Book Title: Jain Dharm Parichay Pustika
Author(s): Gunvant Barvalia
Publisher: Akhil Bharatiya Shwetambar Sthanakvasi Jain Conference
View full book text
________________
અનેક નગરોમાં દીક્ષા થઈ. માગશર સુદ ૫, સંવત ૧૫૩૬ માં સોહનમુનિ પાસે લોંકાશાહ પણ દીક્ષિત થયા. સતત દસ વર્ષ સુધી ગામેગામ ફરી ધર્મપ્રભાવના કરી. દિલ્હી ચોમાસું પૂર્ણ કરી અલવરમાં અઠ્ઠમના પારણામાં કોઈ વિરોધી પરિબળે ખોરાકમાં વિષ વહોરાવતાં સમાધિભાવે સંવત ૧૫૪૬ના ચૈત્ર સુધી ૧૧ના દિને મૃત્યુંજય બન્યા.
લોકાશાહની વિદાય પછી મુનિ ભાણજી, મુનિ નન્નાજી, મુનિ જગમલજી અને રૂપઋષિજીએ ધર્મનું કાર્ય આગળ ધપાવ્યું જે ‘લોકાગચ્છ' કે 'દયાગચ્છ' રૂપે ઓળખાવા લાગ્યાં.
ત્યાર પછી અઢી સૈકા બાદ શ્રી લવજીઋષિ, શ્રી ધર્મસિંહજી મુનિ અને શ્રી ધર્મદાસજીએ ધર્મમાં પુનઃ પેઠેલી શિથિલતાને ખંખેરી પુરુષાર્થ કર્યો તેથી તે ‘દિયોદ્ધારક' તરીકે ઓળખાયા.
સ્થાનકવાસી મુખ્યત્વે, ધર્મ નિમિત્તે થતી સૂક્ષ્મ હિંસાને પણ જૈનદર્શનમાં ક્યાંય સ્થાન નથી તેમ માને છે.
ચાર નિક્ષેપમાં નામનિક્ષેપ, સ્થાપના નિક્ષેપ, દ્રવ્યનિક્ષેપ અને ભાવનિક્ષેપ એમ ભાવનિક્ષેપની પ્રધાનતાને સ્વીકારે છે, જેમાં આત્યંતરપૂજા, ગુણપૂજા અને વીતરાગ દેવોના ગુણોનું સ્મરણ કરી ઉપાસના અને સ્વ આલોચના કરવામાં માને છે.
સ્થાનકવાસી સંપ્રદાયના ભારતભરમાં ઠેરઠેર સ્થાનકો છે, જેને ઉપાશ્રય, પૌષધશાળા, આરાધના ભવન, ધર્મસ્થાનક, જૈનભુવન વગેરે વિવિધ નામે ઓળખે છે. આયંબિલ શાળા અને પાઠશાળા પણ ઝાઝે ભાગે તેમાં હોય છે. જૈન ધર્મનાં વ્રતો, જપ, તપ અને જીવદયાને પ્રધાનતા આપી નિરંતર સાધુ-સંતોની નિશ્રામાં ધાર્મિક આધ્યાત્મિક અનુષ્ઠાનો થતાં રહે છે. સાધુઓનો યોગ ન હોય ત્યારે શ્રાવિકાઓ, શ્રાવકો પ્રાર્થના, સ્વાધ્યાય, સામાયિક, પ્રતિક્રમણ-સંવર-પૌષધ વગેરે પ્રવૃત્તિઓ કરે છે. આ સંપ્રદાયના શ્રાવકો જ્યાં જ્યાં તીર્થકરોનું વિચરણ થયું અને નિર્વાણ થયું તેવાં ક્ષેત્રો અને જ્યાં અનેક કેવળીઓ મોક્ષે ગયા હોય તેવાં તીર્થોની ભાવપૂર્વક, ક્ષેત્ર સ્પર્શના કરે છે.
