________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
લલિતાંગ કુમાર કુમાર તે ગુણી હતો, ગુણને રાગી હતો, તેથી પિતાના કહેવાથી ખોટું ન લગાડતાં વિચારવા લાગ્યો કે હું ધન્ય છું કે પિતાએ મને શિખામણ આપી. હવે હું થોડું ઘેલું દાન આપીશ એમ વિચારી ડું થોડું દાન આપવા માંડયું.
એ પ્રમાણે થોડું થોડું દાન આપવાથી કેટલાએક યાચક ખિન્ન થવા લાગ્યા, કેટલાએક પાછા જ છે લાગ્યા અને કેટલાએકને ડું ઘણું મળવા લાગ્યું. તેમાંના કે કોઈ તો કુમારનો અપવાદ બોલવા લાગ્યા. કઈ વાચાળ હતા તે તો કુમારને બેઠે કહે લાગ્યા કે હૈ કુમાર ! તમે ચિંતામણિ સરખા હતા તે આવા કેમ થઈ ગયા ? જગતમાં દાન ગુણજ સંથી શ્રેષ્ઠ છે. જેઓ ઉદાર મનવાળા હોય છે તેની જ વાતમાં કીર્તિ વધે છે. દિવ્ય પામ્યાનું સાર્થક દાન આપવામાંજ છે. દ્રવ્યનો રિથતિ નેતિ શાસ્ત્રકારોએ દાન, ભોગ અને નાશ એ ત્રણ કહી છે. જે પણ માણસ દવ્ય મળ્યા છતાં દાન આ પતા નથી, ઉપભોગ કરતા નથી, તેના દ્રવ્યની છેલ્લી ગતિ (નાશ) થાય છે. ઉપભોગ કરવામાં કેવળ સ્વાર્થવૃત્તિ અને ઇન્દ્રિયોને પોષવાનું છે માટે દાન એજ એક છે. હે કુમાર ! જેઓને દાન શીલ સ્વભાવ હોય છે તેઓ કોઈ દિવસ દાન આપવામાં પાછા હઠતા નથી.
યાચકને આવા આવા ભિન્ન ભિન્ન પ્રકારના ઉગાર, પિતાનો થતા અપવાદ તથા કેટલાએક દીન યાચકોને થતી ખિન્નતા જોઈ કુમારના વિચાર કરી ગયા. તેનું અંતઃકરણ પૂર્વવત દાન આપનામાં ઉત્કંઠિત થયું. જેઓ કોમળ અંતઃકરણ માળા હોય છે, જેના હૃદયમાં ઉદારતાની છાપ પડી હોય છે તે માણસ પોતે ગમે તે સ્થિતિમાં હોય તો પણ તેનું મન બીજાને આપવા માં જ પ્રવૃત્ત રહ્યા કરે છે, યાચકની દયા ઉપજાવે એવી વાણી સાંભળી તેએના મન દયાર્દ થઈ જાય છે અને પોતાની પાસે જે વસ્તુ હોય તે આપી દે પ્રવૃત્ત થાય છે. ધન્ય છે એ છે ઉદાર પુરૂષોને ! અને પિતાની શક્તિ
છતાં, પોતાના ઉપભોગને માટે ગમે તેમ દ્રવ્ય વપરાતું હોય તે છતાં દીન કે દુઃખી યાચકોને દેખી જેઓના હૃદયમાં કાંઈ પણ આપવાની વૃત્તિ થતી નથી ધિકાર છે તેવા પુરૂ ને !
(ાર અંતઃકરણવાળા કુમારે પિતાના કહેવાથી પિતાનું વર્તન ફેરવ્યું હતું, પણ ઉપર પ્રમાણેના કારણ મળતાંજ તે વિચાર અને વર્તન ફરી ગયાં. તેના મનમાં વિચાર આવવા લાગ્યા કે અા : આપણું રાખ્યું તો રહેવાનું નથી
For Private And Personal Use Only