Book Title: Jag Sapne ki Maya
Author(s): Vairagyarativijay
Publisher: Pravachan Prakashan Puna

View full book text
Previous | Next

Page 8
________________ ડ્રોઇંગરૂમ, બાથરૂમ, આ સુવિધા ધરાવતું આપણું ઘર એ બહારનો સંસાર છે અને ‘મારું ઘર આવું હોવું જોઈએ. એક હજાર દરવાજાનો મહેલ હોય. પગ મૂકીએ તો ખૂંપી જાય તેવી જાજમો હોય. અત્તરના ફુવારા ઉડતા હોય. બાથરૂમના નળ સોનાના હોય. પ્રકાશ આવે પણ ગરમી ન લાગવી જોઈએ. ઠંડી ન પડવી જોઈએ, આંખ મીંચતાં જ ઉંઘ આવી જાય તેવો પલંગ જોઈએ’....આ તમામ કલ્પનાઓ ભીતરી સંસાર છે. ‘મારા પિતા દશરથ જેવા હોવો જોઈએ, પુત્ર રામ જેવો હોય, ભાઈ ભરત જેવો હોય, ભાગીદાર હનુમાન જેવો હોય, પત્ની સીતા જેવી હોય.’ (અને હું ? હું, રામ છું કે રાવણ તેની મને જ ખબર નથી.) આ બધી ભીતરના સંસારની સ્વપ્નસૃષ્ટિ છે. બહારના સંસાર કરતાં ભીતરનો સંસાર બહુ ખતરનાક છે. મનોવિજ્ઞાન કહે છે, ‘માણસ દુ:ખી કેમ છે ? તેની અપેક્ષાઓ વાસ્તવિકતાથી જુદી છે. તેની કલ્પનાઓ ગગનવિહારી છે અને પગ ધરતી પર છે. ધરતી પરનો સંસાર અને આકાશમાંનો સંસાર એક સાથે ચાલી શકતા નથી. તેને કારણે દ્વન્દ્વ સર્જાય છે.' દુઃખનું મૂળ આ છે - આપણી કલ્પનાઓ. ભીતરનો સંસાર. શ્રી ચિદાનંદજી મહારાજ આ ભીતરી સંસારની વાત કરે છે કે - તે સત્ય નથી પણ સ્વપ્ન છે. અને વહેલી તકે આ સપનામાંથી બહાર આવો. ષ્ટિને ઉઘાડો. રાજા જનકને રાત્રે સ્વપ્ન આવ્યું કે - તે ગરીબ થઈ ગયા છે. રાજ કાજ હારી ગયા છે. દેશ છોડીને ભાગી જવું પડ્યું છે અને ભીખ માંગીને જીવન ગુજારવું પડે છે. સપનાંએ રાજાને વિચારતા કરી મૂક્યા કે - મારું ક્યું જીવન સાચું ? બીજે દિવસે સવારે તેમણે વિદ્વાનોને બોલાવી ધર્મસભા ભરી અને પ્રશ્ન કર્યો ‘ગઈકાલે રાત્રે મેં સ્વપ્ન જોયું હું ભીખારી થઈ ગયો. તો મને સવાલ થાય છે કે - મારું ક્યું જીવન સાચું ? કઈ સૃષ્ટિ સાચી ? રાત્રે મેં સ્વપ્નમાં જોઈ તે કે અત્યારે હું જે રાજાપાઠમાં છું ને ? ઘણાં વિદ્વાનોએ જવાબ આપ્યો. પણ તેનાથી રાજાને સંતોષ ન થયો. આખરે ઋષિ અષ્ટાવક્રને બોલાવવામાં આવ્યા. તમને રાજાએ પૂછ્યું, ‘ઋષિવર ! મને સમજાતું નથી કે કઈ સૃષ્ટિ સાચી ? કાલે રાત્રે સ્વપ્નમાં જોઈ તે કે આજે સવારે સિંહાસન પર બેઠો છું તે ?' અષ્ટાવક્રે કહ્યું, ‘રાજન ! જે વ્યક્તિ પ્રશ્નનો આરંભ ખોટા છેડાથી કરે છે તેને ઉત્તર ખોટો મળે છે. તમારા પ્રશ્નનો સાચો ઉત્તર મેળવવા પ્રશ્નનો સાચો છેડો પકડવો પડશે. રાજન્ ! સવાલ એ ન કર કે કઈ સૃષ્ટિ સાચી છે ? સવાલ એ કર કે કઈ દષ્ટિ સાચી છે ? જે દૃષ્ટિએ સ્વપ્ન જોયું તે કે જે દિષ્ટ આ જોઈ રહી છે તે ? સૃષ્ટિની પાછળ અટવાવાનું છોડી દૃષ્ટિનો વિચાર કર. દૃષ્ટિ ખોટી છે તો બન્નેય ખોટા છે. રાજન્ ! દિષ્ટિને સુધાર. જે દિવસે દિષ્ટ સાચી થઈ જશે સપનાં આવવાના બંદ થઈ જશે. સપનાં બંધ થશે, સત્ય આપમેળે પ્રગટશે, તું એમ માને છે કે ભિખારી હોવું એ સ્વપ્ન છે અને રાજા હોવું એ વાસ્તવિકતા છે તો તું ભૂલે છે. તું રાજા પણ છે તો સપનાંમાં છે. કારણ તારી દિષ્ટ સપનાંની છે. જ્યાં સુધી ષ્ટિ સાચી નથી ત્યાં સુધી આખો સંસાર સ્વપ્ન છે.' જગ સપને કી માયા. એક ચિંતકે કહ્યું છે—સપનાં બે પ્રકારના છે. એક ઉંઘમાં આવે તે સ્વપ્નો અને બે ઉંઘ પૂરી થયા પછી પણ આવે તેવા સ્વપ્નો. ઉંઘમાં આવનારા સ્વપ્નો ઉંધ સાથે કે પૂરા થઈ જાય છે પણ ઉંધ પૂરી થઈ ગયા પછી પણ જે સ્વપ્નો આવે છે તે ઉંધમાં પણ ચાલુ જ રહે છે. આવા સ્વપ્નોને દિવાસ્વપ્નો કહે છે. શેખચલ્લીના વિચારો દિવાસ્વપ્નો છે. દરેક માણસમાં વધતે ઓછે અંશે શેખચલ્લી વાસ કરતો હોય છે. રાત્રે સપનાં જોનાર આદમીની બાહરની આંખો બંધ હોય છે. દિવસે સપનાં જોનાર આદમીની અંતરની આંખો બંધ હોય છે. દિવાસ્વપ્નો જોનાર માનવીને શ્રીચિદાનંદજી મહારાજ કોમલ શિખામણ આપે છે. રે નર ! જગ સપને કી માયા. સપને રાજ પાય કોઉ રંક જ્યું, કરત કાજ મન ભાયા; ઉઘરત નયન હાથ લખ ખપ્પર, મન હી મન પછતાયા. ચાંક એક વાર્તા વાંચેલી જેમાં એક ભિખારીના સપનાંની વાત છે.

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15