* ૨૩
| તેરાપંથ સંપ્રદાય પૂ. ભિકખણજી મહારાજશ્રી (પૂ. ભિક્ષુજી) સ્થા. સંપ્રદાયના સાધુ હતા. વિચારભેદને કારણે તેઓ સંપ્રદાયમાંથી અલગ થયા ત્યારે તેમની સાથે તેર સાધુઓ હતા. એક સાધુએ પ્રાર્થના કરતાં કહ્યું કે, “પ્રભુ એ તેરા પંથ હૈ” ત્યારથી આ સાધુઓ તેરાપંથી રૂપે ઓળખાવા લાગ્યા. તેમણે મુખ્ય તર નિયમોનો સ્વીકાર કર્યો જેમાં પાંચ મહાવ્રત, પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિનો સમાવેશ થાય છે, જે નિયમોનું પાલન સમગ્ર જૈન સમાજના સંત-સતીજીઓને કરવાનું હોય છે અને અનાદિકાળથી કરતા આવેલ છે. - અહિંસા, સત્ય, અસ્તેય (ચોરી ન કરવી), બ્રહ્મચર્ય અને અપરિગ્રહ આ પાંચ મહાવ્રત- ઈય સમિતિ (જોઈને યતનાપૂર્વક ચાલવું), ભાષા સમિતિ વિચારપૂર્વક (નિરવઘ બોલવું), એષણા સમિતિ (શુદ્ધ આહાર-પાણીની ગવેષણા કરવી), આદાન ભંડમા નિક્ષેપ સમિતિ (વસ્ત્ર આદિ ઉપકરણોને સાવધાનીપૂર્વક લેવા મૂકવા) આ ઉચ્ચાર પાસવણ ખેલ જલ સિંઘાણ પરિસ્થાનિકા સમિતિ (વડીનીત, લઘુનીત, લખખો, શરીરનો મેલ, નાનો મેલ પરઠવાની સમિતિ. પાંચ સમિતિ અને મનગુપ્તિ (મનને વશમાં રાખવું), વચન ગુપ્તિ (વાણીને સંયમમાં રાખવી), કાયપ્તિ એટલે કાયાને સંયમમાં રાખવી. પંચમહાવ્રત અને અષ્ટપ્રવચનને ૧૩ નિયમોરૂપે તેરાપંથ સંપ્રદાયે સ્વીકાર્યા છે.
આમ પૂ. ભિખણજી મહારાજ (આચાર્ય ભિક્ષ) તેરાપંથ સંપ્રદાયના સંસ્થાપક બની ગયા. આ ઉપરાંત ધર્મના પ્રચાર-પ્રસારનું કાર્ય કરતી શ્રાવક અને સાધુની કડી રૂ૫ સમણ અને સમણીની એક વિશિષ્ટ શ્રેણી છે. જે પાંચ મહાવ્રતમાંથી ફક્ત ત્રણ મહાવ્રતનું સત્ય, અચૌર્ય અને બ્રહ્મચર્ય પાલન કરે છે અને દેશ-વિદેશમાં ૬૨ સમણી અને ૧ સમણ જૈન ધર્મના પ્રચાર-પ્રસારનું કાર્ય કરે છે. આચાર્ય તુલસીના ઉત્તરાધિકારી આચાર્ય મહાપ્રજ્ઞ પછી હાલ સંપ્રદાયના આચાર્ય આચાર્ય મહ8મણ છે. એક જ આચાર્ય એક વિચાર, એક આચાર અને એક જ બંધારણ સંપ્રદાયની વિશેષતા છે.
રાજસ્થાનમાં, જયપુર, કોટા, જોધપુર, લાડનું, અજમેર, ઉદેપુર, બિકાનેર, ગુજરાતમાં સુરત, અમદાવાદ, બનાસકાંઠા, ગાંધીધામ, ભૂજ, ઉપરાંત ભારતનાં