Book Title: Jain Dharm Parichay Pustika
Author(s): Gunvant Barvalia
Publisher: Akhil Bharatiya Shwetambar Sthanakvasi Jain Conference

View full book text
Previous | Next

Page 2
________________ ઘર્મનો પરિચય જૈન ધર્મનાં ઉપકરણો (1) મુખવસ્ત્રિકા - મુંહપત્તી (2) ગુચ્છો - પોંજણી (3) આસન (4) સફેદ ચોલપટ્ટો પૃથક એકાદ-બે શબ્દોમાં જૈન ધર્મનો પરિચય આપવાનું કોઈ કહે તો સરળતાથી કહી શકાય કે, “સમતા કે અને જયણાં' જૈન ધર્મ છે. જિન કોને કહે જે જિતે તે જિન. કર્મરૂપી આંતરશત્રુને જીતનાર પ્રત્યેક જીવાત્મા જિન છે અને એવા દિનની ઉપાસના કરનાર જૈન છે, પરંતુ આ તો પરિચયાત્મક શબ્દોની વાત થઈ. જૈન ધર્મનો પરિચય ૫૦-૬૦ પાનાંમાં આપવો ખૂબ મુશ્કેલ છે. જૈન ધર્મના એક-એક સિદ્ધાંત પર હજારો ગ્રંથો લખાયા છે. ટૂંકમાં પરિચય, એ સાગર ગાગરમાં સમાવવા જેવું કઠિન કાર્ય છે. પરંતુ એક સમુદ્રમાંથી અંજલિ ભરીને જળ લઈએ, નાની શી અંજલિમાં આવે એ જળની માત્રા ભલે બિલકુલ અલ્પ હોય છતાંય એ સાગરના જળનું પ્રતિનિધિત્વ કરે છે, એવું જ કાંઈક છે આ પરિચય પુષ્ઠોનું. ધર્મનો સાચો પરિચય તો આચરણ અને અનુભૂતિમાં છે. ‘પાળે એનો ધર્મ’ છે. આ પચિરય પૃષ્ઠો આચારમંદિર તરફ જવાનાં પગથિયાં બની રહે તો સહિયારો પુરુષાર્થ સાર્થક થયો ગણાશે. વર્તમાન સમયમાં વિશ્વનો માનવી શાંતિને ઝંખે છે. એ દિવસોમાં જૈન જૈનેત્તર દરેકને માટે જૈન ધર્મનો પરિચય ખૂબ જ જરૂરી બની રહે છે. અગ્રણી કાયદાવિદ નાની પાલખીવાળાના શબ્દોમાં બહુ જ પારદર્શકતા અને સ્પષ્ટતા છે કે, “આવતી સદીમાં દરેક માનવીને જૈન ધર્મની જરૂર છે. એકવીસમી સદી જૈન ધર્મની હશે.” આ લેખન-સંપાદન કાર્યમાં મારાં ધર્મપત્ની ડૉ. મધુબહેન બરવાળિયાનો સહયોગ મળ્યો છે. આ પુસ્તિકા માટે અનેક વિદ્વાનો અને ગીતાર્થ ગુરુ ભગવંતોના ગ્રંથનો સંદર્ભ-આધાર લીધો છે તેઓનો ઋણસ્વીકાર કરું છું. આ પ્રકાશન માટે નવભારત સાહિત્ય મંદિરના શ્રી અશોકભાઈ શાહનો આભારી છું. નવેમ્બર : ૨૦૧૪ ૬૦૧, સ્મિત એપાર્ટમેન્ટ, - ગુણવંત બરવાળિયા ઉપાશ્રય લેન, ઘાટકોપર (ઈસ્ટ). M : 09820215542 (5) સફદ પછેડી (6) માળા (7) ધાર્મિક પુસ્તકો (8) ધાર્મિક પુસ્તક રાખવાની કવણી

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 ... 32