Book Title: Jain Dharm Prakash 1904 Pustak 020 Ank 05
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 24
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૮ શ્રી જનધી પ્રકાશ. એ કુમારને સજજન નામનો એક સેવક હતા. તેનું નામ સજજન હતું પ ગુણથી દુર દુજા હતો. કુમારે તેને પોતાનો પ્રીતિપાત્ર ગણી છે. ધામાં પણ તે કુમારનું ભાડું ચિંતવતો. તોપણ રાજનતાએ રાંણે કુમાર તેને પિતાનાજ ગણુતા અને પાસે રાખતો. કુમારમાં ગુણ તે ઘણા હતા, પણ દાન ગુણ સર્વથી વિશેષ હતા. કોઈ પણ દીન અથવા દુ:ખી માણસને જે તેનું હૃદય દયાર્ટ થઈ જતું અને પોતે કેવી રીતે તેનું દુઃખ ટાળી શકે એજ ચિંતવના થતી; એટલું જ નહીં પણ તેને સુખી કરવા માટે જે જોઈએ તે આપતો. કોઈ પણ યાચક તેની પાસેથી નિરાશ થઈને જ નહીં. યાગક નજરે દે કે પોતાની બીજી રસ કીડા પડતી મૂકી તેને દાન આ૫માં પત્તિ થતી. જે દિવસે કોઈ સાચક ન મળ્યો હોય અને દાન ન અપાયું હોય તે દિ સને નિષ્ફળ અને વંધ્ય માનતો. પોતાની પાસેની ઉત્તમમાં ઉત્તમ અને કિંમતી વસ્તુ પણ યાચકને આપવામાં તેનું મન સંકોચાતું ન હતું. વૈભવ મળ્યાનો સારજ દાન આપવામાં સમજતે. એક દિવસે કુમાર રાજ્ય કચેરીમાં ગયો. ત્યાં વાર્તાલાપ કરતાં તેને નિયાદિક ગુણથી રાજ હર્ષ પામે તેથી તેને એક મૂલ્યવંત હાર ભેટ આપ્યો. પિતા પાસેથી રજા લઈ પિતાને આવાસે જતાં રસ્તામાં કોઈ દીન યાચક બન્યો. પોતાની પાસે તે વખતે બીજી કોઈ વસ્તુ આપવા જેવી નહોતી તેથી ઉદાર દિલવાળા કુમારે તે હાર યાચકને આપી દીધો. એ વખતે પેલો સજન તેની સાથે હતો. તેણે પાછળથી તે વાત ગુપ્તપણે રાજાને કહી દીધી, એથી રાજને ગુસ્સો થયો. કુમારને એકાંતે બોલાવી કહ્યું કે હજી તે તું બાળક છે છતાં ગુણે કરી વૃદ્ધપણું આવ્યું હોય તેમ વે છે. તોપણ હું જે કહું છું તે ઉપર ધ્યાન આપ. આ રાજ્યસંપત્તિ તારી છે, તેને દિવસે દિવસે વધાર પાને તારી ફરજ છે. તું ડાહ્યા છો, નિપુણ છે, દાન ગુણે સર્વોત્તમ છે પણ તારામાં કેટલીક ખામી છે. દાન આપવું તે વિચારીને આપવું જોઈએ. પિતાના હાથમાં જે આવ્યું તે આપી દેવું એ ઉચિત નથી. દ્રવ્યને સંચય કરવો જોઈએ પરંતુ જેમ તેમ ઉડાવી દેવું ન જોઈએ; કારણ કે સર્વત્ર દ્રવ્યથી જ આદર પમાય છે. કોઈ વખતે દાન આપવું પણ તે વિચારીને હું ઘેટું આપવું પણ વગર વિચાર્યું જેને તેને જે હોય તે આપી દેવું નહીં, “અતિ સર્વત્ર વર્જયેતર એ સુર નીતિ વાળ હંમેશા ધ્યાનમાં રાખવું. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 22 23 24 25 26 27 28