________________
હીરકલરામાં તેમ નથી. ઈતર જૈનેતર ગ્રંથકારની માફક તેમણે અમુક યોગાનુયોગમાં અમુક કાર્ય કરવું તેમ જણાવ્યું છે. તેમજ જેન સાધુસમાજને અનુપયેગી મુહૂર્તી (ગર્ભાધાન મદિરાપાન, શાધારણ) પણ તેમણે કહ્યા છે. એટલું જ નહિ, પણ વિવાહ પ્રકરણને અધિકૃત કરી વિસ્તાર કર્યો છે.
અર્થાત્ આ ગ્રંથકાર ઉપર આરંભસિદ્ધિની છાપ પડી લાગતી નથી, પણ બીજા જેનેતર ગ્રંથના અવગાહનની વિશેષ અસર છે.
અને આથી જે વિષયોને આરંભસિદ્ધિમાં સમાવેશ નથી, અથવા વિસ્તાર નથી, તે બધું આ ગ્રંથમાં છે. જો કે આરંભસિદ્વિકારે તેમજ તેમના ભાગ્યકારે બનતા સુધી બધાજ વિષને સંનિવેશ કર્યો છે, છતાં વિસ્તાર થઈ શક્ય નથી, એટલે તે ગ્રંથમાં સામાન્ય જનસમુદાયને વિશેષની અપેક્ષા રહી જાય છે. જ્યારે આ સંથમાં તેમ બનતું નથી. - આરંભસિદ્ધિકારનું પાંડિત્ય હીરકલશકાર કરતાં વિશેષ હોય તે સ્વાભાવિકજ છે, અને તેમનું સ્થાન પણ મોટું છે. તેમને ગ્રંથ સંસ્કૃતમાં છે. જ્યારે હીરકલશ ગુજરાતીમાં છે, એટલે તેટલા પૂરતી તે બેની સમતુલા તે નજ થઈ શકે પરંતુ હારકલશનું જોતિષશાસ્ત્રવિષયકજ્ઞાન જૈનેતર ગ્રંથોના અવગાહનથી વધેલું અને વિપુલ હતું, એમ કહેવામાં કંઈ ખોટું નથી.
ગ્રંથકારના આધારભૂત પંથે. ગ્રંથકારે વિષયને વિમર્શ કરતાં ઈતર ગ્રંથકારેની ચર્ચા બહુજ ઓછી કરી છે. કેટલીક જગ્યાએ પાઠાંતર તરીકે અથવા રીત્યંતર તરીકે કહ્યું છે. ત્યાં માલુમ પડે છે કે તે બીજાના મતની ચર્ચા કરે છે, પણ ત્યાં વિવાદળેલી જોવામાં આવતી નથી. તેમજ તે ગ્રંથકારનું નામ પણ આવતું નથી. એટલે હીરકલશે ક્યા કયા
થો નજર સમક્ષ રાખી આ ગ્રંથની રચના કરી છે, તે કહેવું દુર્ઘટ થઈ પડયું છે. છતાં પણ શ્રીપતિભઠ્ઠ કૃત “રત્નમાલા” તેની સમક્ષ છે, એમ કહેવામાં જરા પણ ખમચાવા જેવું નથી.