Book Title: Harshcharitna Sanskrutik Adhyayannu Avalokana
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf

View full book text
Previous | Next

Page 5
________________ [ કર “હર્ષચરિતના સાંસ્કૃતિક અધ્યયનનું અવલોકન છે અને તેનું લાવણ્ય શરીર સાથે ચેટી ગયેલ એવા અત્યંત ઝીણું વસ્ત્રના છેડામાં આવેલી પાતળી લાલ રંગની કિનારીથી અંકિત છે. આ પૂતળી અને તે ઉપર રાખેલ રૂપાના પાત્રનું મરમ શ્લેષમાં વર્ણન કરતાં બાણે જે સમાસગર્ભિત વાક્ય વેર્યું છે તે આ: मग्नांशुकपटान्ततनुताम्रलेखालांछितलावण्यकुब्जिकावर्जितराजतराजहंसास्यसमुद्गीणेन पयसा प्रक्षाल्य मुखकमलम् । આ ૧૬ શબ્દના શ્લેષપ્રધાન સમાસના અધરા અર્થો ઠીક ઠીક સમ જવા અને શબ્દોને માર્યા–મચાવ્યા વિના તેમાંથી તે અર્થો ઘટાવવા ડૉ. અગ્રવાલને ખૂબ પ્રયત્ન કરવો પડ્યો, પણ જયારે તેમણે તક્ષશિલામાંથી સિરકપની ખોદાઈ કરતાં મળેલ એક ચાંદીનું હંસાકૃતિ પાત્ર જોયું અને સાથે જ શ્રી. કુમારસ્વામીના “હિસ્ટરી ઓફ ઈન્ડિયન એન્ડ ઇન્ડેનેશિયન આર્ટ નામના પુસ્તકમાં ફલક ભાના ચિત્ર ૧૫૯માં ગુપ્તકાલીન તામ્રમય બુદ્ધમૂર્તિનું અવલેકિન કર્યું ત્યારે તેમને શ્લેષમાંથી ફલિત કરેલા પાંચ અર્થે પૈકી પ્રથમ અને મહત્વને અર્થ પૂરેપૂરે સમજાશે, અને તેમણે ઉડી નિરાંત અનુભવી. એ પચે અર્થે તેમણે પૃ. ૯૮ થી ૧૦૨ સુધીમાં બહુ કુશળતાથી દર્શાવ્યા છે. આપણે અહીં પ્રથમ અને મુખ્ય અર્થ શું છે અને તે ઉપર સૂચવેલ પાત્ર અને મૂર્તિ એ બે કલાકૃતિઓની મદદથી કેવી રીતે સ્પષ્ટ કર્યો છે તે જોઈએ. તક્ષશિલાથી મળેલું પાત્ર એક તે ચાંદીનું એટલે કે રાજત છે અને બીજું તે રાજહંસની આકૃતિવાળું ૬૩ ઈંચ ઊંચું છે. એ જ રીતે શ્રી. કુમારસ્વામીવાળી બુદ્ધ પૂર્તિ એક તે તામ્રમય છે અને બીજું, તેના ઉપર સાવ પલળીને શરીર સાથે ચેટી ગઈ હોય તેવી ઝીણી ચાદરના છેડાની એક પાતળી ધારી છાતી ઉપર અંકિત છે. એ જ રીતે છે. આર. સી. હાજરા લેખ ( A Passage in Bana Bhatta's Harshacharita, Poona Orientalist) જેમાં કુક્ઝિકા પદને અર્થ દ્રય મલ આદિ તંત્ર ગ્રંથને આધારે આઠ વર્ષની અવિવાહિત કન્યા દર્શાવાયેલ છે તે અર્થ છે. અમવાલે એક શિલ્પાકૃતિમાં છે અને શ્રી. હાજરાએ તંત્રને આધારે દર્શાવેલા અર્થના ખરાપણાની પ્રતીતિ કરી. એ શિલ્પાકૃતિ મહોલી (મથુરા)માંથી પ્રાપ્ત થયેલ રાણુને પડખે ઊભેલ એક પરિચારિકા સેવિકાની છે, જેના હાથમાં મધુપાનનું પાત્ર છે અને જે હજુ સ્ત્રીભાવનાં પ્રકટ લક્ષણ વિનાની છે. ઉપર સૂચવેલ તક્ષશિલાવાળું ચાંદીનું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14