Book Title: Jagducharitam Mahakavyam
Author(s): Sarvanandsuri, Chandanbalashreeji
Publisher: Bhadrankar Prakashan

View full book text
Previous | Next

Page 9
________________ પ્રકાશકીય સાત સર્ગાત્મક આ શ્રીજગડૂચરિત્રમહાકાવ્ય ચૌદમા સૈકામાં રચાયું છે. જગડુશાહનું નામ ધર્મના ઇતિહાસમાં તેજસ્વી છે. તેમના સુકૃતની સુવાસ ભારતભરમાં ફેલાયેલી છે. તેમના જીવન અંગેના ગ્રંથમાં આ મુખ્ય ગ્રંથ છે. આ ગ્રંથ પરમપૂજ્ય આચાર્યભગવંત શ્રીમદ્વિજયધનપ્રભસૂરિશિષ્ય-પરમપૂજ્ય આચાર્યભગવંત શ્રીમદ્વિજયસર્વાણંદસૂરિજી મહારાજે રચ્યો છે, જે મહાકાવ્યરૂપે ગણાય છે. મહાકાવ્યના ગુણ સાથે છંદોનું વૈવિધ્ય ધરાવે છે, એથી આ કાવ્ય છંદના અભ્યાસી માટે પણ ઉપયોગી બને તેવું છે. શ્રીજગડૂચરિતમહાકાવ્ય ભાષાંતર સહિત મ.દ.ખખ્ખરે ઈ.સ. ૧૮૯૬માં મુંબઈથી પ્રકાશિત કરેલ છે તથા વિ.સં. ૨૦૩૮ ઈ.સ. ૧૯૮૨માં શ્રીહર્ષપુષ્યામૃતગ્રંથમાળા તરફથી પણ પ્રકાશિત થયેલ છે તેમાં પ્રસ્તાવનામાં લખેલ છે કે, પૂર્વે શ્રીઆત્માનંદજૈનસભા ભાવનગર તરફથી આ ચરિત્ર પ્રકાશિત થયેલ છે. શ્રીજગડૂચરિતમહાકાવ્યનું આ નવીનસંસ્કરણ ઉપરોક્ત બંને પુસ્તકોના આધારે શુદ્ધિકરણ કરવા પૂર્વક તૈયાર કરેલ છે અને જગડૂચરિતનો ગુજરાતી અનુવાદ મ. દ. ખખ્ખરના પુસ્તકમાંથી સાભાર ઉદ્ધત કરીને આ નવીનસંસ્કરણમાં આપેલ છે. આ નવીસંસ્કરણનું સંપાદન કાર્ય પરમપૂજય, પરમારાથ્યપાદ Jain Education International 2010_02 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 172