________________
વખત તેને ટીપણું એમ પણ કહે છે. ટીપણું કહેવામાં ટીપ કરવી અર્થાત નેધ કરવી, એ સામાન્ય શબ્દાર્થ ઉપરથી તિથિવાર ઈત્યાદિની જેમાં નોંધ લેય તે ટીપણું એમ રૂઢ થઈ ગયું છે. હાલમાં બીજી નેંધોને ટીપણું કહેતા નથી, ખાલી ટીંપણ કહે છે. પરંતુ પંચાંગને ટીપણું શબ્દ રૂઢ થઈ ગયે છે.
પ્રથમના સમયમાં (તેમજ હાલમાં પણ મારવાડ ઈત્યાદિ કેટલાક પ્રદેશોમાં) જેશીઓ હાથે લખેલાં ટીપણું વાપરતા. પરંતુ હાલમાં તે છપાએલાં મળે છે. હાથે લખતા ત્યારે પ્રાચીન પદ્ધતિ પ્રમાણે એક કાગળને બીજો ચેઢી મોટું ઓળીયું કરતા. પરંતુ હાલમાં છાપખાનાની સુવડને લઈ ચાપડીના આકારમાં પંચાંગે છપાય છે. છતાં કેટલાક વિભાગોમાં હજી પણ હાથે લખેલાં પંચાંગને વધુ માનની દષ્ટિએ જુએ છે. આ રીવાજ જેન યતિઓમાં દેલવાડા (મેવાડ) વગેરે ગામોમાં હજુ ચાલુ છે.
પંચાંગનાં પાંચ અંગેનું એક બીજા સાથે મિશ્રણ થવાથી કેટલાક વિશિષ્ટ યોગ બને છે, અને તે ઉપરથી અમુક નિયમ મુજબ વિશિષ્ટ દિવસ નિશ્ચિત કાર્ય માટે શોધી કાઢે છે, તેને મુર્ત કહે છે. માન્યતા એવી છે કે આ પ્રમાણે જે જુદા જુદા યોગો છે, તે ગેમાં જુદાં જુદાં કાર્યો કરવાથી લાભ અથવા નુક્શાન થાય છે.
આ પાંચ અંગો કઈ કઈ દિશામાં પોતાને અધિકાર ધરાવે છે, તેની સમજુતી આપતાં સહદેવ જોશી કહે છે કે –
વાર વાયચે તિથિ ઉત્તરે, નક્ષત્ર દક્ષિણે જાણ; ચોગ આવે પૂરવ થકી, કરણુ આકાશ વખાણુ, સહદેવ જોશી ઇમ કહે, એહ પંચાંગ પ્રમાણુ. ૧
વારનું મહત્વ વાયવ્ય ખૂણામાં, તિથિનું ઉત્તર પૂર્વમાં, નક્ષત્રનું દક્ષિણ પશ્ચિમમાં, યોગનું પૂર્વાદિ ચારે દિશાઓમાં, અને