________________
( ૧૦ ) બેઠો. તેને ઈ. સ. ૧૯૮૯માં એરંગજેબ પાદશાહે કતલ કયો હતો.+ સંભાજી પછી તેને ભાઈ રામરાજા ગાદીએ બેઠો. રામરાજાએ ઈ. સ. ૧૭૦૦ સુધી, તેના પછી શિવાજી બીજાએ ૧૦૮ સુધી અને તેની પછી શાહુ રાજાએ ઈ. સ. ૧૭૪૮ સુધી રાજ કર્યું. શાહુરાજાએ ઈ. સ. ૧૭૮ માં રાજગાદી રાયગઢમાંથી ઉઠાવી સતારામાં સ્થાપી. તેના વખતમાં મને રેકી રાજ્ય પુરજોરમાં હતું. શાહ રાજાના મરણ પછી ઈ. સ. ૧૪૮ માં તેના પ્રધાન બાળાજી પેશ્વાએ રાજાના કુટુંબમાંના એક રામરાજાને સતારાની ગાદીએ બેસાડી તેની પાસે સતારાની આસપાસને છેડે મુલક રહેવા દઈ બાકીનો મુલક પિતાના કબજામાં લઈ પુનામાં જુદી રાજગાદી
સ્થાપી. પેશ્વા, એ પણ હિંદુસ્થાનમાં એક મોટા અને જોરાવર રાજા થઈ ગયા. અંગ્રેજ સરકારે પુનાની પેશ્વાની ગાદી ઈ. સ. ૧૮૧૮માં છેલા બાબજીરાવ પેશ્વા પાસેથી લઈ લીધી અને સતારાનો રાજા આપ સાહેબ ઈ. સ. ૧૮૪૮માં અપુત્ર મરણ પામવાથી તેનું રાજ પણ ખાલસા કર્યું.
ઔરંગજેબના વંશમાં ઈ. સ. ૧૭૫૪માં આલમગીર (બી) દિલ્હીની ગાદીએ બેઠો. તે અને તેની પછી જે પાદશાહ થયા તે છેક દમ વગરના નીકળ્યા. તેઓ નામના પાદશાહ કહેવાતા. આલમગીર બીજે ઈ. સ. ૧૭૫દમાં મરણ પામ્યો. તેના પછી તેનો બેટો શાહઆલમ બીજે પાદશાહ થશે. તેની પાસેથી મરેઠાઓએ દિલહી જીતી લીધું તથા એક મુસલમાન સરદારે તેની આંખો ફોડી નાખી. ઈ. સ. ૧૮૦૩માં ઈગ્રેજોએ મરેઠાઓ પાસેથી દિલ્હી લઈ લીધું. શાહઆલમ ઈ.સ. ૧૮૦૬ માં મરણ પામે ત્યારે તેની પછી તેને શાહજાદે અકબર (બીજે ) રાજ વગર નામનો પાદશાહ થશે. તે ઈ. સ. ૧૮૩૭માં મરણ પામે ત્યારે તેનો શાહજાદો મહમદ બહાદુરશાહ પાદશાહ કહેવાય. તેને ઈગ્રેજ સરકારે નીમનેક બાંધી આપી હતી. મહમદ બહાદુરશાહ મુગલ વંશનો છેલો પાદશાહ હતો. ઈ. સ. ૧૮૫૭ના બળવામાં તે સામેલ થયો + એરંગજેબે જે વખત તેને પકડ્યો તે વખતે તેણે તેને કહ્યું કે
જે તે મુસલમાન થાય તો ઉગરે” આ સાંભળીને સંભાળ રાતે પીછે થઈ ગયો અને બોલી ઉઠયો કે “જો તું તારી શાહજાદી મને પરખાતો હું મુસલમાન થા” આ ઉપરથી એરંગજેબે તેને કતલ કર્યો. શાબાશ છે આવા ધર્મ ઝનુનીને ! !
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com