________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઉપનિષદ તથા બ્રહ્મસૂત્ર અને ભગવદ્ગીતાના ઉપર સવજ્ઞ મહાવીર દેવના સિદ્ધાંતાનુસાર સ્યાદ્વાદટીકાઓ રચવી. પરંતુ શરીર અશક્તિ, નિમિત્ત સામગ્રી, આજુબાજુની પરિસ્થિતિ સાનુ કુલ ન હોવાથી એ દિશામાં વિશેષ પ્રયાસ થયું નથી. પરંતુ તેમાં ઇશાવાસ્યપનિષદભાવાર્થરચનારૂપ યકિંચિત્ આત્મપ્રયાસ હાલતે થયે છે. ભવિષ્યમાં ફુરણ કાયમ રહેશે અને મેગ્યસામગ્રી પ્રાપ્ત થશે તે કંઈક પ્રયાસ થશે નહીં તે આટલા પ્રયાસથી વાચકે મતેષ પામે એમ નિવેદવામાં આવે છે. આવું એક પુસ્તક હેય વા હજાર પુસ્તક હેય અને હજારે આવાં રચાય તે પણ તે સર્વને એજ સાર છે કે આત્માને જાણ અને આત્માની પૂર્ણશુદ્ધિ કરી પરમાત્મપદ પ્રાપ્ત કરવું. આત્મા જાયે એટલે સર્વ જાણ્યું. આત્માને જાણવા માટે સર્વશાસે છે એમ મુખ્ય ઉદ્દેશ સમજે. જૈનશાસોના વાચન શ્રવણ મનન નિદિધ્યાસનથી મહને આત્માનું સમ્યક સ્વરૂપ સમજાયું અને તેથી વેદ ઉપનિષદાદિ અન્ય શાસ્ત્રોમાંથી સ્યાદ્વાદષ્ટિએ સાપેક્ષ સત્યબ્રાના વિચારે ગ્રહાયા અને તેથી શબ્દશાસ્ત્રોની મદદથી આત્માને આત્મવરૂપે અનુભવ્યું. પ્રભુ સર્વજ્ઞ શ્રી મહાવીરનાં વચનામૃતનું પાન કર્યાથી દેહમાંથી મેહભાવે મરતાં આત્મદશાભાવે દેહમાં જીવવાને પુરૂષાર્થ થયે અને થશે. પ્રભુ મહાવીરદેવ અને સદગુરૂ તથા જનશાસ્ત્રોનો જેટલો ઉપકાર માનું એટલે ન્યૂન છે. આખી દુનિયાના જીવોને આત્મભાવે અમૃત–અમર કરવાને સર્વશમહાવીરદેવનાં વચને અનંતગુણ સમર્થ છે. જૈનશાસ્ત્રોમાં આધ્યાત્મિકજ્ઞાન સાગરસમાન વિશાલ ગંભીર છે તે જ્ઞાનસાગરમાં ડૂબકી મારતાં આત્માના જ્ઞાનાનંદાદિ ગુણરૂપી મૌક્તિકની પ્રાપ્તિ થાય છે. ગુરૂકૃપાએ જૈનશાસ્ત્રોનું મૂળ રહસ્ય સમજાયું, તેથી અન્યતન ધર્મશાસ્ત્રોમાંથી પણ સમ્યગુદષ્ટિ બલે સત્ય અવલકવાની શક્તિ પ્રગટી અને દર્શન મતપંથ
For Private And Personal Use Only