને દેશકથા જ હોય છે. પ્રસગે સ્ત્રીકથા પણ આવે છે પરંતુ તે ગાણ છે. ન્યુપેપરમાં આવતી રાજકથા તે દેશકથા પાતે વત માન પરિસ્થિતિથી જાણીતા રહેવા માટે વાંચે છે એમ કેટલાક કહે છે, પરંતુ વાંચીને ન અટકતાં પછી બીજા અનેકને કહે છે. તટલાથી પણ ન અટકતાં તેના પર વિચાર ચલાવે છે અને યુક્તિપ્રયુક્તિની ચેાજના ઘડી કાઢે છે. ‘ અમુક રાજ્યે આમ કર્યું. હાત તા તે હારત નહીં. આવી અનેક યુક્તિઓનું પરિણામ વિચારીએ તે અનેક મનુષ્યાના વિનાશ સિવાય બીજુ હોતુ નથી. આ હકીકતના પાસ એટલે! બધા લાગ્યા છે કે તે બાબતમાં જે વધારે જાણકાર હાય તે વધુ હુશિયાર ગણાય છે. " કેટલાક વ્યાપાર સમાચારને અંગે વાંચવાની જરૂરીયાત બતાવે છે, પરંતુ વ્યાપાર સમાચાર વાંચીને ન અટકતાં તરતજ બીજી બાબતા વાંચવા લલચાય છે અને વાંચવા માંડી પડે છે. વ્યાપાર સમાચાર પણ વસ્તુના વ્યાપારી કરતાં સટ્ટાના વ્યાપારી વધારે વાંચે છે અને તેને અનુસરીને સટ્ટો ખેલી પાયમાલ થાય છે. કદી કાઇ તે જાણીને દ્રવ્ય મેળવતુ પણ હશે, પરંતુ તેનું પરિણામ પ્રાંતે તે દ્રવ્ય ખાવામાં જ આવે છે. કેટલાક ચેતતા રહેવા માટે વાંચવાનુ કહે છે પર ંતુ ચેતવાનુ` કેને? યૂરોપમાં યુદ્ધ થવાનેા સભવ મનાય તેમાં હિંદવાસીને ચેતવાનુ શુ હાય ? ફક્ત તેમાં તા એ જ વિચારણા કર્યું બ્યરૂપે છે કે— આ બધું જડવાદનું પિરણામ છે. રાય, હક્ક, વ્યાપાર ને વડાઇ-આ ચાર જડ હેતુ માટે જ બધે લડાઇઓ થાય છે.’ અત્યારનો સમય તેને માટે કટોકટીનેા કહેવાય છે. ન્યુસ્પેપરમાં જૈન ન્યુપેપરોના સમાવેશ કરવો કે નહીં ? એમ કેટલાક બધુએ સવાલ કરે છે. તેના ઉત્તરમાં જણાવવાનુ કે—તેમાં ઉપદેશક ધાર્મિક લેખ સ્થાવ તે વાંચવા ચૈગ્ય છે. બાકી પરસ્પરના વિવાદ, નિંદા કે ઉપર જણાવેલી વિકથા આવે તે વર્જ્ય છે-વાંચવા ચેાગ્ય નથી. આ બાબતમાં ગુરુમહારાજ થાન ઉપર લેય તા વાંચનાર કાંઇક પાછા વળે તેમ છે. નહીંતર તા આગળ વધતા જ જવાના છે. આ સંબંધમાં ઘણુ લખવા જેવુ છે પરંતુ હાલ તે આટલેથી જ વિરમું છું. કુંવરજી For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38