Book Title: Jain Dharm Parichay Pustika Author(s): Gunvant Barvalia Publisher: Akhil Bharatiya Shwetambar Sthanakvasi Jain Conference View full book textPage 6
________________ આ આગમ ગ્રંથોમાં સમાવિષ્ટ દ્રવ્યાનુયોગ, ચરણકરણાનુયોગ, ગણિતાનુયોગ અને ધર્મકથાનુયોગમાં ઠેરઠેર જીવમાંથી શિવ બનવાની પ્રક્રિયાનો નિર્દેશ છે. આગમશાસ્ત્રો જૈન શાસનમાં બંધારણનો પાયો છે. જૈન આગમરૂપી આ દસ્તાવેજમાં જ્ઞાન, દર્શન અને ચારિત્રરૂપ ત્રિરત્નની માલિકી અને માહિતી આપતા સિદ્ધાંતો, નિયમો અને આચારોનું વિશદ્ માર્ગદર્શન આપવામાં આવેલ છે. એમાં જણાવેલ આચારપાલન માનવીની અવશ્ય આત્મોન્નતિ કરાવી શકે. જૈન ધર્મના પ્રમાણિત શાસ્ત્રગ્રંથોને આગમ કહે છે. ‘આગમ’ શબ્દ ‘આ’ ઉપસર્ગ અને ‘ગમ' ધાતુનો બનેલો છે. આ = ચોતરફ, ગમ = જાણપણું, આ = આખ પુરુષે કહેલ, ગ = ગણધરે ગુંથેલ, મ = મુનિરાજે આચરેલું એટલે ‘જેના વડે વસ્તુનું સંપૂર્ણ જ્ઞાન થાય અર્થાત્ પદાર્થના રહસ્યનું જ્ઞાન થાય તે આગમ છે.' આચાર્ય આર્યરક્ષિતે અનુયોગ અનુસાર વિષયની દષ્ટિથી બધા આગમસૂત્રોને ચાર વિભાગમાં વહેંચ્યા છે. ૧. દ્રવ્યાનુયોગ (આત્મતત્ત્વને લગતું) ૨. ચરણકરણાનુંયોગ (સાધુ વિ.ના આચાર ધર્મને લગતું) ૩. ગણિતાનયોગ (ભૂગોળ, ખગોળ ગણિતશાસ્ત્રને લગતું) ૪. ધર્મકથાનુયોગ (ધર્મ કથા દ્વારા તત્ત્વજ્ઞાન સમજાવવું તે). ઉપરોક્ત સૂત્રો ઉપરાંત આચાર્યશ્રી ઉમાસ્વાતિજી રચિત “તત્વાર્થ સૂત્ર" ગ્રંથ જૈન દર્શનના સંક્ષિપ્ત સાર રૂપ છે, જેને જૈન ધર્મના બધા કિકાઓ માન્ય રાખે છે. આગમોનો અત્યંત સંક્ષિપ્ત વિષય પરિચય ક્રમ | આગમનું નામ વિષય - પરિચય ૦૧. | આચારાંગ સૂત્ર આત્મજ્ઞાન, ત્યાગ વૈરાગ્ય, સંયમના આચાર વિચાર, ભગવાન, મહાવીરની ઉક્ટ સાધના. સૂયગડાંગ્યું સૂત્ર | યિાવાદી, અWિાવાદી વગેરે એકાંતવાદી, મત(સૂત્રકૃતાંગ) મતાંતર તથા સ્વમત જૈન દર્શનની શ્રેષ્ઠતાનું ન્યાયયુક્ત વર્ણન. ઠાણાંગ સૂત્ર જૈનદર્શનના તત્વો યુક્ત ૧થી ૧૦ સંખ્યામાં (સ્થાનાંગ સૂત્ર) નિરૂપણ કરેલ અનેક ઉપદેશક ચૌભંગિઓ. ૦૪. | સમવાયાંગ સૂત્ર ૧થી ૧૦૦ સુધી તથા આગળ ક્રોડ સુધીની સંખ્યાના આધારથી વિવિધ તત્ત્વોનું નિરૂપણ. ભૂત-ભાવી તીર્થંકર આદિ ઉત્તમ પુરુષોની વિગત. ૧૨ અંગસૂત્રોનો પરિચય. ૦૫. | ભગવતી સૂત્ર | જૈનદર્શનના પ્રાયઃ બધા સિદ્ધાંત. મુખ્યતઃ ગૌતમ (વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ). સ્વામીના પ્રશ્નોત્તર વિશેષમાં અન્ય ગણધર, સૂત્ર શ્રમણ, શ્રાવક-શ્રાવિકાઓ તથા અન્ય મતાવલંબીઓના પ્રશ્નોત્તર. ૦૬. જ્ઞાતાધર્મકથાંગ સૂત્ર. કથા, ઉદાહરણ તથા જીવની રૂ૫ દષ્ટાંતોના માધ્યમથી બધા પ્રકારના સાધકોને માટે શિક્ષા ઉપદેશ આપે એવું જ્ઞાતવ્ય અનુભવ યોગ્ય તત્ત્વ. ૦૭. | ઉપાસક દશાંગ સૂત્ર | ભગવાન મહાવીરના શાસનમાં થયેલા આનંદ આદિ ૧૦ આદર્શ શ્રાવકોનો વૈભવ તથા ત્યાગ - વૈરાગ્ય. ૦૮. | અંતગડ દશાંગ સૂત્ર | સંયમ સાધનાની અંતિમ ક્ષણોમાં કેવળજ્ઞાન, કેવળદર્શન પ્રાપ્ત કરી મુક્ત થવાવાળા ૯૦ જીવોનું શિક્ષાપ્રેરક જીવન વર્ણન. સહનતાથી સફળતા સુધીની યાત્રા. સમતા અને જયણા (જાગૃતિ) જૈન ધર્મનો પર્યાય છે. વિવેક એ જૈન ધર્મનો પ્રાણ છે. વીતરાગ પરમાત્માની આજ્ઞાનું પાલન એ જ ધમનું મૂળ સત્ત્વ છે. ૧૪Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32