Book Title: Jain Dharm Parichay Pustika
Author(s): Gunvant Barvalia
Publisher: Akhil Bharatiya Shwetambar Sthanakvasi Jain Conference
View full book text
________________
000000000000010000000.0.0.0.0.0
અને (૧૦) સંઘ (તીર્થ).
આ દસને આહાર, વસ્ત્ર, પાત્ર, ઔષધ, ઉપચાર લાવી આપવા. સાધુસંતો અને તપસ્વીઓની નમ્રતાથી અને પ્રસન્નચિત્તે સેવા કરવી તે વૈયાવચ્ચ તપ છે. આચાર્ય વિગેરે મને સેવાનો લાભ આપી મારા પર ઉપકાર કરે છે, એ ભાવના ભાવવી.
૪. સ્વાધ્યાય : સજ્ઝાય તપના પાંચ પ્રકાર છે
૧) સદ્ગુરુના ચરણોમાં વિનયપૂર્વક સૂત્ર અર્થ ગ્રહણ કરવા તે વાચના. ૨) સંદેહ દૂર કરવા વિનયપૂર્વક પ્રશ્ન પૂછવા તે પૃચ્છના.
૩) મનમાં આગમ તતત્ત્વોનું અનુચિંતન કરવું તે અનુપ્રેક્ષા.
૪) સૂત્રપાઠનું શુદ્ધિકરણપૂર્વક ઉચ્ચારણ કરવું તે આમ્નાય.
૫) ઉક્ત ચાર પ્રકારના નિશ્ચલ નિ:સંદેહ પ્રાપ્ત કરેલા જ્ઞાનનો લાભ બીજાને પણ આપે અર્થાત્ ધર્મોપદેશ અને ધર્મકથા દ્વારા શાસનની ઉન્નતિ ને ધર્મવૃદ્ધિ કરે તે પાંચ પ્રકારના સ્વાધ્યાય તપ. સ્વાધ્યાયને શ્રેષ્ઠ તપ કહ્યું છે.
૫. ધ્યાન : શાસ્ત્રકાર પરમર્ષિઓએ ૪૮ પ્રકારના ધ્યાન બતાવ્યા છે, જેને મુખ્યત્વે ચાર વિભાગમાં વહેંચી શકાય, જેમાં ધર્મધ્યાન અને શુકલધ્યાન આદરવા યોગ્ય છે. આર્તધ્યાન, રૌદ્રધ્યાન ત્યાગવા યોગ્ય છે.
આમ ધ્યાન એ ઉત્કૃષ્ટ આંતરતપ ક્રિયારૂપ છે. મહાન શ્રુતધર આચાર્ય હરિભદ્રસૂરિશ્વરજી કહે છે કે, સેંકડો ભવમાં ઉપાર્જન કરેલા અનંત કર્મોના વનને બાળી નાખવા માટે ધર્મધ્યાન અગ્નિ સમાન છે.
૬. કાયોત્સર્ગ (દેહાધ્યાસનો ત્યાગ) - વ્યુત્સર્ગ ઃ
અહંકાર અને મમકારરૂપ સંકલ્પનો ત્યાગ કરવો એ વ્યુત્સર્ગ નામનું તપ છે. શરીર અને આહારમાંથી મન અને વચનની પ્રવૃત્તિઓને હઠાવીને આધ્યાત્મિક વિચારોમાં એકાગ્રતાથી ચિત્તનો નિરોધ કરવો એટલે કે કાયાનો બુમાં કરીને ધ્યાનપૂર્વક એક ને એક દિવસ, એક પધાડિયું, એક મહિનો અથવા વધુ સમય સુધી સ્થિર રહેવું એટલે વ્યુત્સર્ગ નામનું તપ કરવું. જૈન ધર્મના આ બાર તપમાં વૈજ્ઞાનિકતા ભરેલી છે અને આ તપસાધના કર્મ નિર્જરાનું ઉત્કૃષ્ટ સાધન છે.
