Book Title: Jain Dharm
Author(s): Helmut G
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 12
________________ ગણાતે તેમ આજે ઇતિહાસશાસ્ત્રને પારગામી “ પ્રભાવક પુરૂષ ” ગણવો જોઈએ. જૈન સમાજને સાહિત્યોપાસક અને ધર્મોપદેશક જે, ખાસ કરીને ત્યાગીવર્ગ છે તેમાં આ ઇતિહાસશાસ્ત્રને અભ્યાસ જરાયે નથી અથવા અત્ય૫ છે તેથી જૈનધર્મનું જગતના ઇતિહાસમાં કયું સ્થાન છે તે પોતે જાણવા કે બીજાને જણાવવા અસમર્થ હોય છે અને એટલા માટે આ ગ્રંથ જેવા ગ્રંથે ખુદ જૈન સંશોધકોના હાથે લખાઈ જગતને જૈનધર્મને યથાર્થ પરિચય કરાવવામાં મદદગાર થવા જોઈએ, તેને બદલે અન્ય દેશી અન્ય ધર્મ અને અન્ય ભાષાભાષી વિદ્વાને ના હાથે લખાયેલા ગ્રંથદ્વારા જિજ્ઞાસુઓની જ્ઞાનપિપાસા પૂરી કરાય છે, પણ એમ કર્યો વગર છૂટકો નથી, જ્યાં સુધી આપણે આટલી બધી જ્ઞાનસમૃદ્ધિ ન મેળવીએ અને જગતમાં આપણે આપણું જ્ઞાનની છાપ ન બેસાડીએ ત્યાં સુધી આપણે અન્યના જ્ઞાનબળ ઉપર જ અવલંબીને રહેવું પડશે. આપણે ઈચ્છીએ તે આવા ગ્રંથેના વાચનથી આપણે આપણી ઐતિહાસિક દષ્ટિને વિકાસ કરી શકીએ, પશ્ચિમના વિદ્વાનોની આલેખન અને વિવેચન પદ્ધતિને અભ્યાસ કરી શકીએ અને પરિણામે આપણે પણ આવી જાતનું નવીન સાહિત્ય સર્જી શકીએ. જૈન ભંડારામાં હજીયે અગણિત પ્રમાણમાં એવું સાહિત્ય-ધન દટાયેલું પડ્યું છે કે જે ઈતિહાસશાસ્ત્રજ્ઞ સંશોધકેના પરિશ્રમની વાટ જોઈ રહ્યું છે. જે દિવસે આપણે આપણા એ ધનને ખોદી કરી બહાર કાઢીશું અને આધુનિક પદ્ધતિએ તેનું સંશોધન–પરિમાર્જન કરી અલંકૃત રૂપમાં જગત આગળ મૂકીશું તે દિવસે આપણે આપણું જ્ઞાનની સાચી પ્રભાવના અને પૂજા કરેલી કહેવાશે. તથાસ્તુ. નિતિન કા સંવત્ ૧૬૮૦ જિનવિજય. ખુન

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 ... 532