Book Title: Jag Sapne ki Maya
Author(s): Vairagyarativijay
Publisher: Pravachan Prakashan Puna

View full book text
Previous | Next

Page 13
________________ ૧૭ વાસ્તવિકતાઓનો ખ્યાલ આવે છે અને તેથી આકર્ષણની સમાપ્ત થાય છે. આકર્ષણ સમાપ્તિ જાગૃતિની ક્ષણ છે. આકર્ષણ તૂટે છે ત્યારે વાસનાઓ છૂટે છે. વાસનાઓની મુક્તિ સપનાંઓથી મુક્તિ છે. સપનાંઓથી મુક્તિ સત્યનું પ્રવેશદ્વાર છે. વિલસત જાસ વિલંબ ન રંચક, જિમ તરુવરની છાયા. ઝાડના છાંયડા નીચે વિરામ મળે પણ એ વિરામ શાશ્વત નથી હોતો. સૂરજ દિશા બદલે છે વૃક્ષ સ્થિર રહે છે તેને કારણે છાયાની દિશા બદલાયા કરે છે. વૃક્ષની છાયા ભલે પોતાની છે પણ છાયા પર વૃક્ષનો કાબૂ નથી. સૂરજ ધારે તે દિશામાં જ છાયા જાય છે અને છાયા સૂરજની વિરોધી દિશામાં જ હોય છે. આ શરીર, આ યૌવન આપણને ભલે વિશ્રામરૂપ લાગે પણ તેની છાયા પર બીજાનો કંટ્રોલ છે. જે બીજાનું છે તે ક્યારેય શાશ્વત નથી. આ સંસારનું એક જ સત્ય છે - કાં તો છાયા પાછળ દોડતા રહો કાં તો તાપ સહન કરો. બન્ને બાજુ નુકસાન છે. વિણસત જાસ વિલંબ ન રંચક, જિમ તરુવરની છાયા. સરિતા વેગ સમાન જ્યં સંપતિ સંસ્કૃત ભાષામાં નદી માટે એક શબ્દ છે - ‘નિમ્નગા’, જે નીચેની તરફ ગતિ કરે છે. નદી હંમેશા ગતિ કરે છે અને તે ગતિ નીચાણવાળા ભાગ તરફ હોય છે. સ્થિરતા નદીને ફાવતી નથી. સંપત્તિ નદીના પ્રવાહ જેવી છે સતત ગતિશીલ અને નિમ્નગા...નદીની જેમ જ સંપત્તિને પણ સ્થિરતા માફક નથી આવતી. બન્નેને ઝડપ અને વેગ ગમે છે. બીજાના હાથમાંથી છટકી જવું તેમનો સ્વભાવ છે. ઝડપના સહારે છટકી જ્યું, સમસમીને ઊભી રહેલી વ્યક્તિઓને જોઈને ખુશ થવું ગમે છે. આવતા પહેલા સંતાપ, આવ્યા પછી અસંતોષ અને ગયા પછી પીડા આપવી લક્ષ્મીનો કુળધર્મ છે. લક્ષ્મી આવતી હોય ત્યારે સારી લાગે જતી હોય ત્યારે નહિ. લક્ષ્મી આવે તો સુખ થાય છે જાય તો દુઃખ. ૧૮ બીજી વાત, માનવીએ સહુથી મોટામાં મોટી ભૂલ એ કરી છે કે પૈસા સાથે સુખનો સંબંધ જોડી દીધો છે. પૈસાનો સંબંધ સુવિધાઓ સાથે છે, સુખ સાથે નથી. સુવિધાઓ જડ જગત સાથે સંકળાયેલી છે. સુખ આંતર જગત સાથે સંકળાયેલું છે. પૈસાથી સુવિધાઓ ખરીદી શકાય છે. સુખ મેળવી શકાતું નથી. સુખ ખરીદી શકાતું નથી. સુખ ખરીદીની ચીજ નથી. પૈસા દ્વારા મીઠાઈ મેળવી શકાય. તેનો સ્વાદ કરી શકાય તેવી અનુકૂળતા મળી શકે. પણ જો ડાયાબીટીસ હોય તો તે અનુકૂળતાઓ જ ઝેર સાબિત થવાની છે. પૈસાથી સુખનાં સાધનો મળી શકે, સુખ ન મળી શકે. ‘જેમ જેમ સાધનો વધારે તેમ તેમ સુખ વધારે. સુખી થવા સાધનો વધારો અને સાધનો વધારવા પૈસા વધારો.' આ સમીકરણ ખોટું છે. શ્રીમંત હોવું અને સુખી હોવું એ જુદી જુદી વસ્તુઓ છે. શ્રીમંત માણસ સુખી જ હોય એ ભ્રમમાં રહેવા જેવું નથી તે પણ દુ:ખી જ હોય છે. ગરીબ માણસોના દુ:ખ ગરીબ હોય છે અને શ્રીમંત માણસોના દુ:ખ શ્રીમંત હોય છે. આટલો જ ફરક છે. માત્રામાં ફરક છે, દુઃખમાં નહિ. પૈસા દ્વારા સુખ મળતું નથી ઉપરથી પૈસા સાથે આવતા દુઃખો ઉમેરાય છે. પૈસા વિષે બીજું સત્ય એ છે કે - પૈસાનું મૂલ્ય કુદરતી નથી. પૈસાનું મૂલ્ય માનવીએ નક્કી કર્યું છે. કુદરતમાં પૈસાનું મૂલ્ય કંઈ જ નથી કુદરતમાં પ્રાણનું મહત્ત્વ છે, ચેતનાનું મહત્ત્વ છે. કુદરતમાં પથ્થર અને હીરાનું મૂલ્ય સરખું છે. સોનું અને માટી બન્નેનું મૂલ્ય સરખું છે. મોતી અને છીપનું મૂલ્ય એક છે. હીરાની-સોનાની-મોતીની મૂલ્યવત્તા માણસે નિર્ધારિત કરી છે. કુદરતે ફૂલોને-વૃક્ષોને સુગંધને અને સહુથી વધારે ચેતનાને મૂલ્યવત્તા અર્પી છે. પૈસાની મૂલ્યવત્તા શૂન્ય છે. એક કવિએ આ વાત સરસ રીતે રજૂ કરી છે. જેમ જેમ પૈસા વધતા જાય છે તેમ તેમ શૂન્યતા

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15