Book Title: Jain Dharm Parichay Pustika
Author(s): Gunvant Barvalia
Publisher: Akhil Bharatiya Shwetambar Sthanakvasi Jain Conference

View full book text
Previous | Next

Page 23
________________ 000000000000000000000000000000 ૩) વેદનીય : સુખાનુભવ અને દુ:ખાનુભવ આ બે કામ આ કર્મનાં છે. આત્માના સહજ સ્વભાવિક સુખનો અનુભવ આ કર્મ કરવા દેતું નથી. ૪) મોહનીય ઃ જેનાથી જીવ મોહિત થાય તે મોહનીય ! અવળી સમજ અને ક્રોધ-માન-માયા-લોભ તે આ કર્મની દેન છે. ‘હાસ્યાદિ’ની વિકૃતિ પણ આ જ કર્મની ભેટ છે. આઠે કર્મોમાં આ કર્મની જાલિમતા-પ્રબળતા ગજબની છે. ૫) આયુષ્ય : આ કર્મને કારણે જીવ જીવે છે. પ્રાણ ધારણ કરે છે. જન્મ અને તે આ કર્મનું ફળ છે. મૃત્યુ ૬) નામ : જીવને જાતિ (એકેન્દ્રીયાદિ) આપવી, સૂક્ષ્મત્વ, સ્થૂલત્વ, યશ, અપયશ, સૌભાગ્ય, દુર્ભાગ્ય, રૂપ, રસાદિ વગેરે આપવાનું કામ આ કર્મનું છે. સમગ્ર શરીરરચના આ કર્મને આભારી છે. આત્માના અરૂપીપણા વગેરેને આ કર્મ આવરે છે. ૭) ગોત્ર : ઉત્તમ કુળની, ઉત્તમ જાતિની પ્રાપ્તિ, પ્રતિભા અને ઐશ્વર્ય આ કર્મ આપે છે. તેવી જ રીતે નીચ કુળ-જાતિ આ જ કર્મ આપે છે. આત્માના ‘અગુરુલઘુ’ ગુણને આ કર્મ આવરે છે. ઉચ્ચતા અને નીચતા આ કર્મ અનુસાર પ્રાપ્ત થાય છે. ૮) અન્તરાય : આ કર્મ, સામે લાયક પાત્ર હોય અને આપવાની વસ્તુ પાસે હોય, છતાં આપવાનો ભાવ જાગવા ન દે! તેવી જ રીતે ઇચ્છિત સુખોની પ્રાપ્તિ ન થવા દે. પ્રાપ્ત થયેલા સુખો ભોગવવા ન દે. આત્માની અનંત શક્તિને આ કર્મ આવરે છે. નવતત્ત્વઃ - આધ્યાત્મિક ક્ષેત્રમાં પ્રવેશ કરવા માટે મુમુક્ષુ આત્માઓ એ ‘નવતત્ત્વો’ને જાણવા જોઈએ અને એ તત્ત્વોનું ચિંતન-મનન કરવું જોઈએ. જૈન ધર્મના આ મૂળભૂત તત્ત્વો છે. બધાં શાસ્ત્રો, ગ્રંથો અને આગમમાં આ મૂળ તત્ત્વોનો વિસ્તાર છે. ૧. જીવ : આયુષ્ય કર્મને યોગે જે જીવે છે અને જીવશે તેને જીવ કહેવાય. જે પ્રાણો (બળ, આયુષ્ય અને શ્વાસોચ્છ્વાસ)ના આધારે જીવ્યા છે, જીવે અને જીવશે તેને જીવ કહેવાય. પાંચ ઇન્દ્રિય બળ પ્રાણ, ત્રણ યોગબળપ્રાણ, ૪૭ 0000000000000100000000000000000 આયુષ્ય અને શ્વાસોચ્છ્વાસ ‘દ્રવ્યપ્રાણ’ કહેવાય. જ્ઞાનોપયોગ અને દર્શનોપયોગ સુખ અને વીર્ય એ ‘ભાવપ્રાણ’ કહેવાય. ૨. અજીવ : જેને દ્રવ્યપ્રાણ અને ભાવપ્રાણ ન હોય તેને અજીવ કહેવાય. ૩. પુણ્ય : જેનો ઉદય શુભ હોય તેવી ૪૨ કર્મ પ્રકૃતિ. ૪. પાપ ઃ જેનો ઉદય અશુભ હોય તેવી ૮૨ કર્મ પ્રકૃતિ. ૫. આશ્રવ : શુભ અને અશુભ કર્મ ગ્રહણ કરવાના હેતુઓ. ૬. સંવર : આશ્રવનો નિરોધ, આત્મા તરફ આવતા કર્મ પ્રવાહને અટકાવવો. ૭. નિર્જરાઃ પૂર્વબદ્ધ કર્મોનો તપશ્ચર્યાથી કે ભોગવટાથી નાશ. ૮. બંધ : કર્મ પુદ્ગલો સાથે જીવ પ્રદેશનો એકાત્મ સંબંધ. ૯. મોક્ષ ઃ સર્વ કર્મોનો નાશ અને આત્માનું આત્મામાં અવસ્થાન. : આઠે કર્મથી મુક્ત બનેલા મુક્તાત્માઓ સિદ્ધ બને જે લોકના અગ્રભાગે સિદ્ધશિલા છે તે મોક્ષમાં બિરાજે છે. છ દ્રવ્ય ઃ ૧) જીવાસ્તિકાય : જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ, વીર્ય અને ઉપયોગ એ જીવનાં લક્ષણ છે. ન ૨) ધર્માસ્તિકાય : ગતિ સહાયક દ્રવ્ય છે. માછલીમાં તળાવમાં તરવાની શક્તિ છે, પણ જો તળાવમાં પાણી ન હોય તો તરીકે શકે નહીં, તેમ જીવ અને જડ પદાર્થોને ગતિ કરવામાં એક પદાર્થની જરૂર છે જેનું નામ ધર્માસ્તિકાય છે. તે પદાર્થ ચૌદ રાજલોકમાં ફેલાઈને રહેલ છે. તેની બહાર જતો નથી. જ્યારે બધા જ કર્મો ખપાવીને જીવ સીધો ઉપર જાય ત્યારે મોક્ષમાં અટકી જાય છે પણ લોકની બહાર અલોક્માં જઈ શકતો નથી. અલોકમાં જવાની શક્તિ તો જીવમાં છે, પરંતુ ત્યાં જવા માટે ગતિ કરવામાં સહાય કરનાર ધર્માસ્તિકાય નામનું દ્રવ્ય ચૌદ રાજલોકની બહાર અલોકમાં નથી. ૩) અધર્માસ્તિકાય : જીવ અને જડ પદાર્થોને સ્થિર થવામાં સહાય કરનાર પદાર્થને અધર્માસ્તિકાય કહે છે. ૪) આકાશાસ્તિકાય : ગતિઅને સ્થિતિવાળા દ્રવ્યોને ધર્માસ્તિકાય ગતિ ૪૮

Loading...

Page Navigation
1 ... 21 22 23 24 25 26 27 28 29 30 31 32