Book Title: Jag Sapne ki Maya
Author(s): Vairagyarativijay
Publisher: Pravachan Prakashan Puna

View full book text
Previous | Next

Page 11
________________ ૧૩ ૧૪ વિશેષતા નથી. આ તમારી પરીક્ષા હતી. હિંમતની પરીક્ષા, સત્ત્વની પરીક્ષા. આ પહેલો પાઠ છે. આ સંસાર જંગલ જેવો છે. અહીંયા સદા માટે ઘોર રાત્રિ છે. સદા અંધારું છે. આફતો સદાની છે. ભય સદાનો છે અને તેમાંથી જ રસ્તો કરવાનો છે. દરેક જણને ફરજિયાત આ જંગલમાંથી પસાર થવું પડે છે. જે ડરી જાય છે તે અહીં જ રહી જાય છે. અને કોઈની સહાય કામ આવતી નથી. કોઈ પ્રકાશ મળવાનો નથી. વિજળીના પ્રકાશમાં જેને જોતાં આવડે તે જ આ જંગલ પાર કરી શકશે. વિજળીના અલ્પ અને ક્ષણિક પ્રકાશમાં જોઈ શકવાની ‘દષ્ટિ કેળવવી જોઈએ ‘દાતણ અગત્યનું નથી. ‘દષ્ટિ’ અગત્યની છે. આ પ્રથમ પાઠ છે.” માનવજીવન ચંચળ છે. વિજળી જેવું. પણ તેમાં પ્રકાશ છે ભલે ન જેવો. એ પ્રકાશ જોવા માટે પૂરતો છે. સતત બીજા પ્રકાશના સહારે રહેનારા વિજળીના પ્રકાશનું મૂલ્ય નથી સમજી શકવાના. અલ્પતમ પ્રકાશમાં પણ જોવાની ‘દષ્ટિ એ માનવભવની અગત્યતા છે. ચપલા ચમકાર જિમ ચંચળ, નરભવ સૂત્ર બતાયા; અંજલિ જલ સમ જગપતિ જિનવર, આયુ અથિર દરસાયા. વિજળીના ચમકારા જેવું ક્ષણિક આપણું જીવન છે ૬૦-૭૦-૮૦ વરસનો સમય અનંતકાળની સામે આંખના એક પલકારા જેવો છે. ભૂતકાળમાં જેટલી યાત્રા આપણે કરી છે તેની તુલનામાં ૬૦ કે ૭૦ વરસનો કાળ સમુદ્રની સામે એક ટીપાં જેવો છે. સપનામાં માણસ થોડી ક્ષણોમાં કેટલાંય જીવન પસાર કરી દે છે. એવું જ આ જીવન છે. આપણને એ સમય દીર્ઘ લાગે છે પણ ૬૦-૭૦ વરસના કાળની વિશાળ અનંત કાળચક્રમાં કોઈ ગણના નથી. જે દિવસથી જીવનનો પ્રારંભ થાય છે તે જ દિવસથી મરણનું કાઉંટ ડાઉન શરૂ થઈ જાય છે. જે દિવસે જન્મ થાય છે તે દિવસથી જ કબર ખોદવાની ચાલુ થઈ જાય છે. જીવનના રૂપે કોઈ નવી ક્ષણો નથી મળતી મળી ગયેલી ક્ષણોનો વિનાશ શરૂ થઈ ચૂક્યો છે. જેમ જેમ દિવસો વીતે છે માણસ મૃત્યુની નજીક સરકતો જાય છે. હાથમાં રહેલો બરફનો ચોસલો પીગળતો જાય છે તેમાંથી પાણી બનતું જાય છે તેનું એક એક ટીપું જમીન પર પડતું જાય છે. એક ક્ષણ એવી આવે છે ચોસલો બરફ પૂરેપૂરો પીગળી જાય છે પાણી હાથમાંથી સરી જાય છે અને હાથ ખાલી રહી જાય છે. શ્રી આનંદઘનજી મહારાજાએ આ જ વાતને બીજી રીતે રજૂ કરી છે. પાની બિચ પતાસા પાણીમાં રહેલું પતાસું પીગળવાનું જ છે. ગરમીમાં પીગળતા બરફની ચોસલાની જેમ, પાણીમાં પીગળી રહેલા પતાસાની જેમ જીવનની બહુ મૂલ્ય ક્ષણો મોત તરફ ગતિ કરી રહી છે. એક તો બહુ થોડી ક્ષણો મળી છે. જે મળી છે તે પણ ઝડપથી મૃત્યુના ધરાતલ પર રેલાઈ રહી છે. તેમાં પણ માનવી લગભગ મોટાભાગની ક્ષણો ઉંઘમાં અને સપનામાં વીતાવે છે. પ્રકાશની ક્ષણો અંધકારમાં વીતે, જાગૃતિની ક્ષણો સપનામાં વીતે એ ઓછી કમનસીબી છે ? યૌવન સંધ્યારાગરૂપ ફુનિ, મલમલિન અતિ કાયા; વિણસત જાસ વિલંબ ન પંચક, જિમ તરુવર કી છાયા. મનોવિજ્ઞાન કહે છે–સપનાંઓ વિચારધારાની નીપજ છે. માણસ જે વાત નશામાં ઉચ્ચારે છે અને સપનામાં જુએ છે તે તેણે પહેલા વિચારેલી જ હોય છે. વિચારોની બાબતમાં સહુથી મોટું સત્ય એ છે કે વિચારો કચારેય સ્થિર નથી હોતા. વિચારો બુદ્ધિથી જન્મે છે અને બુદ્ધિને એકમાત્ર આંખ છે સ્વાર્થની, બુદ્ધિ કાણી છે. બુદ્ધિ પાસે પરાર્થની બીજી આંખ પણ નથી અને પરમાર્થની ત્રીજી આંખ પણ નથી. સ્વાર્થની આંખ ક્યારેય સાચું દર્શન નથી પામતી. સ્વાર્થની આંખો ખોટું જુએ છે, સપનાં જુએ છે. સપનાં એટલે અસફળ સ્વાર્થો....એટલે જ સપનાં પણ સ્થિર નથી હોતા. આંખોમાંથી સ્વાર્થ હટાવવાથી જ સત્યનું દર્શન કરી શકશે. યૌવન સંધ્યારાગરૂપ ફુનિ (નિશ્ચય) સંધ્યા સમયે સૂરજ વાદળ સાથે રમત રમે છે અને વાદળોને અવનવી રીતે સજાવે છે, જેમ જેમ સૂરજ આથમતો જાય છે પ્રકાશના કિરણો બદલાતા

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15