Book Title: Jag Sapne ki Maya Author(s): Vairagyarativijay Publisher: Pravachan Prakashan Puna View full book textPage 4
________________ અંધકારમાંથી પ્રકાશ તરફ જવા અને સ્વપ્નોનું વિસ્મરણ કરવા પૂજયશ્રીએ આ પુસ્તક થકી એક અનોખો પ્રયાસ કર્યો છે. પૂજયશ્રી જૈનધર્મનું પ્રતિનિધિત્વ કરે છે છતાં આ પુસ્તકની વાતો તમામ ધર્મના અનુયાયીઓને સ્વીકાર્ય બને તેવી છે અને જનસામાન્યને સમજાય એવી છે, એ આ પુસ્તકની વિશેષતા છે. હું વ્યવસાયે ગુજરાત સરકારમાં ફરજ બજાવતો વનવગડાનો અધિકારી છું. ગત ચાતુર્માસમાં (સને ૨૦૦૫) મારા પરમ વડીલ મિત્ર શ્રી જયંતીભાઈ ઠક્કર (ઓઢાવાળા)ના પ્રયત્નોથી ડીસા ખાતે પૂજય મુનિભગવંત શ્રી વૈરાગ્યરતિવિજયજી મહારાજ સાહેબ અને પૂજય મુનિભગવંત શ્રી પ્રશમરતિવિજયજી મહારાજ સાહેબને સાંભળવાનું સદ્ભાગ્ય સાંપડ્યું તે ક્ષણોને મારા જીવનની સર્વોત્તમ ક્ષણો ગણું છું. પૂજયશ્રીને સાંભળવા, માણવા, જાણવા અને તેમના પ્રવચનમાંથી જ જીવનને સાચી રીતે જીવવા થોડાક શબ્દોને પકડી લેવા એ મહામૂલો લ્હાવો છે. પૂજયશ્રી માટે એક શેર રજૂ કરતાં પણ હું આનંદ અને ગૌરવની લાગણી અનુભવું છું. રોમાંચ અનુભવું છું. પ.પૂ.મહારાજ સાહેબનાં દર્શન માત્રથી ધન્યતાનો અનુભવ થતો હોય તો તેમના પ્રવચનો સાંભળવાથી કે તેમનાં પુસ્તકો વાંચવાથી કેટલું બધું પ્રાપ્ત થઈ શકે તે તો જેઓએ પૂજ્યશ્રીને સાંભળ્યા હોય કે વાંચ્યા હોય તેઓ જ કરી શકે. આવું સદ્ભાગ્ય અનેકજનોને પ્રાપ્ત થયું છે. તેનો વિશેષ આનંદ છે. આજે અનેક પીડાઓમાંથી પસાર થઈ રહેલા સમાજને સાચા સંતોની જરૂર છે ત્યારે પૂજયશ્રીની પ્રેરણાદાયી સંત તરીકેની ભૂમિકા અનેકજનોને નવું જીવન બક્ષે તેવી ભાવના સાથે પૂજ્યશ્રીના ચરણોમાં સાદર વંદન કરી સૌને આ પુસ્તક વાંચવા, વંચાવવા અને વસાવવા મીઠી સલાહ આપું છું. ભગવાનદાસ ઠક્કર (બંધુ) વિજયા દશમી ૦૨-૧૦-૦૬, સોમવાર 'गा सकुं आपका नगमा वो साज कहाँ से लाउँ सुना सकुं कुछ आपको वो अंदाज कहाँ से लाउँ, यु तो चाँदकी तारीफ करना आसान है कर सकुं आपकी तारीफ वो अलफाझ कहाँ से लाउँ.' પૂજયશ્રી દ્વારા પ્રકાશિત થતાં પુસ્તકો સામાન્ય ચોપડીઓ નથી. પરંતુ લાખો રૂપિયા ખર્ચતાં પણ ના મટી શકે એવા મનોરોગોને કાબૂમાં લેવા માટેની એક મહામૂલી ચિકિત્સા પદ્ધતિ છે. પૂજયશ્રી સાંનિધ્ય સાંપડવું એ પણ સદ્ભાગ્ય છે. આવું જ સદ્ભાગ્ય અનેકજનોને સાંપડે અને માનવજાતના પરિવર્તનમાં પૂજયશ્રીના શબ્દો અતિ મહત્ત્વની ભૂમિકા ભજવે તેવી લાગણી અને સંવેદનાને આ ક્ષણે પ્રગટ કરતાંPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15