Book Title: Jag Sapne ki Maya
Author(s): Vairagyarativijay
Publisher: Pravachan Prakashan Puna

View full book text
Previous | Next

Page 5
________________ જગ સપને કી માયા, રે નર ! જગ સપને કી માયા સપને રાજ પાય કોઉ રંક પું, કરત કાજ મન ભાયા; ઉઘરત નયન હાથ લાખ ખપ્પર, મન હી મન પછતાયા. ચપલા ચમકાર જિમ ચંચલ, નરભવ સૂત્રો બતાયા; અંજલિ જલ સમ જગપતિ જિનવર, આયુ અથિર દરસાયા. યોવન સંધ્યારાગ-રૂપ ફુનિ, મલ મલિન અતિ કાયા; વિણસત જાસ વિલંબ ન વંચક, જિમ તરુવર કી છાયા. સરિતા વેગ સમાન કર્યું સંપતિ, સ્વારથ સુતમિતજાયા; આમિષ-લુ મીન જિમ તિન સંગ, મોહ જાલ બંધાયા. અનંત ઉપકારી શ્રી અરિહંત પરમાત્માઓ ફરમાવે છે કે આ સંસાર સમસ્યાઓનું ઘર છે. સંસારની આગળ-પાછળ, ઉપર-નીચે, ચારે બાજુ સમસ્યાઓ છે. આ સમસ્યાઓને સમજવામાં જ માનવીનું આખું જીવન પસાર થઈ જાય છે. જે પળે સમસ્યાઓના મૂળની ખબર પડે છે તે પળે મૃત્યુ માત્ર એક આંગળ જેટલું જ દૂર હોય છે. સમસ્યા વણઉકેલાયેલી રહે છે. ફરી જીવન–ફરી સમસ્યાઓ–ફરી મરણ–આ ચક્ર કંઈ કેટલાય કાળથી ચાલુ જ છે. પરમાત્માએ આ વિષચક્રના મૂળને જાણ્યું છે અને મૂળ સમસ્યાનો ઉકેલ આપણી સમક્ષ મૂક્યો છે. પણ કમનસીબી કે કોઈનું ધ્યાન તે તરફ નથી.. શ્રી ચિદાનંદજી મહારાજ રચિત પદના સહારે સમસ્યાના મૂળને અને તેના ઉકેલને જાણવાનો પ્રયત્ન કરીએ.. જગ સપને કી માયા... પદના શબ્દો સરળ છે. ભાવ ગહન છે. એકવીસમી સદીમાં કોઈ બૌદ્ધ સાધુ પાસે એક યુવક આવ્યો. સાધુના ચરણોમાં નમન કરીને તેણે કહ્યું ‘ભંતે ! એક સમસ્યા લઈને આવ્યો છું. આપ કોઈ માર્ગ બતાવો.” ભંડેએ કહ્યું, ‘આજનો માનવી સમસ્યાઓથી ઘેરાયેલો છે. શ્રીમંત હોય, મધ્યમવર્ગી હોય કે ગરીબ હોય બધાને સમસ્યાઓ છે. શ્રીમંત પાસે પૈસા છે પણ આરોગ્ય નથી. ખવાતું નથી, પીવાતું નથી. મધ્યમવર્ગીને નોકરીની, ધંધાની, મોંઘવારીની સમસ્યા છે. ગરીબનું તો જીવન જ સમસ્યા છે આ જમાનામાં. તમામ લોકો એ સંસાર અસાર સાર પિણ, યા મેં ઇતના પાયા; ચિદાનંદ પ્રભુ સુમિરન સેંતિ, ધરિયે નેહ સવાયા.

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15