૪૧
000000000000000000000000000000
ગુણસ્થાનક
સમ્યક્ પુરુષાર્થ દ્વારા જીવ ઘોર અજ્ઞાનાવસ્થામાંથી નીકળીને સ્વવિકાસની ઉચ્ચત્તમ અવસ્થાને પ્રાપ્ત કરે છે. જીવને નિકૃષ્ટ સ્થિતિ પૂર્ણ અવસ્થાને પહોંચવા માટે અનેક ક્રમિક અવસ્થાઓમાંથી પસાર થવું પડે છે. આત્મવિકાસના આ વિવિધ તબક્કાઓને જૈનધર્મ ગુણસ્થાનક એવું નામ આપે છે.
આત્માનું વાસ્તવિક સ્વરૂપ શુદ્ધ, ચૈતન્યપૂર્ણ આનંદ અને જ્ઞાનમય છે, પરંતુ જ્યાં સુધી રાગદ્વેષાદિ કર્મોના તીવ્ર આવરણ રૂપ ઘન વાદળોની ઘટા છવાયેલી હોય છે ત્યાં સુધી તેનું મૂળ સ્વરૂપ દેખાતું નથી, પરંતુ આ આવરણો ક્રમશઃ શિથિલ થાય, ક્ષીણ થાય ત્યારે તેનું અસલ સ્વરૂપ પ્રગટ થાય છે.
જ્યારે આવરણોની તીવ્રતા અથવા અત્યંત સઘનતા હોય ત્યારે આત્મા પ્રાથમિક અવસ્થામાં પડયો રહે છે અને જ્યારે આવરણ સંપૂર્ણ નાશ પામી જાય છે ત્યારે આત્મા વિકાસની ચરમ અવસ્થામાં અર્થાત્ પૂર્ણ શુદ્ધ રૂપમાં સ્થિર થઈ જાય છે. જેમ જેમ આવરણોની તીવ્રતા ઓછી થતી જાય છે તેમ તેમ આત્મા પણ પૂર્વ-પૂર્વની અવસ્થાઓ છોડીને ધીમે ધીમે શુદ્ધ સ્વરૂપ પામતો પામતો ચરમ અવસ્થા તરફ પ્રગતિ કરતો જાય છે. આ બે અવસ્થાઓની વચ્ચે અનેક ઊંચી, નીચી, ચઢતી, ઊતરતી અવસ્થાઓનો અનુભવ કરવો પડે છે.
આત્માના ક્રમિક વિકાસના ૧૪ તબક્કાઓને શાસ્ત્રકાર પરમર્ષિઓએ ગુણસ્થાનક (ગુણઠાણા) નામ આપ્યું છે. (૧) મિથ્યાત્વગુણસ્થાન (૨) સાસ્વાદન (૩) સમ્યક્ મિથ્યાત્વદષ્ટિ (મિશ્ર)(૪) અવિરતિ સમ્યક્ત્વ (૫) દેશવિરતિ (૬) પ્રમતવિરતિ (૭) અપ્રમતવિરતિ (૮) અપૂર્વકરણ (૯) નિવૃત્તિબાદર (૧૦) સૂક્ષ્મ સંપરાય (૧૧) ઉપશાંત માહ (૧૨) ક્ષીણ મોહ (૧૩) સયોગીકેવળી (૧૪) અયોગીકેવળી.
આ ગુણસ્થાનકો જીવના અધ્યાત્મ વિકાસના આરોહ-અવરોહની પારાશીશી છે. જીવ મિથ્યાત્વદષ્ટિમાંથી નીકળી સમ્યક્દષ્ટિને પ્રાપ્ત કરી અધ્યાત્મ વિકાસની ભૂમિકામાં શૈલેષીકરણ (દેહી ચૈતન્યની વિશ્વચૈતન્ય સમીપ પહોંચવાની ક્ષણ) સુધી
૪૨