Book Title: Jag Sapne ki Maya
Author(s): Vairagyarativijay
Publisher: Pravachan Prakashan Puna

View full book text
Previous | Next

Page 14
________________ વધતી જાય છે જુઓ ૧૦૦૦, ૧૦,૦૦૦, ૧,૦૦,૦૦૦, ૧,૦૦,૦૦,૦૦, ચેતનાની સામે પૈસાની મૂલ્યવત્તા (વેલ્યુએશન) શૂન્ય છે અને શૂન્યને વધારવાથી કોઈ ફાયદો નથી. વરસોથી માનવી શુન્યને વધારવાના પ્રયત્નો કરે છે. શૂન્ય વધી જાય તો પણ કિંમત તો વધતી નથી. શ્રી ચિદાનંદજી મહારાજાએ સાવ સાચું કહ્યું છે. આખું જગત સ્વપ્નમાં છે. સરિતા વેગ સમાન સંપતિ, સ્વારથ સુત મિત જાયા; આમિષ લુબ્ધ મીન જિમ તિન સંગ, મોહજાળ બંધાયા. મનની રિક્તતાને પૂરવાનો ઉપાય માનવી સર્વપ્રથમ પ્રિયપાત્રમાં શોધે છે. પૈસા તો બહુ પાછળથી આવે છે અને તમામ પ્રિયપાત્રો કરોળિયા, જેવા છો. તે લોકોએ વરસોથી સંબંધોના જાળા બિછાવેલા છે. એ જાળાઓના ગુંચળા એટલા બધાં ગાઢ છે કે ક્યું જાળું કોનું છે ? તે શોધી ન શકાય. કરોળિયાને જાળમાં પોતાની સુરક્ષા જણાય છે પણ એ જાળ જ એની જિંદગીભરની કેદ બની જાય છે. પોતે જ ઊભાં કરેલા સ્વાર્થના એ જાળામાં કરોળિયો પોતે જ શિકાર બની જાય છે. નવો આવેલો કરોળિયો મુક્ત ન બની બેસે એ માટે જૂનાં કરોળિયાઓ તેની આસપાસ પણ જાળ વીંટી દે છે. તેને પણ જાળ બનાવતા શીખવી દે છે. કરોળિયાની જેમ જ માનવી જાળમાં ફસાયેલો છે. સંબંધોની જાળ, પ્રિયપાત્રની જાળ. અને તમામ સંબંધો, તમામ પ્રિયતા સ્વાર્થના પાયા પર જ ઊભાં રહે છે. સ્વાર્થ પૂરો થાય ત્યાં સંબંધ પણ પૂરા થાય છે. છતાં માનવીને એક આશ્વાસન રહ્યા કરે છે કે - મારા મનની રિક્તતા આ પ્રિયપાત્રો જરૂર દૂર કરશે. માતા દૂર કરશે કે પિતા દૂર કરશે. ભાઈ કે બહેન દૂર કરશે. વરસો સુધી રાહ જોવા છતાં કોઈ કંઈ જ કરી શકતું નથી. ત્યારે પરાયા તરફ નજર દોડે છે. માણસ પત્નીમાં રિક્તતા દૂર કરવાનો ઉપાય શોધે છે, મળતો નથી. મિત્રોમાં શોધે છે, નિષ્ફળતા મળે છે. કોઈ આપણી રિક્તતાને દૂર કરી શકવાનું નથી કેમકે તેઓ જ ખાલી છે. રિક્તતા દૂર કરવા માણસ પૈસા પાછળ દોડે છે. પદ કે પ્રતિષ્ઠા પાછળ દોડે છે. એ જ નિષ્ફળતા મળે છે. અંતે પુત્ર કે પુત્રી તરફથી અપેક્ષા રાખે છે તે પણ પૂર્ણ થતી નથી અને જીવન પૂર્ણ થઈ જાય છે. કોઈ પણ પ્રકારની ઉપલબ્ધિ વિના ભીતરની તરસ એવી જ રહે છે. મન ભરાતું નથી છતાં પોતાની જાળને ખોટી માનવા એ તૈયાર નથી. મન વિચારે છે કે હજી પણ કોઈ રિક્તતાને પૂરી કરી આપે...આ આશામાં જ આદમી બંધાયેલો રહે છે. આમીષ લુબ્ધ મીન જિમ તિન સંગ, ‘કાંટામાં ફસાયેલો માંસનો ટૂકડો મને મળી જશે. કાંટો અડે પણ નહિ તે રીતે હું માંસ કાઢી લઈશ. જાળમાં સપડાઈશ નહિ” આ બાલિશ વિચાર માછલીને જાળમાં ફસાવે છે. માછલીને કોણ ફસાવે છે. જાળ ? નહિ. માછલીને પોતાનો વિચાર ફસાવે છે. લોભ-લાલચને કારણે આવેલો અંધાપો ફસાવે છે.. આગમોમાં બોધકથા છે. એક સરોવરમાં ત્રણ માછલી હતી. આમ તો ઘણી માછલીઓ હતી પણ આ ત્રણ માછલીઓ હોંશિયાર હતી. તે મનુષ્યની ભાષા સમજી શકતી. મનુષ્યની જેમ વિચારી શકતી. એક વાર એ સરોવર પાસેથી માછીમારો નીકળ્યા. સરોવરમાં ઘણી માછલીઓ જોઈને જાળ નાંખવાનું વિચાર્યું. પણ મોડું થતું હોવાથી બીજે દિવસે આવવાનો નિર્ણય કરી માછીમારો જતા રહ્યા. ત્રણ માછલીઓમાંની એક માછલીએ આ વાત સાંભળી લીધી અને પોતાની બે મિત્ર માછલીઓને કહ્યું, “કાલે આ જાળ અહીં પડશે. આપણે ફસાઈ જઈશું આજે જ આપણી વ્યવસ્થા કરી લઈએ.” બીજી માછલી જરા વધારે બુદ્ધિશાળી હતી. તેણે કહ્યું ‘તને વાતવાતમાં ભય ઊભો કરવાની ટેવ પડી ગઈ છે. કોણે જોયો છે માછીમાર ? માછીમાર હશે તો એ કાલે અહીં આવશે જ એ વાત નક્કી છે? આવશે તો જાળ નાખશે જ એ નક્કી નથી. જાળ નાખશે તો આખા સરોવરમાં નાખશે ? કોઈ એક ખૂણામાં નાખશે. વચ્ચે તો નહિ જ નાંખે. જાળ પડશે તો આપણી ઉપર પડશે એ નક્કી નથી અને પડે તો પણ ફાયદો જ છે. મફતમાં માંસના ટુકડાં ખાવા મળશે. કાંટામાં તારાવેલું માંસ ખાઈને છટકી જવાનું. ભાગવાની શી જરૂર છે. તે પલાયનવાદી છે તને મરવાના

Loading...

Page Navigation
1 ... 12 13 14 15