________________
લડાઈ થઈ તેમાં છેવટ પાંડું પુત્ર (પાંડવ ) જીત્યા. પણ લડાઈમાં પિતાના સગા અને સ્નેહીઓના ઘાત થવાથી ખેદ પામી હિમાલય ઉપર જઈ દેહ છોડ્યો. આ બંને કુટુંબો વચ્ચે જે લડાઈ થઈ તે મહાભારતનું યુદ્ધ કહેવાય છે અને તે યુદ્ધ ઘણું કરીને ઈ. સ. પુર્વ ૧૪૦૦ વરસ - પર થયું હશે એમ અનુમાન થાય છે.
જેમ જેમ વખત જતો ગયો તેમ તેમ રાજ્યોની ઉથલપાથલ થતી ગઈ અને તેથી રાજ્યોમાં ફેરફાર થઈ ગયા. ઉજ્જૈનમાં વિક્રમ રાજાના સમયથી તે આ દેશપર મુસલમાનોની સ્વારીઓ થઈ ત્યાં સુધી આ દેશમાં ઠામ ઠામ રજપૂત લોકનાં રાજ્ય હતા. પરંતુ તેમાં કોઈ હિંદુસ્થાનને ચક્રવર્તિ રાજા થયો નથી. ઈ. સપૂર્વે ૩ર૭ના વરસમાં યુરોપ ખંડમાંના ગ્રીસ દેશમાંથી મહાન સિકંર પાદશાહ આવ્યો. તેને પાળે કાઢવાને રજપૂતોએ ઘણી લડાઈએ કરી પણ તેમાં તે હાર્યા તે પણ સિકંદરની ફોજના માણસોએ આ દેશમાં આગળ વધવાને ના પાડી તેથી તે પાછો ગયો.
કેટલાંક વરસે વિત્યા પછી હિંદુસ્થાન પર મુસલમાનોએ સ્વારીઓ કરવા માંડી. ઈ. સ. ૭૧૨ માં બસરાના* સુબાએ મહમદ કાસમ નામના સરદારને સિંધ પર મોકલ્યો. એ વખતે સિંધમાં દાહીર નામનો રજપૂત રાજા રાજ કરતો હતો, અને તેની રાજધાની દેવલ નગરમાં હતી. કાસમે તેના નગરને લૂટયું અને ત્યાંની વસ્તીને કતલ કરી. આ વખતની લડાઈમાં દાહીર રાજા પડ્યો. પછવાડેથી રજપૂતોએ મુસલમાનોને હાંકી કહાડ્યા અને દેશ પાછો જીતી લી. ઈ. સ. ૯૭૭માં ગિજનીના સુલતાન સબક્તગીને લહેરના અશ્વનંદી વંશના રાજા જયપાળ ઉપર સ્વારી કરી તથા તેને છતી કેટલાક દેશ તાબે કરી લી. ઇ. સ. ૧૦૦૧ માં ગિજનીના સુલતાન મહમદે હિંદ ઉપર પહેલી સ્વારી કરી. તેણે જુદી જુદી વખત થઈને હિંદ ઉપર ૧૨ સ્વારીઓ કરી તેણે દેશને લૂટી ઘણું નુકશાન કર્યું, ઘણું હિંદુઓને મારી નાંખ્યા તથા વટાળ્યા. વળી તેણે હિંદુઓના દેવળ તોડી નાખ્યા; પણ તેણે આ દેશમાં ગાદી સ્થાપવા વિચાર કી નહોતો. તેના વંશમાં ઈ. સ. ના બારમા સૈકાની
* આ શહેર એશીઆઈ તુર્કસ્તાનમાં છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com