Book Title: Jain Dharm
Author(s): Helmut G
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 9
________________ અભ્યાસી છે. હર્મન પાકેબીના ખાસ શિષ્ય છે અને જૈન સાહિત્યના ઘણું સારા અભ્યાસી છે. કર્મગ્રંથ જેવા સૂક્ષ્મ અને તે સાથે શુષ્ક ગણુતા વિષયને ખાસ અભ્યાસ કરી એમણે પોતાના યુનિવર્સિટીના અભ્યાસક્રમની પૂર્ણાહૂતિ કરી હતી, અને “ કર્મ વિચાર” ઉપર Die Lehre Vom Karman in der Philosophic der Jainas (ga 79જ્ઞાનમાં કર્મ સિદ્ધાંત) એ નામનો એક વિસ્તૃત નિબંધ (Thesis) યુનિસિટી આગળ રજુ કરી સ્નાતક પદવી (Doctorate ) મેળવી હતી.. સન ૧૯૨૮ માં એમણે ભારતની યાત્રા પણ કરી હતી અને તે વખતે, આપણા દેશની કેટલીક જૈન સંસ્થાઓ અને વ્યક્તિઓની ખાસ મુલાકાત દ્વારા જૈનધર્મ અને સંપ્રદાયને વિશેષ પરિચય મેળવ્યો હતો. તે વખતે એ અમદાવાદમાં પુરાતત્વ મંદિરમાં આવતાં એમની સાથે મારો પ્રત્યક્ષ પરિચય થયો અને તે બાદ જ્યારે હું જર્મની ગયે ત્યારે બર્લિનમાં એ પરિચય સવિશેષ વળે. અનેક વાર વિદ્વાન મિત્રને ત્યાં સાથે બેસીને જમવાનો અને કલાકોના કલાકો સુધી ચર્ચા–વાત કરવાનો પ્રસંગ મળ્યો. એમણે પિતાની કનિજબર્ગ યુનિવર્સિટીમાં ( જ્યાં એ હાલમાં પ્રોફેસર છે) આવવા અને એકાદ વ્યાખ્યાન આપવા માટે પણ સાદર આમંત્રણ કર્યું હતું. એ બધા ઉપરથી મને જણાયું કે પ્રો. ગ્લાજેનાપ જેને સંસ્કૃતિને બહુજ સહાનુભૂતિપૂર્વક અધ્યયન કરનારાઓમાંના એક છે અને તેથી એમના આ ગ્રંથમાં ચિકિત્સક વૃત્તિ કરતાં સંગ્રાહક વૃત્તિને જ એમણે ખાસ ઉપયોગ કર્યો છે અને તેથી જૈન ધર્મના પ્રારંભિક જિજ્ઞાસુની દૃષ્ટિએ આ ગ્રંથ એક સાથે માર્ગદર્શક થઈ શકે તેમ છે. :: અલબત, આથી કોઇએ એમ તે નજ માની લેવું જોઈએ કે આ ગ્રંથમાં કોઈ જાતની ભૂલ કે ભ્રાંતિ હશે જ નહિ. માત્ર સંશાધકની દષ્ટિએ પણ આમાંના અનેક વિચારો ભૂલભરેલા કે બ્રાંતિજનક હેવાને સંભવ છે, તે પછી શુદ્ધ શ્રદ્ધાળુની દૃષ્ટિએ તે એમાં ઘણીએ એવી વિગતે જણાઈ આવે કે જે આક્ષેપાત્મક કે ખંડનાત્મક જેવી જણાય; પરંતુ આ વરિયાતિ તે, આવી જાતના ગ્રંથ માટે સદા ચાલુ રહેવાની છે અને તે માટે હંમેશાં વાદવિવાદને અવકાશ રહેવાને છે. તેથી ખરા જિજ્ઞાસુઓને એ બાબતમાં એજ ધર્મ રહે છે કે, આવી જાતના ગ્રંથમાં જે પિતાની ભાવાતા કે પરંપરા કરતાં ભિન્ન પ્રકારના વિચારો કે પ્રતિપાદને જણાય તે તેમને વૈર્ય અને સહિષ્ણુનપૂર્વક ઉડે અભ્યાસ કરવો અને વાસ્ત

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 532