Book Title: Harshcharitna Sanskrutik Adhyayannu Avalokana
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf
View full book text
________________
૭૫
હુચસ્તિના સાંસ્કૃતિક અધ્યયનનું અવલોકન ચાર પ્રકારના કેટનું વર્ણન કર્યું છે. પાયજામાનાં નામ આ રહ્યાં : સ્વસ્થાન, પિંગ અને સતુલા, કેટનાં નામ : કચુક, ચીનલક, વારબાણ અને સૂર્યાસક. આપણે અહીં માત્ર પાયજામા વિશે શ્રી. અગ્રવાલે આપેલ (પૃ. ૧૪૮) માહિતીને જ ટૂંકમાં નિર્દેશ કરીશું. તેઓ જણાવે છે કે આ દેશમાં પાયજામા પહેરવાને સાર્વજનિક રિવાજ શંકાના આગમની સાથે ઈ. સ. પૂર્વે પહેલી શતાબ્દીથી શરૂ થયેલ છે. ઈ. સ. ની પહેલી શતાબ્દીમાં તે મથુરા કલામાં એના નમૂનાઓ મળે છે. શક રાજાઓ પછી ગુપ્તકાળમાં તે સૈનિક પિોષાકમાં પાયજામાએ નિશ્ચિત સ્થાન લીધું છે. એટલું જ નહિ, પણ સમુદ્રગુપ્ત અને ચન્દ્રગુપ્તના કેટલાક સિક્કાઓ ઉપર તે સમ્રાટ પોતે પણ પાયજામો પહેરેલ અંકિત છે. બાણના સમય સુધીમાં તે બધી જાતને પાયજામાએ પિોષાકમાં સ્થિર જેવા થઈ ગયેલા. તેથી જ તે પાયજામાઓનું તાદશ વર્ણન અને વર્ગકરણ કરે છે. જેને બાણ સ્વસ્થાન કહે છે તે ગુજરાતીમાં થયું કે ચૂંથણી છે. હિન્દીમાં દૂધના કહેવાય છે. સૂથણું અને દૂધના ને સ્વસ્થાન શબ્દને જ અપભ્રંશ છે અથવા એમ કહે ચૂંથણું કે સૂથના શબ્દ ઉપરથી કવિએ સ્વસ્થાન શબ્દ સંસ્કૃતમાં સંસ્કાર્યો છે. ગમે તેમ છે, પણ એ શબ્દ અન્વર્થ છે, એટલે કે અર્થ પ્રમાણે જાય છે. મુંથણું એ એક એવા પ્રકારનો રણ કે સુરવાળ છે જે પિંડીઓ નીચે આવતાં સાવ સાંકડા મોઢાનો થઈ જાય છે; એટલે કે તે પોતાના સ્થાન-જગ્યા ઉપર ચોટી રહે છે અને આમતેમ ખસતા નથી. કચ્છ-કાઠિયાવાડના રજપૂત વગેરેમાં આ પાયજામે પ્રચલિત છે. દેવગઢના મંદિરમાં નર્તકીનું એક ચિત્ર છે, જેમાં તે નર્તકી એવું જ થયું પહેરેલ આલેખેલી છે. અગ્રવાલજીએ ફલક ૧૯ ચિત્ર નં. ૬૯ માં એ નર્તકીનું ચિત્ર દર્શાવ્યું છે. ટૂંથણું નેત્ર નામક કપડાથી બનતું. નેત્ર એ એક પ્રકારનું રેશમી વસ્ત્ર હતું, જે સફેદ હોય. નેત્ર શબ્દનું પાલીમાં વૈર અને ગુજરાતીમાં નેતર કે નેતરાં એવું રૂ૫ મળે છે. ગુજરાતીમાં ર વલોવવાની જે દેરી હોય છે તે
* શ્રી ગણપતિ શાસ્ત્રી અર્થશાસ્ત્ર ૧, પૃ. ૧૯૪ ઉપર લgટા શબ્દનો અર્થ કરતાં समेछ। जंघात्राणं सुस्थानाभिधानमिति क्वचिट्टीकादशैं लिखितम्, सन्धनमित्यन्यत्र રિણિત રથ ડે. મોતીચંદજી (પ્રાચીન ભારતીય ભૂષા પૃ. ૨૪) કહે છે કે પાયજામા માટે હિન્દીમાં મૂળા અને ગુજરાતીમાં સ્થાણું) શબ્દ છે જ, પણ સંસ્કૃતમાં તે [જૂ કહેવાય છે. અગ્રવાલજી બાણને આધારે વયન શબ્દ ઉપરથી સૂથના શબ્દ ઉપવે છે. મારું એક સૂચન એ છે કે ભૂતન અર્થાત સૂત્રથી બાંધવું) એ શબ્દ ઉપરથી સૂથના, સૂણું બની શકે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org