Book Title: Jain 1975 Book 72
Author(s): Gulabchand Devchand Sheth
Publisher: Jain Office Bhavnagar

View full book text
Previous | Next

Page 3
________________ વ્યાખ્યાનમાં કંઈ ખાસ મોટી વાત તે ન હતી. પાંચ મહાવ્રત, કર્મનો સિદ્ધાંત, અનેકાંતવાદ, 1ીક્ષાનો પ્રસંગ મેં જોયો હતો એનું વર્ણન અને કેટલાક સાધુઓની સાથે વાતચીત થઈ હતી એને સાર, ભારતમાં એવું વ્યાખ્યાન આપીએ તે એમાં કંઈ નવું ન લાગે, પણ ત્યાં મને જુદો અનભવ થયો. પહેલીવાર એ વ્યાખ્યાનમાળા આપી ત્યારે લોકોને સૌથી વધારે ગમ્યું તે એ જન ધર્મ વિશેન વ્યાખ્યાન. અને જ્યાં જ્યાં એ વ્યાખ્યાનમાળા ચાલી ત્યાં એ જ અનન્ન થયો. પ્રશ્નોત્તરીમાં એના પ્રશ્ન વધારે આવે અને અખબારોમાં એના અવલોકન વિશેષ આવે. લોકોને બધું નવું લાગે અને આકર્ષક લાગે. એક પ્રાચીન, વિશિષ્ટ, સુવ્યવસ્થિત, સંગતિ, ત્યાગપ્રધાન અને ચિંતન સમૃદ્ધ ધર્મ આજે પણ અસ્તિત્વમાં છે એને ખ્યાલ ઘણાને ન હતા. અરે એનું નામ પણ ઘણાખરાએ સાંભળ્યું ન હતું. પછી ઘણા પ્રશ્નો પૂછે. વિગતે માગે, કેટ: ખાનગીમાં મળીને પણ વધારે માહિતી અને જૈન ધર્મનું સાહિત્ય પણ માગે. એક અખબારમ એ વ્યાખ્યાનના અહેવાલને અંતે સમીક્ષકે લખ્યું : આપણું શહેરમાં આ પહેલી જ વાર તે જે ધર્મ વિશે આવું વ્યાખ્યાન અપાય એ વાતને હું આપણું શહેનાં બૌદ્ધિક જીવનની એક મહત્તવની ઘટના લેખું છું.” આ પછી બૌદ્ધ ધર્મ સંબંધી જાણકારી દુનિયામાં સારા પ્રમાણમાં હોવા છતાં જૈનધર્મ અને ભગવાન મહાવીરનું નામ સુદ્ધાં લોકો જાણતા ન હોય એ અંગે દુઃખ વ્યક્ત કરતાં તથા દુનિયામાં વિકસી રહેલી ઉદારતાને લાભ લેવાનું સૂચન કરતાં તે બે કહે છે કે એમાં એક પ્રશ્ન જુદા જુદા સ્વરૂપે અનેકવાર આવ્યા કરતે. યુરોપમાં બોદ્ધ ધર્મ વિશે સૌ કોઈ જાણે છે, તે પછી જેન ધમ' સમકાલીન, અમુક અંશે સમાન, અને ખાજે આટલો જ જીવંત હોવા છતા કેમ એના વિશે કોઈ જાણતું નથી? યુરોપમાં બૌદ્ધ આશ્રમો છે, “ઝેન સાધનાન કેન્દ્રો છે, ભગવાન મહાવીરનું નામ સુતાં ભાગ્યે જ કોઈએ સાંભળ્યું હોય. એ દુઃખદ પરિસ્થિતિ છે. દુઃ ખ વિશેષ તે એટલા માટે કહું છું કે જેન ધર્મથી આજની દુનિયાને સારો લાભ મળી શકે; પણ આ અ.નાનને લીધે તે એનાથી વંચિત રહે છે. યુરોપ-અમેરિકામાં આજે ઘણું લેકે બૌદ્ધ ધર્મની ૫ થી સારો એવો લાભ મેળવી રહ્યા છે. ઝેન' ચિંતન પદ્ધતિથી ઘણાને શાંતિ મળે અને બૌદ્ધ ઉપદેશથી કોઈ સારા પુસ્તકાલયમાં કે શિષ્ટ પુસ્તકોની દુકાનમાં જોઈએ તે એમાં બૌદ ધર્મનાં પુસ્તકે મળવાનાં જ. આ આધુનિક ઉદાર મને વૃત્તિનું એક શુભ લક્ષ છે કે પૂર્વગ્રહો ભૂલાવી દઈને એક ધર્મવાળાઓ બીજા ધર્મની પાસેથી શીખવા જેવું લાગે એ બધુ શીખી શકે, અપનાવી . શકે અને બીજા ધર્મના સંસ્કારોથી પોતાનું ધાર્મિક જીવન સમૃદ્ધ બનાવી શકે. આજે એ ઉદારતા દુનિયામાં છે અને એને લાભ ઠીક ઉઠાવાય છે. ગમે તે ધમ વાળા થાનાગ શીખી શકે, ગમે તે ધર્મવાળા બી ન ક મની સમુહ પ્રથમાં બેસી શકે. એ પરિસ્થિતિમાં દરેક માણસની ફરજ છે કે બીજાના ધર્મો પાસેથી જેટલું શીખી શકે તેટલું શીખે અને દરેક ધર્મની ફરજ છે કે દુનિયાને (ને એમાં બીજા ધર્મવાળાએ ને પણ) જેટલું આપી શકે તેટલું આપે. છેવટે નધર્મ અને એના સિદ્ધાંત અત્યારે દુનિયાને કેવા ઉપયોગી થઈ શકે એમ છે અને એના પ્રસાર માટે પચીસસમાં નિર્વાણ કલ્યાણકનો અવસર કેટલું મહત્વનું છે અને એને લાભ લેવાની કેટલી જરૂર છે, એ અંગે લખતાં ફાધર વાલેસ કહે છે કે – “ અને જૈન ધર્મ તે આજની દુનિયાને ખપ લાગે એવું ઘણું ઘણું આપી શકે. એટલે સુધી કહી શકાય કે આજની દુનિયાના જે સૌથી અગત્યના પ્રશ્ન છે એ દરેકના ઉકેલ માટે જૈન ધર્મ તા. ૧-૨–૭૫ : જેન:

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 ... 392