Book Title: Jain Dharm Parichay Pustika
Author(s): Gunvant Barvalia
Publisher: Akhil Bharatiya Shwetambar Sthanakvasi Jain Conference

View full book text
Previous | Next

Page 18
________________ જ્ઞાનીઓ કહે છે કે વિગઈઓ (રસ) એ શત્રુનું ઘર છે. આયંબિલ એ મિત્રનું ઘર છે અને ઉપવાસ એ પોતાની માલિકીનું ઘર છે. જેણે રસ જીત્યો એણે જગત જીતી લીધું છે. આયંબિલની ઓળી આવે એટલે મિત્રના ઘરને યાદ કરવાનું. વર્ષમાં બે વાર આપણને મિત્રના ઘરનું પ્રેમભર્યું આમંત્રણ મળે છે. તીર્થંકરોના કલ્યાણકો: - ચ્યવન કલ્યાણક એટલે તીર્થંકર ભગવાન ગર્ભમાં આવે તે, જન્મકલ્યાણક એટલે જન્મદિવસ, દીક્ષાલ્યાણક એટલે તીર્થંકર ભગવાનનો દીક્ષાદિવસ, કૈવલ્ય કલ્યાણક એટલે ભગવાનને કેવલજ્ઞાનની પ્રાપ્તિ થાય તે દિવસ અને નિર્વાણ કલ્યાણક એટલે તીર્થંકર ભગવાનનો આત્મા આઠે કર્મનો ક્ષય કરી નિર્વાણ પામી સિદ્ધ શીલા પર સ્થિર થઈ સિદ્ધત્વને પામે તે દિવસ. આ દિવસોને જેનો કલ્યાણકો રૂપે ઉજવે છે. કારણ કે આ પર્વો માનવી માટે કલ્યાણકારી પ્રેરણા આપે છે.. અક્ષતૃતિયા - પૂર્વના કર્મોદયે નિર્દોષ સૂઝતો આહાર ન મળવાથી આદિનાથ, ઋષભદેવે ફાગણ વદ આઠમે સંયમ સ્વીકાર્યો ત્યારથી ૪૦૦ દિવસ બાદ વૈશાખ સુદ ત્રીજે પ્રભુનું ઈક્ષરસ દ્વારા પારણું થયું. આ અક્ષય તૃતીયાના દિવસે વર્ષીતપના તપસ્વીઓ પારણું કરે છે અને આ તપની અનુમોદનાના ઉત્સવરૂપે ઉજવાય છે. દીવાળી :- દીવાળીને ભગવાન મહાવીર નિર્વાણ કલ્યાણકને ઉત્સવરૂપે જેનો ઉજવે છે. આ દિવસોમાં ઉલ્લાસભાવે દાન આપી લક્ષ્મીને મહાલક્ષ્મી બનાવવાની ભાવના અભિપ્રેત છે. આઠ કર્મોથી મુક્ત થઈ ભગવાન મહાવીરની આત્મજ્યોત પરમ આત્મા પ્રકાશમાં વિલીન થઈ ગઈ તે દિવસને શ્રાવકો છઠ્ઠ પોષધ વગેરે તપ અને જપ દ્વારા ઉજવે છે. નૂતન વર્ષનું પર્વ ગૌતમ સ્વામીના કેવળજ્ઞાનની સ્મૃતિરૂપ ગૌતમપ્રતિપદા રૂપે સ્વાગત કરે છે. લાભ પંચમીને જ્ઞાનની આરાધનાનું જ્ઞાનપંચમી પર્વ ગણે છે. પર્વતિથિઓ :- જે શ્રાવકો હંમેશા સંપૂર્ણ શ્રાવકાચારનું પાલન ન કરી શકે તે બીજ, પાંચમ, આઠમ, અગિયારસ, ચૌદશ (પૂનમ, અમાસ) તે પર્વ તિથિ કરે છે અને તેને પાંચ પરબી કે પર્વતિથિઓ ગણે છે. આ દિવસોમાં લીલોતરી, કંદમૂળ વગેરેનો ઉપયોગ ન કરવાનો - જપ, તપ કરવાનું. બ્રહ્મચર્યનું પાલન કરવાનું વગેરે આરાધનાનો વિશેષ પુરષાર્થ કરે છે. સામાન્ય રીતે આ દિવસોમાં આયુષ્યકર્મનો બંધ પડવાની વિશેષતઃ સંભાવના હોય છે તેથી તે પર્વતિથિઓમાં તપ-ત્યાગ કરવાનું જ્ઞાનીઓએ કહ્યું છે. ! જેન ધર્મની તપસ્યા - ઉપસાધના | તપ : કર્મનિર્જરાનું ઉત્કૃષ્ટ સાધન કર્મોને તપાવે, નાશ કરે તેનું નામ તપ. અનાદિકાળથી આત્મા અને કર્મનો સંયોગ છે. જ્યાં સુધી આત્મા કર્મોથી બંધાયેલો છે, ત્યાં સુધી તે સંસારી છે અને જ્યાં સુધી સંસારી છે ત્યાં સુધી જન્મ-જીવન અને મૃત્યુના દુ:ખો જીવે ભોગવવાના રહે છે. જેવી રીતે માટી મિશ્રિત સુવર્ણાદિ ધાતુને અગ્નિમાં તપાવવાથી તે ધાતુ માટીથી ઠ્ઠી પડી પોતાનું અસલી રૂપ ધારણ કરી શકે છે, તેવી રીતે કર્મરૂપ મેલથી ખરડાયેલો જીવ તપશ્ચર્યા રૂપ અગ્નિના પ્રયોગથી શુદ્ધ થઈ નિજરૂપને પ્રાપ્ત કરે છે. શ્રી ઉત્તરાધ્યયન સૂત્રના ત્રીસમાં અધ્યયન તથા શ્રી ઉવવાઈ સૂત્રમાં તપના ભેદ બતાવ્યા છે, જેમાં છ પ્રકારના બાહ્મ તપ અને આ પ્રકારના આત્યંતર તપ બતાવવામાં આવ્યા છે. બાહ્યત૫ : (૧) અનશન તપ : અન્ન, સુખડી, મુખવાસ આ ત્રણ પ્રકારના આહારનો ત્યાગ કરવો. તે તેવિહારો ઉપવાસ અને પાણીનો પણ ત્યાગ કરવો તે ચૌવિહારો ઉપવાસ કહેવાય છે. એક ઉપવાસથી છ મહિના સુધીના ઉપવાસનો અનશન તપમાં સમાવેશ થાય છે, અઠ્ઠમ (ત્રણ ઉપવાસ), અઠ્ઠાઈ (૮ ઉપવાસ), ૧૬ ઉપવાસ (સોળ ભથ્થુ), ૩૦ ઉપવાસ માસક્ષમણ, વર્ષીતપ એટલે એકાંતર એક વર્ષના ઉપવાસ પ્રચલિત છે. ઉપવાસમાં સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી માત્ર ઉકાળ્યા પછીનું ઠારેલું પાણી જ પીવાય છે. | (૨) ઉણોદરી તપ : આહાર, ઉપધિ તથા કષાય કમી કરે તેને ઉણોદરી તપ કહેવાય. તેના બે પ્રકાર : ૧. દ્રવ્ય, ૨. ભાવ. દ્રવ્ય ઉણોદરી : ૧. વસ્ત્ર, પાત્ર ઓછા રાખે તે ઉપકરણ ઉણોદરી. ૨. દિવસમાં ૩૨ ગ્રાસ (કોળિયા)નો આહાર લેવો અને તે ક્રમે ક્રમે ઘટાડતા જવો. ભાવ ઉણોદરી : ક્રોધ, માન, માયા, લોભ, રાગ, દ્વેષ, ચપળતા આદિ દોષો ૩૮ ૩૭

Loading...

Page Navigation
1 ... 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32