Book Title: Harshcharitna Sanskrutik Adhyayannu Avalokana
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf

View full book text
Previous | Next

Page 3
________________ “હર્ષચરિતના સાંસ્કૃતિક અધ્યયનનું અવલોકન 1 કપ કરું છું ત્યારે એમ લાગ્યા વિના નથી રહેતુ કે લેખકે નાનકડા લાગતા પ્રસ્તુત પુસ્તકની ગાગરમાં મહાભારતને સાગર સમાવી છે છે. - પૂર્વકાલીન અને સમકાલીન સંસ્કૃતિનાં અનેકવિધ ! ઓ અને અંગેનું જે પ્રતિબિંબ પ્રત્યક્ષ અનુભવ દ્વારા તેમ જ અનેક સ્ત્રોના કાવત્વસમુચિત અધ્યયન દ્વારા બાણની પ્રતિભામાં પડેલું અને જે તેણે કાદમ્બરી અને હર્ષચરિત એ બે કૃતિઓમાં શબ્દબદ્ધ કરેલું છે તેનું સર્વાગીણ અધ્યયન કરી તેને સાહિત્ય-જગત સમક્ષ સુચારુ અને વિશદ રૂપમાં રજૂ કરવાની ઊંડી નેમ શ્રીયુત અગ્રવાલ સેવે છે. એવા સમગ્ર સાંસ્કૃતિક અધ્યયનની દષ્ટિએ શું શું કરવું આવશ્યક છે તેને નિર્દેશ પ્રસ્તુત હર્ષચરિતની ભૂમિકામાં સાત મુદ્દા રૂપે તેઓએ કર્યો છે. તેને સાર એ છે કે કાદમ્બરી અને હર્ષ ચરિતનું શુદ્ધ તેમ જ પ્રામાણિક સંસ્કરણ તૈયાર કરવું. સાથે સાથે સુલભ બધી પૂર્વ ટીકાઓને આધારે તેના ષમાં છુપાયેલ અર્થોનાં રહ પ્રકટ કિરવાં. તદુપરાંત બન્ને કૃતિમાંના શબ્દોને સમ્મિલિત પૂર્ણ કેશ-ઈન્ડેકસ વરબરમ તૈયાર કરે, અને એ બન્ને કૃતિઓને આધારે બાણની સંપૂર્ણ સાંસ્કૃતિક સામગ્રીનું એતિહાસિક દષ્ટિએ વિવેચન, ઈત્યાદિ. આવા સર્વાગીણ કામને સફળતાપૂર્વક પૂરું કરવાની પાકી ધારણા હોવા છતાં તે કમેક્રમે રેગ્ય રીતે થઈ શકે એવી ધીર અને દીર્ધ દૃષ્ટિથી તેમણે પ્રથમ હર્ષચરિતનું સાંસ્કૃતિક અધ્યયન કર્યું અને તે જ પ્રસ્તુત પુરતકમાં રજૂ કર્યું છે. બાણની બીજી અને મેટી કૃતિ કાદમ્બરીનું એવું સાંસ્કૃતિક અધ્યયન કરવું અને પ્રકાશિત કરવું એ હજી બાકી છે એમ ઉપર ઉપરથી જોતાં જરૂર લાગે, પણ તેમની અત્યાર સુધીની તૈયારી અને તે કામ માટે પિલે સંકલ્પ એ બધું જોતાં બાકીનું કામ તેઓ જ પતાવશે; પતાવશે એટલું જ નહિ, પણ વિશેષ સારી રીતે પતાવશે એ વિશે મને લેશ પણ શકા નથી. જ્યારે મેં તેમની પાસેથી જાણ્યું કે તેમણે હૈદરાબાદમાં બાણની કાદરી વિષે વ્યાખ્યાન આપવાનું હમણાં જ સ્વીકાર્યું છે ત્યારે મારી પ્રતીતિ વધારે દૃઢ બની. પ્રસ્તુત હર્ષચરિતના અધ્યયન દ્વારા તેમણે બાણના પૂર્વકાલીન અને સમકાલીન અનેક સાંસ્કૃતિક અંગે ઉપર જે પ્રકાશ નાખ્યો છે તે કેવળ બાણુંના પૂર્ણ સાંસ્કૃતિક અધ્યયનનું જ ધાર નથી ઉઘાડતો, પણ બાણના પૂર્વકાલીન વાલ્મીકિ, ભાસ, અશ્વ, કાલિદાસ, સુબંધુ આદિ મહાન કવિઓના એવા જ અધ્યયનનું દ્વાર ઉઘાડવાની ચાવી બને છે; અને બાણના સમકાલીન કે ઉત્તરકાલીન અન્ય મહાકવિઓના વિશિષ્ટ સંસ્કૃત અધ્યયનની ભૂમિકા પૂરી પાડે છે. આ દષ્ટિએ જોતાં હર્ષચરિતનું પ્રસ્તુત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14