Book Title: Hindna Deshi Rajyo
Author(s): Kuberbhai Motibhai
Publisher: Ranchodlal Gangaram

View full book text
Previous | Next

Page 6
________________ પ્રસ્તાવના. અત્રેના રહીશ મી. કાળીદાશ દેવશંકર તરફથી સને ૧૮૮૪ની સાલમાં ગુજરાત રાજસ્થાન અને સને ૧૮૮૭ની સાલમાં રાજપુતાણું એ રીતે બે પુસ્તક બહાર પડેલાં છે. તેઓ હિંદના બીજા દેશી રાજ્યોનો હેવાલ બહાર પાડવાના હતા; પણ રાજપુતાણાનુ પુસ્તક બહાર પાડ્યા પછી મંદગી ભોગવી થોડા વખતમાં દેવલોક થયા એ ઘણુ દીલગીર થવા જેવું છે, પણ ઈશ્વર કૃપા હોય તે ખરી. જેવી રીતે ભૂગોળ પૃથ્વી ઉપરને ચીતાર આપણી નજર આગળ ખ કરી બતાવી આપે છે તેવી રીતે ઇતિહાસ અસલના વખતમાં શાશા બનાવ બન્યા તેનો ચીતાર બતાવી આપે છે. અને તેથી તે બને વિછો એક બીજા સાથે વળગેલા છે. આ પુસ્તકમાં મેં તે બંને વિષયોને દાખલ કરેલા છે. આ સિવાય તેને લગતા બીજા વિષયો પણ દાખલ કરવામાં આવ્યા છે. હિંદમાં ઘણાં એક મોટા દેશી રાજ્યા છે, પણ તે જાણવાને ગૂજરાતી ભાષામાં કંઈ પણ સાધન નથી. તેથી તે બેટ પુરી પાડવા મિ આરંભ કીધે હતો અને તેમાં હવે હું ઈશ્વર કૃપાથી ફતેહમંદ નીવડ્યો છું. ગુજરાત રાજસ્થાન અને રાજપુતાણા એ બે પુસ્તક બહાર પડેલાં છે તેથી ગૂજરાત અને રાજપુતાણા આ પુસ્તકમાંથી બાતલ કરેલાં છે. આ સિવાય હિંદનાં તમામ મોટાં તોપનાં માન મળતાં રાજ્યો દાખલ કરવામાં આવેલાં છે. આ પુસ્તક રચવામાં મુખ્ય મદદ–કલ માલસનનું નેટવરટેટસ એક ઇડીઆ, બાંબે ગેઝટીઅર, હન્ટરનું ઈમ્પીરીઅલ ગેઝીટીઅર ઓફ ઇન્ડીઆ, લોકનાથ ગેસનીધીમાડર્ન હીસ્ટ્રી ઓફ ઇન્ડીઅન ચીફસ, રાજા, જમીનદારો વગેરે ભાગ ૧, ભૂગોળનું વર્ણન, જયુબીલી સંવત સર વગરે ઘણાં અંગ્રેજી તથા ગુજરાતી પુસ્તકો, વારસિક રીપોર્ટ, અને વર્તમાન પની પ્રસંગોપાત મદદ લીધી છે અને તેથી તેમના કર્તાને ભારે આભારી થયો છું. કેટલીક હકીક્ત બહારથી પણ મેળવી છે. આ પુસ્તક સાફ અક્ષરે લખવામાં અને હસ્વ દીર્થ વગરેની ભૂલો સુધારવામાં મારા નાના ભાઈ પરસોતમ મોતીભાઈ તથા સાવલીની ગૂજરાતી સ્કુલના માસ્તર પ્રેમાનંદે સારી મદદ આપી છે. આ સિવાય ભાદરવાના કારભારી રા. ભાઈલાલભાઈ વૃજભાઈ તરફથી કેટલીક મદદ મળી છે તેથી તે સવનો આભારી થયો છું, આ પુસ્તક નામદાર સરદારો તથા સદગૃહસ્થોની સેવામાં મુકતી વેળા મારે કહેવું જોઈએ કે તે ઉપયોગી અને મનપસંદ થાય તેમ કરવાને બનતી કાળજી રાખી છે તો પણ તેમાં કંઈ ચુક નજર આવે તો મને સુચવશો કે જેથી બીજી આવતીમાં સુધારવામાં આવે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 320