Book Title: Jain Chitra Kalpadruma 2
Author(s): Sarabhai Manilal Nawab
Publisher: Sarabhai Manilal Nawab

View full book text
Previous | Next

Page 10
________________ શાસ્ત્રો, જૈનકળા અને જેન ચિત્રોને લગતાં પ્રદર્શનમાં રજૂ કરવામાં આવી હતી. પ્રસ્તુત પ્રદર્શન પૂર્ણ થયા પછી આ પ્રત વિદ્વર્ય મુનિ શ્રી પૂણ્યવિજયજીએ મને અમદાવાદ લુણાવાડના ઉપાશ્રયે બતાવી, જે કળાની દ્રષ્ટિએ વિશિષ્ટ કેટની લાગવાથી મેં તેના ઉપરથી તેઓશ્રીની સંમતિથી બધાંયે લૈંકે અનાવરાવીને અહીં રજૂ કરેલી છે. ચિત્ર ૫૮, ૧૯, ૬૧ થી ૬૪, ૬૬ થી ૬૯, ૭૧ થી ૭૪, , ૭, ૭૯ થી ૮૨, ૮૪, ૮૫, ૮૭ થી ૯૫, ૧૦૬, ૧૨૭, ૧૪૦ અને ૧૪પ વાળાં ચિત્રો, પાટણના શ્રી હેમચંદ્રાચાર્ય જ્ઞાનમંદિરમાંના ‘તપાગચ્છીય જૈન જ્ઞાનભંડારની સંવત ૧૪૭૯-૮૦ માં લખાએલી શ્રી સુપાર્શ્વનાથ ચરિત્રની કાગળની હસ્તપ્રતમાંથી રજૂ કરેલાં છે. આ પ્રત પણ વિદ્વદ્વર્ય પૂજ્ય શ્રી પુણ્યવિજયજીએ જ પાટણથી મંગાવીને મને ઉપયોગ કરવા આપી હતી. તેઓશ્રીની આ સ્વાભાવિક ઉદાસ્તા માટે હું તથા કળાપ્રેમી જનતા તેઓશ્રીને જેટલે આભાર માનીએ તેટલે એ છે છે. ચિત્ર ૯૬ થી ૨૮૩ સુધીનાં ચિત્રોમાંથી ચિત્ર ૧૦૬, ૧૪૭, ૧૪૦ અને ૧૪૫ ને બાદ કરતાં બાકીનાં ૧૮૪ ચિત્રો કલારસિકોની જાણ માટે અમદાવાદના દેવશાના પાડામાં આવેલા દયાવિમલજી શાસ્ત્રસંગ્રહની અપ્રતિમ ચિત્રકળાવાળી જગવિખ્યાત સુવર્ણાક્ષરી હસ્તપ્રતમાં “સંગીતશાસ્ત્ર ના ગ્રામ, સ્વર, કૃતિ, મૂઈના અને તાનનાં ચિત્રો, તથા “નાટયશાસ્ત્રના હસ્તકર્મની મુદ્રાઓ, નૃત્તહસ્તની મદ્રાએ, અને આકાશચારી, મચારી, દેશીચારી વગેરે ચારીનાં રૂપોનાં જે ચિત્રો આપવામાં આવેલાં છે, તે મારા તરફથી ટ્રક વખતમાં પ્રસિદ્ધ થનાર “સંગીતનાટચ-રૂપાવલિ નામના ગ્રંથમાં તેના મળી શકતા વર્ણન સાથે આપવામાં આવનાર છે. આ રૂપ સાડાત્રણુઓ ઉપરાંત છે, જે સાબિતી આપે છે કે, ગુજરાતમાં પંદરમા-સેળમાં સૈકામાં સંગીત અને નૃત્યકળા પ્રત્યે જન સમાજને ખૂબ આદર હશે. આ હસ્તપ્રતમાં “સંગીત” અને “નાટ્યશાસ્ત્રના રૂપ સિવાય પ્રતની અંદર તેની કિનારમાં તથા હાંસિયાંઓમાં આપેલાં ચિત્રોમાં જે વિશિષ્ટ પ્રકારની કલાસમૃદ્ધિ રજૂ કરેલી છે, તેને કલારસિકેને ખ્યાલ આપવા માટે અહીં પ્રથમ જ વખત પ્રસિદ્ધ કરવામાં આવેલ છે. આ પ્રતની કલા સામગ્રીને પ્રસિદ્ધ કરવા માટે સંમતિ આપવા માટે તેનાં વહીવટદારે, શ્રીયુત પોપટલાલ માહોલાલ શાહ તથા ઝવેરી ચંદુલાલ મોહનલાલ કે હારીનો અને મને આ પ્રતના પાનાંઓ વખતોવખત આપવા માટે અને તેનો ઉપયોગ કરવાની છૂટ અપાવવા માટે પ્રયત્ન કરનાર સ્વર્ગસ્થ પન્યાસજી શ્રી મહેન્દ્રવિમલજીને તથા શાંતમૂર્તિ શ્રી શાંતિવિમલજીનો અને મુનિ શ્રી હર્ષવિમલજીને આભાર માનવાની આ તક લઉં છું. આ ગ્રંથમાં આપેલાં તીર્થંકર, દેવદેવીઓનાં ચિત્રોને તથા બીજી પણ કલા સામગ્રીને પ્રકાશકની લેખિત મંજૂરી મેળવ્યા સિવાય કેઈએ પણ ઉપયોગ નહિ કરવાની નમ્ર વિનંતિ છે. મારા આ ગ્રંથના પ્રકાશન કાર્યમાં જે જે મુનિ મહારાજે તથા કલાપ્રેમી સજજને તરફથી પ્રત્યક્ષ અગર પરાક્ષ રૂપે મને સહાય મળી હોય તેઓને પણ અત્રે હું આભાર માનું છું. સંવત ૨૦૧૪ ના અધિક શ્વાવણ સુદી ૧ ને ગુરૂવાર સારાભાઈ મણિલાલ નવાબ માંડવીની પોળમાં, છીપા માવજીની પોળ, અમદાવાદ ૧ તા. ૧૭–૧૯૫૮ "Aho Shrutgyanam

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 238